Not Set/ ભગવાન શિવ પાણી અને નંદીએ પીધું દૂધ, વાત ફેલાતાં ભક્તો શિવાલયોમાં ઊમટયાં

અરવલ્લીના શિવ મંદિરમાં મહાદેવ પાણી પીતા હોવાનો વીડિયો સામે આવ્યો છે.બાયડના સાઠંબાના શિવ મંદિરમાં શિવલિંગ પાણી પીવે છે.

Top Stories Gujarat Others
શિવ
  • અરવલ્લીના શિવમંદિરોમાં સાક્ષાત્કાર
  • બાયડના સાઠંબામાં પાણી પીવે છે મહાદેવ
  • શિવ પાણી પીતા હોવાનો વીડિયો સામે આવ્યો
  • આસ્થાને લઈને ભક્તો મોટી સંખ્યામાં ઉમટ્યા
  • માલપુરના ઉભરાણ ગામે નંદી અને કાચબો પીવે છે પાણી

અરવલ્લીના શિવ મંદિરમાં મહાદેવ પાણી પીતા હોવાનો વીડિયો સામે આવ્યો છે.બાયડના સાઠંબાના શિવ મંદિરમાં શિવલિંગ પાણી પીવે છે. જેને લઇ ભક્તો મોટી સંખ્યામાં શિવ મંદિરમાં ઉમટ્યા અને ચમચીમાં પાણી ભરી શિવલિંગને પાણી પીવડાવતા નજરે પડી રહ્યા છે. આપ આ વીડિયોમાં જોઇ શકો છો કે, પાણીની ચમચી ભરીને ભક્તો દ્વારા શિવલિંગને પાણી પીવડાવતા શિવલિંગ પાણી પીવે છે. તો માલપુરના ઉભરાણ ગામે પણ શિવ મંદિરમાં નંદી અને કાચબો પણ પાણી પીવે છે.

સોશિયલ મીડિયાનાં જમાનામાં મહાદેવ ભગવાન પાણી પીતા હોવાના વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા અવિરત ભક્તોનો પ્રવાહ સાઠંબાના નિલકંઠેશ્વર મહાદેવ ખાતે વધી રહ્યો છે સ્થાનિક પૂજારીના જણાવ્યા મુજબ કળિયુગમાં દેવોના દેવ મહાદેવ આવી રીતે પરચા પુરી રહ્યા છે.વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે નીલકંઠેશ્વર મહાદેવ ભક્ત લોકો દ્વારા ચમચીમાં પાણી પીવડાવવામાં આવતો શિવલિંગ પાણી ખેંચી રહ્યા છે.

http://https://youtu.be/c0-CbzfYxtA

સુરતમાં પણ શિવાલયોમાં નંદી પાણી પીતા જોવા મળ્યા… 

સુરતના પણ અલગ-અલગ વિસ્તારના શિવાલયોમાં નંદી પાણી પીતા હોવાની વાત વાયુવેગે પ્રસરતા લોકો મોટી સંખ્યામાં અને પાણી પીવડાવવા પહોંચ્યા હતા. જોકે આ ઘટના સાથે જોડાયેલા કેટલાક વીડિયો પણ સોશિયલ મીડિામાં વાયરલ થતાની સાથે કુતૂહલ સર્જાયું છે.

જોકે, આ વાત રાજ્યના અનેક વિસ્તારોમાંથી સામે આવી હતી. શિવલિંગ અને નંદીજી પાણી પીતા હોય એવા વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થયા હતા. જે બાદ મોટી સંખ્યામાં લોકો મંદિરોમાં જઇને જાતે પાણી પીવડાવ્યું હતું. કહેવાય છે ને કે ‘માનો તો શ્રદ્ધા છે એને ના માનો તોઅંધશ્રદ્ધા’ અહીંયા તો શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે ચમત્કારની વાત જે રીતે સામે આવી છે તેને લઈને લોકો મોટી સંખ્યામાં મંદિરો પર પહોંચી રહ્યા છે અને જે રીતે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે તેને લઈને હવે કુતૂહલ સર્જાયું છે. આ વચ્ચે લોકો જે રીતે મંદિર પર પહોંચી રહ્યા છે તેને લઈને શહેરમાં એક ચર્ચાનો દોર પણ શરૂ થયો છે.

ગુજરાતનાં મોટા ભાગનાં જિલ્લાઓમાંથી હાલ એવા વીડિયો સામે આવી રહ્યા છે જેમાં મહાદેવ તથા તેમના નંદી પાણી અને દુધ પી રહ્યા હોય. જો કે આ વાતનું સમર્થન મંતવ્ય ન્યૂઝ નથી કરતુ પરંતુ હાલ આ વીડિયો વાયરલ ખુબ જ થઇ રહ્યા છે.

આ પણ વાંચો :ચોટીલામાં બની કુતુહલ સર્જતી ઘટના, મેવાસા ગામ માં ઘોડીએ એક સાથે બે ઘોડી ને જન્મ આપ્યો

આ પણ વાંચો :કૂખ ભાડે આપવાથી શરૂ થયેલો વેપાર બાળ તસ્કરી સુધી પહોંચ્યો

આ પણ વાંચો :અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયું કરોડો રૂપિયાનું હેરોઇન

આ પણ વાંચો :પુત્રે કરી જન્મદાતાની જ હત્યા, તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી ઉતારી દીધા મોતને ઘાટ