Ashes series/ કેમેરામાં કેદ થયો પ્રેમ, ઈંગ્લેન્ડનાં ચાહકે સ્ટેડિયમમાં કર્યુ ઓસ્ટ્રેલિયન ગર્લફ્રેન્ડને પ્રપોઝ

ઈંગ્લેન્ડનાં રોબ હેલે લાઈવ મેચ દરમિયાન પોતાની ગર્લફ્રેન્ડ નતાલિયાને પ્રપોઝ કર્યું હતું. મજાની વાત એ છે કે રોબ ઈંગ્લેન્ડની જર્સીમાં જોવા મળી રહ્યો છે તો તેની ગર્લફ્રેન્ડ નતાલિયા ઓસ્ટ્રેલિયાની જર્સી પહેરેલી જોવા મળી રહી છે.

Sports
મેચમાં પ્રપોઝ

ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બ્રિસ્બેનનાં ગાબામાં એશિઝ સીરીઝની પ્રથમ ટેસ્ટ મેચ રમાઈ રહી છે. જેમાં ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડ પર સંપૂર્ણ દબાણ બનાવ્યું છે. ત્યારે આ સ્થિતિથી અલગ રમતનાં ત્રીજા દિવસે ગાબા ખાતે લાઈવ મેચ દરમિયાન કંઈક એવું બન્યું કે જેણે ક્રિકેટ ચાહકોનું ધ્યાન ખેંચ્યું હતુ.

આ પણ વાંચો – Asia Cup / BCCI એ અંડર-19 એશિયા કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, આ ખેલાડી સંભાળશે કમાન

આપને જણાવી દઇએ કે, ઈંગ્લેન્ડનાં રોબ હેલે લાઈવ મેચ દરમિયાન પોતાની ગર્લફ્રેન્ડ નતાલિયાને પ્રપોઝ કર્યું હતું. મજાની વાત એ છે કે રોબ ઈંગ્લેન્ડની જર્સીમાં જોવા મળી રહ્યો છે તો તેની ગર્લફ્રેન્ડ નતાલિયા ઓસ્ટ્રેલિયાની જર્સી પહેરેલી જોવા મળી રહી છે. જ્યારે કેમેરા તેની તરફ હતા ત્યારે રોબે તેની ગર્લફ્રેન્ડ નતાલિયાને પ્રપોઝ કર્યું હતું. રોબે પ્રથમ તેની ગર્લફ્રેન્ડનું ધ્યાન ભટકાવવા માટે બીજી તરફ જોવાનો ઈશારો કર્યો, નતાલિયાએ જ્યારે બીજી તરફ જોયુ અને પછી તેણે પરત તેની સામે જોયુ ત્યાં સુધીમાં, રોબ તેના ઘૂંટણ પર બેસી ગયો હતો. રોબનાં હાથમાં એક વીંટી હતી. દર્શકોથી ભરેલા સ્ટેડિયમમાં રોબે તેની ગર્લફ્રેન્ડને પ્રપોઝ કર્યું, જેનો હા માં જવાબ મળતા બન્નેએ એકબીજાને ગળે લગાવી લીધા. ત્યારબાદ ગર્લફ્રેન્ડ નતાલિયા તેના બોયફ્રેન્ડને કિસ કરે છે. જેના પર સ્ટેડિયમમાં મેચની મજા માણવા પહોંચેલા ક્રિકેટ ચાહકોએ કપલને બિરદાવીને અભિનંદન પાઠવ્યા હતા. જ્યારે સ્ટેડિયમમાં આ બધું થઈ રહ્યું હતું ત્યારે ડ્રિંક બ્રેક ચાલી રહી હતી. એટલા માટે સમગ્ર સ્ટેડિયમનું ધ્યાન આ નવા કપલ તરફ ગયું હતુ. હવે પ્રપોઝલનો વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચો – છેતરપિંડી / ટીમ ઈન્ડિયાનાં આ પૂર્વ ક્રિકેટર સાથે થઇ ઓનલાઈન છેતરપિંડી, પોલીસે તપાસ શરૂ કરી

તે જાણીતું છે કે રોબ અને નતાલિયાએ પહેલી જ મુલાકાતમાં એકબીજાને દિલ નહોતું આપ્યું, પરંતુ છેલ્લા 4 વર્ષથી બન્ને વચ્ચે પ્રેમ ખીલી રહ્યો હતો. બન્ને વચ્ચે પહેલી મુલાકાત 2017માં એશિઝ મેચ દરમિયાન થઈ હતી. ત્યારથી બન્ને એકબીજાને પ્રેમ કરવા લાગ્યા હતા.