Not Set/ લોકસભા ચૂંટણી 2019 – બનાસકાંઠા લોકસભા બેઠકની વિસ્તૃત સમીક્ષા

મંતવ્ય ન્યૂઝ, લોકસભા ચૂંટણી 2019 માટે ગુજરાતમાંથી આ વખતે 26 ઉમેદવારો લડી રહ્યા છે. આ 26 બેઠકોમાં દરેક બેઠકનું અલગ જ ગણિત છે. દરેક બેઠક તેના જ્ઞાતિ સમીકરણ, મતવિસ્તારની વિશેષતા, ચૂંટણીનો ઇતિહાસ, વિજેતા સાંસદો, વિધાનસભા વિસ્તાર, મતદારોની સંખ્યાથી એક વિશિષ્ટ ઓળખ ધરાવતી હોય છે. અમે લઇને આવ્યા છીએ દરેક બેઠકોની વિસ્તૃત સમીક્ષા જેનાથી આપને પ્રત્યેક […]

Gujarat Others Politics
Seat લોકસભા ચૂંટણી 2019 – બનાસકાંઠા લોકસભા બેઠકની વિસ્તૃત સમીક્ષા

મંતવ્ય ન્યૂઝ,

લોકસભા ચૂંટણી 2019 માટે ગુજરાતમાંથી આ વખતે 26 ઉમેદવારો લડી રહ્યા છે. આ 26 બેઠકોમાં દરેક બેઠકનું અલગ જ ગણિત છે. દરેક બેઠક તેના જ્ઞાતિ સમીકરણ, મતવિસ્તારની વિશેષતા, ચૂંટણીનો ઇતિહાસ, વિજેતા સાંસદો, વિધાનસભા વિસ્તાર, મતદારોની સંખ્યાથી એક વિશિષ્ટ ઓળખ ધરાવતી હોય છે. અમે લઇને આવ્યા છીએ દરેક બેઠકોની વિસ્તૃત સમીક્ષા જેનાથી આપને પ્રત્યેક બેઠકના જ્ઞાતિ સમીકરણથી માંડીને મતવિસ્તારની વિશેષતા, ચૂંટણીનો ઇતિહાસ, વિજેતા સાંસદો, વિધાનસભા વિસ્તાર, મતદારોની સંખ્યા સુધીની દરેક જાણકારી અહીંયા મળશે.

ચાલો વાંચીએ બનાસકાંઠા લોકસભા બેઠક વિશે

૨૦૧૯ લોકસભા સીટ માટે ભાજપે પરબત પટેલ પર પસંદગી ઉતારી

૨૦૧૯ લોકસભા સીટ માટે કોંગ્રેસ તરફથી પરથી ભટોળ ઉમેદવાર

ભાજપ તરફથી શંકર ચૌધરી,  હરિભાઈ ચૌધરી પણ હતા દાવેદાર

હાલનાં સાંસદ છે ભાજપનાં  હરિભાઈ ચૌધરી

અહીની ૯ વિધાનસભા બેઠકોમાંથી  કોંગ્રેસ પાસે ૫ અને ભાજપ પાસે ૩ અને ૧ સીટ અપક્ષ પાસે

લોકસભા ચૂંટણી 2019- ચૌધરી સમાજના બાહુબલી નેતાઓ પરબત પટેલ અને પરથી ભટોળ વચ્ચે ચૂંટણી જંગ

અહી કોંગ્રેસની થઇ છે ૧૦ વાર જીત, તો ભાજપની ૫ વાર

છેલ્લી  બે ટર્મથી ભાજપનાં  હરિભાઈ ચૌધરી સાંસદ

ખેતી અને પશુપાલન અહીનો મુખ્ય વ્યવસાય

બનાસકાંઠા લોકસભા સીટની સમસ્યા

સિંચાઈનાં  પાણીની સમસ્યા

અપૂરતો વિકાસ

બેરોજગારી

બનાસકાંઠા લોકસભામાં આવેલા વિધાનસભા વિસ્તાર

વાવ

થરાદ

ધાનેરા

દાંતા

પાલનપુર

ડીસા

દીયોદર

જ્ઞાતિ સમીકરણ

૧૫  ટકા ઠાકોર

૧૫ ટકા  આંજણા ચૌધરી

૧૨ ટકા આદિવાસી ( દાંતા )

૮ ટકા પાટીદારો ( પાટીદારો અને ડિસામાં )

૧૨ ટકા સવર્ણો

૪ ટકા લોહાણા

વાણીયા બ્રાહ્મણ ક્ષત્રીય ૨ – ૨ – ૨ ટકા

ચૌધરી પટેલ અને  ઠાકોર સમાજનાં  મતદારો મોટી સંખ્યામાં

આદિવાસી સમાજનો પણ  મોટો વર્ગ જે કોંગ્રેસ તરફી

અહીના દલિતો   ભાજપ કોંગ્રેસ બંનેમાં માનનારા

૨૦૧૭ વિધાનસભામાં ભાજપ  2 કોંગ્રેસ 5 બેઠકો જીતી હતી

કુલ મતદારો  16,24000

પરબતભાઈ પટેલ ( ભાજપનાં ઉમેદવાર)

હાલમાં છે ગુજરાત સરકારના પાણીપુરવઠા મંત્રી

થરાદનાં ધારાસભ્ય છે પરબતભાઈ પટેલ

1985 માં કોંગ્રેસ પક્ષમાં રાજકીય ક્ષેત્રે કરી શરૂઆત.

