ભીષણ આગ/ આણંદમાં મકાન અને ખેતરમાં આગ લાગતા લાખોનું નુકશાન

આણંદ શહેરના લોટીયા ભાગોલ થી સોજીત્રા રોડને જોડતા માર્ગપર શિવ કોમ્પલેક્ષમાં રહેતા દિનેશ મહારજના બીજા માળે ફલેટ આવેલો છે. તેઓ મકાન બંધ કરીને બહાર ગયા હતા. ત્યારે ભગવાનના મંદિરમાં કરેલા દિવાની જોળ કપડાને લાગતા આગ ભભૂકી ઉઠી હતી. ધુમાડા ગોટે ગોટા બહાર આવતાં સ્થાનિક રહીશોએ આણંદ ફાયરબ્રિગેડને જણ કરતાં તેઓ દોડી આવ્યા હતા અડધા કલાકની […]

Gujarat
fire આણંદમાં મકાન અને ખેતરમાં આગ લાગતા લાખોનું નુકશાન

આણંદ શહેરના લોટીયા ભાગોલ થી સોજીત્રા રોડને જોડતા માર્ગપર શિવ કોમ્પલેક્ષમાં રહેતા દિનેશ મહારજના બીજા માળે ફલેટ આવેલો છે. તેઓ મકાન બંધ કરીને બહાર ગયા હતા. ત્યારે ભગવાનના મંદિરમાં કરેલા દિવાની જોળ કપડાને લાગતા આગ ભભૂકી ઉઠી હતી. ધુમાડા ગોટે ગોટા બહાર આવતાં સ્થાનિક રહીશોએ આણંદ ફાયરબ્રિગેડને જણ કરતાં તેઓ દોડી આવ્યા હતા અડધા કલાકની જહેમત બાદ આગ બુઝાવી હતી. જો કે સદનસીબે કોઇ જાનહાની થઇ ન હતી.

જયારે બીજા બનાવમાં મોગર સીમમાં આવેલા બાલઅમુલની પાછળ ભાગે આવેલા એક ખેતરમાં પડેલા માલસામાનમાં આગ ભભૂકી ઉઠી હતી. જેની જણ આણંદ ફાયરબ્રિગેડને થતાં તેઓ ઘટના સ્થળે દોડી ગયા હતા.તેઓ આગને બુઝાવી હતી.