Not Set/ EC ના પ્રતિબંધ બાદ સાધ્વીનો પ્રચાર માટેનો યોગી ફોર્મ્યુલા, કર્યા ભજન-કિર્તન

ચૂંટણીપંચે ભાજપનાં ભોપાલ બેઠકનાં ઉમેદવાર પ્રજ્ઞા ઠાકુર પર બાબરી ધ્વંસ મુદ્દે વિવાદિત ટિપ્પણી કરવા બદલ 72 કલાકો માટે પ્રચાર, પ્રસાર અને ભાષણ પર પ્રતિબંધ લગાવ્યો છે. પોતાના વાણીવિલાસ માટે પ્રખ્યાત પ્રજ્ઞા ઠાકુરે પણ આ પ્રતિબંધનો તોડજોડ યોગી સ્ટાઇલમાં કાઢ્યો છે. હકીકતમાં, ચૂંટણીપંચે સાધ્વી પર પ્રતિબંધ લગાવ્યા બાદ ગુરવારે સવારે પ્રજ્ઞા ઠાકુર ભોપાલના એક દુર્ગા મંદિરમાં […]

Top Stories
પ્રજ્ઞા ઠાકુર ભજન EC ના પ્રતિબંધ બાદ સાધ્વીનો પ્રચાર માટેનો યોગી ફોર્મ્યુલા, કર્યા ભજન-કિર્તન

ચૂંટણીપંચે ભાજપનાં ભોપાલ બેઠકનાં ઉમેદવાર પ્રજ્ઞા ઠાકુર પર બાબરી ધ્વંસ મુદ્દે વિવાદિત ટિપ્પણી કરવા બદલ 72 કલાકો માટે પ્રચાર, પ્રસાર અને ભાષણ પર પ્રતિબંધ લગાવ્યો છે. પોતાના વાણીવિલાસ માટે પ્રખ્યાત પ્રજ્ઞા ઠાકુરે પણ આ પ્રતિબંધનો તોડજોડ યોગી સ્ટાઇલમાં કાઢ્યો છે.

હકીકતમાં, ચૂંટણીપંચે સાધ્વી પર પ્રતિબંધ લગાવ્યા બાદ ગુરવારે સવારે પ્રજ્ઞા ઠાકુર ભોપાલના એક દુર્ગા મંદિરમાં પૂજા અર્ચના કરવા માટે પહોંચી ગઇ છે. ત્યાં તેમણે પૂજાની ઉપરાંત ભજનો પણ ગાયા હતા. સાધ્વીએ પાંચ વાર હનુમાન ચાલીસાના પણ પાઠ કર્યા હતા. આ રીતે પ્રજ્ઞાએ પ્રતિબંધ બાદ પણ યોગી સ્ટાઇલમાં પ્રચાર પ્રસાર કરવાનો ફોર્મ્યુલા શોધી જ કાઢ્યો હતો.

શું હતું વિવાદિત નિવેદન

ચૂંટણીપંચ દ્વારા પહેલા પણ ચૂંટણીપ્રચાર પર પ્રતિબંધ બાદ પણ બેફામ વાણીવિલાસ કરતા પ્રજ્ઞાએ બાબરી મસ્જિદને લઇને વિવાદિત ટીપ્પણી કરી હતી. પ્રજ્ઞાએ કહ્યું હતું કે બાબરી મસ્જિદને તોડવાથી કોઇ અફસોસ નથી પરંતુ તેનાથી તો ગર્વની લાગણી થાય છે. રામના મંદિર પર કચરા જેવા પદાર્થ હતા જેને અમે હટાવી દીધો છે. તેનાથી દેશનું સ્વાભિમાન જાગ્યું છે અને અમે ભવ્ય રામમંદિરનું નિર્માણ કરીશું. તેઓએ પોતે બાબરી મસ્જિદ ધ્વસ્તમાં સામિલ હોવાનું કબૂલ્યું હતું.