Not Set/ ગુજરાતમાં ભાજપના દિગ્ગજ નેતાઓ અને ફિલ્મ સ્ટાર્સનો જમાવડો, પ્રચારમાં બન્યા વ્યસ્ત

લોકસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રચંડ પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે. આજે 15થી વધુ જિલ્લાઓમાં ભાજપ દ્વારા પ્રચાર કરવામાં આવશે.જેમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી સહિત ભાજપના દિગ્ગજ નેતાઓ અને ફિલ્મ સ્ટાર્સ મેદાનમાં ઉતર્યા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી પોરબંદર અને સુરેન્દ્રનગરમાં જાહેર સભા અને સમેલન કરશે. પ્રદેશ અધ્યક્ષ જીતુ […]

Top Stories Trending Videos
gdg 16 ગુજરાતમાં ભાજપના દિગ્ગજ નેતાઓ અને ફિલ્મ સ્ટાર્સનો જમાવડો, પ્રચારમાં બન્યા વ્યસ્ત

લોકસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રચંડ પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે. આજે 15થી વધુ જિલ્લાઓમાં ભાજપ દ્વારા પ્રચાર કરવામાં આવશે.જેમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી સહિત ભાજપના દિગ્ગજ નેતાઓ અને ફિલ્મ સ્ટાર્સ મેદાનમાં ઉતર્યા છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણી પોરબંદર અને સુરેન્દ્રનગરમાં જાહેર સભા અને સમેલન કરશે. પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી ભાવમગરમાં લોકસંપર્ક, જાહેર સભા અને ગ્રુપ મીટિંગ કરશે.કેન્દ્રિય નેતા વિનય કટિયાર સાબરકાંઠા વિસ્તારમાં 3 જાહેર સભા કરશે.

કેન્દ્રીયપ્રધાન પુરુષોત્તમ રૂપાલા બનાસકાંઠા, દીવ દમણ અને પોરબંદરમાં જાહેર સભા ગજવશે મંત્રી કુંવરજી બાવળિયા ક્ચ્છમાં અને ઇશ્વરસિંહ પટેલ આણંદમાં કરશે જાહેર સભા તો સાંસદ શંભુપ્રસાદ ટૂંડિયા જૂનાગઢમાં અને ધારાસભ્ય હિતુ કનોડિયા ઇડર અને કલોલમાં રોડ શો કરશે.દેશ પ્રવક્તા ભરત પંડ્યા છોટા ઉદેપુર, વડોદરા અને મહેસાણામાં ગ્રુપ મીટિંગ અને જાહેર સભા કરશે.

આજ પ્રમાણે સાંસદ પરેશ રાવલ પંચમહાલ, ખેડા, બારડોલી અને સુરતમાં સભાઓ ગજવશે. અભિનેતા મનોજ જોશી સુરેન્દ્રનગર અને રાજકોટમાં રોડશો અને જાહેર સભા કરશે અને પૂર્વ ધારાસભ્ય નરેશ કનોડિયા વડોદરા અને પંચમહાલમાં જાહેર સભાઓ કરશે… જ્યારે ગુજરાતી અભિનેતા જનક ઠક્કર અને અભિનેત્રી પ્રાંજલ ભટ્ટ પાટણમાં રોડશો કરશે.