Not Set/ લો બોલો!!! સાસરીમાં પતિ સાથે જઇ રહી હતી, પ્રેમીનું ઘર દેખાતા બાઇક પરથી કૂદીને પત્નીએ મારી દોટ

દેશમાં ઘણીવાર કોઇ એવી ઘટના બની જતી હોય છે કે જેને જોઇ ક્યારેક હસુ પણ આવે અને ક્યારેક ગુસ્સો પણ આવે. કઇક આવી જ પતિ-પત્નીની અજીબો-ગરીબ ઘટના ઉત્તર પ્રદેશનાં અલીગઢથી સામે આવી રહી છે. પતિ અલિગઢથી પત્નિને લેવા આવ્યો હતો. પત્ની બાઇક પર બેસીને પોતાના પતિ સાથે સાસારે જઇ રહી હતી. રસ્તામાં પત્નિને તેના પૂર્વ […]

Top Stories India
2 1 1 લો બોલો!!! સાસરીમાં પતિ સાથે જઇ રહી હતી, પ્રેમીનું ઘર દેખાતા બાઇક પરથી કૂદીને પત્નીએ મારી દોટ

દેશમાં ઘણીવાર કોઇ એવી ઘટના બની જતી હોય છે કે જેને જોઇ ક્યારેક હસુ પણ આવે અને ક્યારેક ગુસ્સો પણ આવે. કઇક આવી જ પતિ-પત્નીની અજીબો-ગરીબ ઘટના ઉત્તર પ્રદેશનાં અલીગઢથી સામે આવી રહી છે. પતિ અલિગઢથી પત્નિને લેવા આવ્યો હતો. પત્ની બાઇક પર બેસીને પોતાના પતિ સાથે સાસારે જઇ રહી હતી. રસ્તામાં પત્નિને તેના પૂર્વ પ્રેમીનું ઘર દેખાયુ. તે બાઇકથી કૂદીને પ્રેમીનાં ઘરે ગુસી ગઇ. હદ તો ત્યારે થઇ ગઇ જ્યારે તેણે પતિને કહી દીધુ કે તેને હવે ભૂલી જાય. તે પ્રેમીની સાથે જ રહેશે. વળી બીજી તરફ આ જોઇને પ્રેમીની પત્નીનાં હોશ ઉડી ગયા. મોડી રાત સુધી પોલીસ સ્ટેશનમાં આ સમગ્ર ડ્રામા ચાલતો રહ્યો.

સંજીવ નગર, ફાઉંડ્રી નગરથી આ મામલો સામે આવ્યો છે. વીરેન્દ્ર પ્રજાપતિનાં પોતાના મહોલ્લામાં રહેતી એક યુવતી સાથે પ્રેમ સંબંધ હતા. જો કે સંજોગોનાં કારણે આ પ્રેમ કહાની લગ્નગ્રંથીથી જોડાઇ ન શકી. વીરેન્દ્રનાં કોઇ અન્ય જગ્યાએ લગ્ન થઇ ગયા. વળી યુવતીનાં પરિવારે તેના લગ્ન ઇગલાસ કરાવી દીધા. યુવતી જ્યારે પણ તેના પીયરમાં આવતી તેના પ્રેમીને મળતી રહેતી હતી. વીરેન્દ્ર પણ તેને મળવા તેની સાસરીએ પહોચી જતો હતો. છેલ્લા બે વર્ષથી આ ચાલી રહ્યુ હતુ. એક સમય એવો પણ આવ્યો કે વીરેન્દ્રની પત્નીને બંન્ને વચ્ચેનાં સંબંધો વિશે ખબર પડી ગઇ અને એકવાર તેણે તેમની વચ્ચે થયેલા વાતચીત પણ સાંભળી. ત્યારબાદ તેણે ઘણો હંગામો કર્યો હતો. જેના કારણે વીરેન્દ્રનાં ઘરે ઘણા સમયથી ખરાબ માહોલ ચાલી રહ્યો હતો. તે સમયગાળામાં યુવતી તેના પીયરમાં આવી હતી. જેને લેવા માટે તેનો પતિ બુધવારનાં રોજ આવ્યો. બાઇક પર પત્નીને લઇ જતા અચાનક પત્નીને તેના પ્રેમીની દુકાન દેખાઇ અને તે બાઇક પરથી કૂદી ગઇ. પહેલા તે દુકાને ગઇ, જ્યા વીરેન્દ્ર ન દેખાતા તે સીધી તેના ઘરે પહોચી ગઇ હતી.

અચાનક બાઇક પરથી કૂદી ગયેલી પત્નીને જોઇ તેનો પતિ પણ વિચારતો રહી ગયો હતો. જ્યારે આ વાતની જાણકારી યુવતીનાં પરિવારજનોને થઇ તો તેઓ તુરંત આવી ગયા. તેમણે તેમની દિકરીને ઘણો સમજાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ તે કશું જ સાંભળવા તૈયાર નહોતી. તેણે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધુ કે, હવે તે અહી તેના પ્રેમીનાં ઘરે જ રહેશે. તેટલુ જ નહી પોતાના લગ્ન જોખમમાં દેખાતા જોઇ વીરેન્દ્ર તેના હાથ જોડી તેને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. આ સમગ્ર હંગામો ઉગ્ર બનતા ત્યા ભીડ ભેગી થઇ ગઇ અને બાદમાં મામલો પોલીસ સ્ટેશન સુધી પહોચી ગયો હતો. જ્યા પોલીસે બંન્ને પક્ષને સમજાવવાનો પ્રયત્ન કર્યો. વાત ન બનતા બંન્ને પક્ષને પોલીસ સ્ટેશનમાં મોકલી દેવામાં આવ્યા હતા. અહી પણ કલાકો સુધી બહેસ થતી રહી. અહી એક તરફ યુવતી માટે તેનો પ્રેમી જ બધુ હતો તો તેના પ્રેમી માટે હવે તેની પત્ની જ બધુ હતી. આ સમગ્ર બવાલમાં બિચારા પતિનું શું થયુ કે જે આ સમગ્ર મામલે નિર્દોશ જ હતો. દેશમાં ઘણીવાર લોકો સાથે આવી ઘટના બની જતી હોય છે કે જેમા તે પોતે પણ સમજી શકતો નથી કે તેની સાથે જે થઇ રહ્યુ છે તે કેમ થઇ રહ્યુ છે. આવી જ દશા આ પતિની દેખાઇ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.