Not Set/ સુરત: રેલ્વે સ્ટેશન પર યોજાયું ચોકીદારોનું કમળ અભિયાન

સુરત, સુરતમાં ચોકીદારોનું અનોખુ અભિયાન સામે આવ્યું છે.રેલ્વે સ્ટેશન પર ચોકીદારોએ મુસાફરોને કમળના ફૂલ આપ્યા હતા અને નરેન્દ્ર મોદીને ફરી એક વાર વડાપ્રધાન બનાવવા માટેની અપીલ કરી હતી.ઉલ્લેખનીય છે કે 23 એપ્રિલે ત્રીજા તબક્કાનું મતદાન થવાનું છે.તે પહેલા રાજકીય પક્ષોની સાથે સાથે હવે રેલ્વે સ્ટેશન પર ચોકીદારો ભાજપનો પ્રચાર કરવા માટે જોડાઇ ગયા હોય તેમ […]

Top Stories Trending
gdg 15 સુરત: રેલ્વે સ્ટેશન પર યોજાયું ચોકીદારોનું કમળ અભિયાન

સુરત,

સુરતમાં ચોકીદારોનું અનોખુ અભિયાન સામે આવ્યું છે.રેલ્વે સ્ટેશન પર ચોકીદારોએ મુસાફરોને કમળના ફૂલ આપ્યા હતા અને નરેન્દ્ર મોદીને ફરી એક વાર વડાપ્રધાન બનાવવા માટેની અપીલ કરી હતી.ઉલ્લેખનીય છે કે 23 એપ્રિલે ત્રીજા તબક્કાનું મતદાન થવાનું છે.તે પહેલા રાજકીય પક્ષોની સાથે સાથે હવે રેલ્વે સ્ટેશન પર ચોકીદારો ભાજપનો પ્રચાર કરવા માટે જોડાઇ ગયા હોય તેમ લાગી રહ્યુ છે.

મહત્વનું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના દિગ્ગજ નેતા અને રાજ્યના સીએમ રૂપાણીએ પોતાના ફેસબુક અને ટ્વીટર પર નામની આગળ ચોકીદાર શબ્દ જોડીને ચોકીદાર અભિયાન શરૂ કર્યુ્ હતું અને દેશ બચાવવા માટે ચોકીદાર નરેન્દ્ર મોદી સક્ષમ છે તેવું નિવેદન આપ્યું હતું.ત્યાર બાદ આજે રેલ્વે સ્ટેશન પર ચોકીદારોએ મુસાફરોને કમળને વોટ આપવા અપીલ કરી હતી.