Not Set/ ગુજરાતના 5 ઉમેદવાર જાહેર કરવામાં ભાજપ-કોંગ્રેસમાં અસમંજસનો માહોલ, કોને આપશે ટિકિટ?

અમદાવાદ, લોકસભા ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે તેની સાથોસાથ ગુજરાતની 26 લોકસભા બેઠકો માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ 4 એપ્રિલ છે ત્યારે હજુ સુધી ગુજરાતના પાંચ ઉમેદવારો જાહેર કરવા માટે બન્ને પક્ષો ક્યાં ઉમેદવારને ટિકિટ આપવી તે અંગે અસમંજસમાં હોય એવું લાગી રહ્યું છે. ભાજપે 1 અને કોંગ્રેસે હજુ 4 ઉમેદવાર […]

Ahmedabad Gujarat
pjimage 1 ગુજરાતના 5 ઉમેદવાર જાહેર કરવામાં ભાજપ-કોંગ્રેસમાં અસમંજસનો માહોલ, કોને આપશે ટિકિટ?

અમદાવાદ,

લોકસભા ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે તેની સાથોસાથ ગુજરાતની 26 લોકસભા બેઠકો માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ 4 એપ્રિલ છે ત્યારે હજુ સુધી ગુજરાતના પાંચ ઉમેદવારો જાહેર કરવા માટે બન્ને પક્ષો ક્યાં ઉમેદવારને ટિકિટ આપવી તે અંગે અસમંજસમાં હોય એવું લાગી રહ્યું છે. ભાજપે 1 અને કોંગ્રેસે હજુ 4 ઉમેદવાર જાહેર કરવાના બાકી છે.

ઉમેદવારી ફોર્મ ભરવા માટે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે કોંગ્રેસે સાબરકાંઠા, ખેડા, દાહોદ અને ભાવનગર એમ 4 બેઠકો પરના ઉમેદવારો જાહેર કર્યા નથી તો બીજી તરફ ભાજપે પણ અમદાવાદ પૂર્વની બેઠક પરથી ઉમેદવારની જાહેરાત કરી નથી. બન્ને પક્ષમાં છેલ્લી ઘડીએ આ અંગે અસમંજસ અને અનિશ્વિતતાનો માહોલ સર્જાયો હોય તેવું લાગી રહ્યું છે. બન્ને પક્ષોમાં જૂથવાદ વધુ પ્રવર્તતો હોવાથી છેલ્લી ઘડી સુધી દરેક ઉમેદવારની પસંદગીને લઇને અનિશ્વિતતા રહે છે અને ક્યારેક તો ઉમેદવાર પસંદ થયા બાદ ફરીથી અન્ય કોઇની બેઠક માટે પસંદગી થાય છે.