Interesting/ લાગે છે કે Dhoom ફિલ્મ જોઇને આવ્યો છે! બાઇક લઇને કપડાની દુકાનમાં ઘુસ્યો શખ્સ, Video

સોશિયલ મીડિયા પર એક પછી એક Funny વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જેમાંથી કેટલાક વીડિયો હાસ્યજનક છે તો કેટલાક દંગ કરી દે તેવા છે. જ્યારે કેટલાક વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ બની જાય છે.

Ajab Gajab News
બાઇક ઘુસ્યુ કપડાની દુકાનમાં

તમે એક કહેવત તો સાંભળી જ હશે કે જ્યારે નસીબ ખરાબ હોય છે ત્યારે ઊંટ પર બેઠેલા વ્યક્તિને કૂતરો કરડી જાય છે, પરંતુ જો નસીબ સારું હોય તો વ્યક્તિ મોતનાં મુખમાંથી પણ બહાર આવી જાય છે. જ્યારે આવી કેટલીક ઘટનાઓ જોવા મળે છે ત્યારે આવી કહેવતોનું ચોક્કસપણે પુનરાવર્તન થાય છે. આવો જ એક કિસ્સો તાજેતરમાં ઈન્ટરનેટ પર જોવા મળ્યો, જ્યારે એક વ્યક્તિ બાઇક લઈને કપડાની દુકાનમાં તેજ સ્પીડમાં ઘુસી ગયો હતો.

આ પણ વાંચો – Interesting / આ દેશે બનાવ્યો અજીબ કાયદો, Office Hour બાદ કર્યો ફોન કે મેસેજ તો કંપનીને મળશે સજા

સોશિયલ મીડિયા પર એક પછી એક Funny વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જેમાંથી કેટલાક વીડિયો હાસ્યજનક છે તો કેટલાક દંગ કરી દે તેવા છે. જ્યારે કેટલાક વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ બની જાય છે. આ કડીમાં એક એવો વીડિયો સામે આવ્યો છે, જેને જોયા પછી તમે પણ એક ક્ષણ માટે ચોંકી જશો. કારણ કે, જે રીતે એક બાઇક દુકાનમાં ઘુસી અને પછી જે થયું તે જોઈને લોકો દંગ રહી ગયા. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે અને લોકો તેના પર પ્રતિક્રિયા આપી રહ્યા છે. મળતી માહિતી મુજબ વાયરલ વીડિયો તેલંગાણાનો છે. ખમ્મમ જિલ્લાના રાવિચેટ્ટુ માર્કેટમાં એક દુકાનની અંદર બાઇક અચાનક તેજ ગતિએ ઘુસી ગયું હતું. વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેટલાક લોકો દુકાનની અંદર બેઠા છે. એવું લાગે છે કે તે કપડાંની દુકાન છે. અચાનક એક બાઇક ખૂબ જ ઝડપે અંદર આવે છે અને ટક્કર માર્યા બાદ બાઇક ચાલક કૂદીને દૂર પડી જાય છે. જ્યારે દુકાનની અંદર હાજર લોકો બાઇકને જોઇને ગભરાઇ જાય છે. સ્થિતિ એ છે કે એક ક્ષણ માટે લોકોનાં શ્વાસ અટકી જાય છે.

આ પણ વાંચો – Interesting / દુનિયાનો એક એવો દેશ જ્યા લોકો બાળકોને ઘરમાં પહેરાવે છે હેલ્મેટ

જોકે આ અકસ્માતમાં કોઈને ઈજા થઈ નથી. પરંતુ, આ વીડિયો અને અકસ્માતે લોકોને ચોંકાવી દીધા હતા. CCTV કેમેરામાં કેદ થયેલ આ સમગ્ર મામલો યુઝર્સ સોશિયલ મીડિયાનાં અલગ-અલગ પ્લેટફોર્મ પર શેર કરી રહ્યા છે. આ વીડિયોને અત્યાર સુધીમાં લાખો લોકો જોઈ ચૂક્યા છે. આટલું જ નહીં, યુઝર્સ આ વીડિયોને Enjoy કરતી વખતે ખૂબ કોમેન્ટ પણ કરી રહ્યા છે.