1985માં વાવ-થરાદ વિધાનસભા બેઠક પર કોંગ્રેસનાં ધારાસભ્ય બન્યા

બીજી વખત વાવ થરાદ વિધાનસભા બેઠક પર અપક્ષમાં ઉભા રહી  જીત મેળવી

ત્યારબાદ  ભારતીય જનતા પાર્ટી માં જોડાયા અને સતત જીત મેળવતા રહ્યા

4 ટર્મથી રાજ્યના મંત્રી પદ પર

થરાદ APMC માં 20 વર્ષથી ચેરમેન…

સેવા સહકારી ખરીદ વેચાણ સંઘમાં 20 વર્ષ સુધી રહી ચૂકેલા  ભૂતપૂર્વ ચેરમેન

બનાસબેન્કનાં  ડિરેકટર 3 ટર્મ.

બનાસકાંઠા લોકસભા સીટ પર ચૂંટાયેલા સાંસદો

૧૯૫૧       અકબર ચાવડા           કોંગ્રેસ

૧૯૫૭        અકબર ચાવડા          કોંગ્રેસ

૧૯૬૨        ઝોહરાબેન ચાવડા      કોંગ્રેસ

૧૯૬૭         મનુભાઈ અમરસીહ     સ્વતંત્રતા પાર્ટી

૧૯૬૯         એસ. કે. પાટીલ         સ્વતંત્રતા પાર્ટી

૧૯૭૧        પોપટલાલ જોશી          કોંગ્રેસ

૧૯૭૭        મોતીભાઈ ચૌધરી          જનતા પાર્ટી

૧૯૮૦       બી. કે ગઢવી               કોંગ્રેસ

૧૯૮૪        બી. કે ગઢવી               કોંગ્રેસ

૧૯૮૯        જયંતીલાલ શાહ           જનતા દળ

૧૯૯૧        હરિસિંહ ચાવડા            ભાજપ

૧૯૯૬       બી. કે ગઢવી               કોંગ્રેસ

૧૯૯૮      હરિભાઈ ચૌધરી             ભાજપ

૧૯૯૯      હરિભાઈ ચૌધરી             ભાજપ

૨૦૦૪       હરિસિંહ ચાવડા            કોંગ્રેસ

૨૦૦૯      મુકેશ ગઢવી                કોંગ્રેસ

૨૦૧૩    હરિભાઈ ચૌધરી             ભાજપ

૨૦૧૪    હરિભાઈ ચૌધરી             ભાજપ

પરથીભાઇ ભટોળ ( કોંગ્રેસનાં ઉમેદવાર)

પરથીભાઇ ભટોળ સહકારી ક્ષેત્રનું મોટું નામ

24 વર્ષ સુધી બનાસડેરીના ચેરમેન રહ્યા

GCMMFનાં પૂર્વ ચેરમેન

જિલ્લાનાં તમામ  લોકો  તેમને સારી રીતે જાણે છે.

પરથી ભટોળ પહેલીવાર રાજકીય પક્ષના સિમ્બોલ પર ચૂંટણી લડશે

ભારતીય જનતા પાર્ટીએ  ટિકિટ ન આપતાં કોંગ્રેસમાં કૂદકો મારતા પરથી ભટોળ

ટ્રેક રેકોર્ડ (હરિભાઈ ચૌધરી ૨૦૧૪-૨૦૧૯)

હાજરીઃ 97 ટકા

પ્રશ્નો પૂછ્યાઃ 12

ચર્ચામાં ભાગ લીધોઃ 7

ખાનગી બિલઃ 0

એમપીએલએડી (હરિભાઈ ચૌધરી ૨૦૧૪-૨૦૧૯)

કુલ ભંડોળઃ 25 કરોડ રૂપિયા

કેન્દ્ર સરકારે છૂટી કરેલી રકમઃ 20 કરોડ રૂપિયા

વ્યાજ સાથે વાપરવા યોગ્ય રકમઃ 22.04 કરોડ રૂપિયા

સાંસદ દ્વારા ભલામણઃ 26.49 કરોડ રૂપિયા

મંજૂર થયેલી રકમઃ 22.89 કરોડ રૂપિયા

ખર્ચાયેલી રકમઃ 18.12 કરોડ રૂપિયા

કેટલા ટકા ઉપયોગઃ 88.83 ટકા

વપરાયા વિનાની રકમઃ 3.93 કરોડ રૂપિયા