Not Set/ આજથી 43.50 રૂપિયા મોંઘો થયો LPG ગેસ સિલિન્ડર, જાણી લો નવા ભાવ….

સરકારી ઓઇલ કંપનીઓએ 19 કિલોગ્રામ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો છે. સૌથી વધુ ભાવવધારો દિલ્હીમાં 43.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર થયો છે

Business
Untitled 2 આજથી 43.50 રૂપિયા મોંઘો થયો LPG ગેસ સિલિન્ડર, જાણી લો નવા ભાવ....

આજથી નવા મહિનાની શરૂઆત થઈ ગઈ છે. ઓક્ટોબર મહિનાના પહેલા દિવસે મોંઘાવારીનો મોટો આંચકો લાગ્યો છે. સરકારી ઓઇલ કંપનીઓએ 1 ઓક્ટોબર, 2021થી એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતોમાં  વધારો કર્યો છે. દેશની સૌથી મોટી સરકારી ઓઇલ કંપની ઈન્ડિયન ઓઇલ કોર્પોરેશને 19 કિલોગ્રામ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં  43.5 રૂપિયા પ્રતિ સિલિન્ડર સુધીનો વધારો કર્યો છે. ત્યારબાદ, રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં 19 કિલોગ્રામ કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો ભાવ 1693 રૂપિયાથી વધીને 1736.50 રૂપિયા  થયેલી જોવા મળે છે .

આ પણ વાંચો ;Air India નું માલિક બનશે Tata Group, 6 દાયકા બાદ થશે ઘર વાપસી : રિપોર્ટ

સરકારી ઓઇલ કંપનીઓએ 19 કિલોગ્રામ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો છે. સૌથી વધુ ભાવવધારો દિલ્હીમાં 43.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર થયો છે. દિલ્હીમાં કિંમત વધીને હવે 1736.50 રૂપિયા થઈ ગઈ છે. કોલકાતામાં તેનો ભાવ 35 રૂપિયા વધીને 1805.50 રૂપિયા થઇ ગયો. મુંબઈમાં કિંમત 35.50 રૂપિયા વધીને 1685 રૂપિયા અને ચેન્નઈમાં 36.50 રૂપિયાના વધારા બાદ કિંમત 1867.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ ગઈ છે.

આ પણ વાંચો ;તહેવાર નજીક આવતા કોરોનાનાં કેસમાં વધારો, છેલ્લા 24 કલાકમાં નોંધાયા આટલા કેસ

ઇન્ડેન કંપનીના કસ્ટમર LPG ગેસ સિલિન્ડરનું બુકિંગ 7718955555 પર ફોન કરીને કરાવી શકે છે. આ ઉપરાંત વોટ્સએપ પર REFILL લખીને  7588888824 પર વોટ્સએપ કરો. ગ્રાહકોને માત્ર એટલું ધ્યાન રાખવાનું છે કે રજિસ્ટર્ડ મોબાઇલ નંબરથી જ વોટ્સએપ કરો.

આ પણ વાંચો ;બે વર્ષનું બાળક રમતાં રમતાં આઠમા માળેથી પટકાતા મોત નીપજ્યું