આ તે કેવી જીદ/ મધુ શ્રીવાસ્તવ બગડ્યા કહ્યું ભાજપે કીધા પછી મારી ટિકિટ કાપી, કાર્યકરો નારાજ થયા છે માટે મારે અપક્ષ ચૂંટણી લડવી પડે

મઘુ શ્રીવાસ્તવે પોતાને જ ટિકિટ મળશે તેવી સત્તાવાર ઘોષણા કરી હતી. પરંતુ ભાજપે તેમની ટિકિટ કાપતા શ્રીવાસ્તવ જીદે ચઢ્યા છે

Top Stories Gujarat Gujarat Assembly Election 2022
1 112 મધુ શ્રીવાસ્તવ બગડ્યા કહ્યું ભાજપે કીધા પછી મારી ટિકિટ કાપી, કાર્યકરો નારાજ થયા છે માટે મારે અપક્ષ ચૂંટણી લડવી પડે

ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ ભાજપ દ્વારા 160 ઉમેદવારોના નામ જાહેર કરી દેવામાં આવ્યા છે. આ દરમિયાન 84 જેટલા નેતાઓ પર કાતર ચલાવવામાં આવી છે. ઉપરાંત  76ને રિપટ કરવામાં આવ્યા છે.  જે નામને સાઇટ કરવામાં આવ્યા છે તેમાં એક વાઘોડિયા બેઠકના મધુ શ્રીવાસ્તવ પણ છે. નોંધનીય છે કે  છેલ્લા 6 ટર્મથી ગઢ ગણાતિ એવી વાઘોડિયા બેઠક પરથી ભાજપે અશ્વિન પટેલને મેદાને ઉતાર્યા છે. પરંતુ દબંગ કહેવાતા નેતા મધુ શ્રીવાસ્તવની ટિકિટ કપાઈ જતા તેમણે  ચુંટણી લડવા અંગે મહત્વનું નિવેદન આપતા કહ્યું કે, પાર્ટી પોતાનો  નિર્ણય નહીં બદલે તો અપક્ષ કે અન્ય પક્ષ માંથી  હું ચૂંટણી લડિશ. ઇલેક્શન લડવાનું તો પાક્કુ જ છે.

નોંધનીય છે કે થોડા દિવસો અગાઉ જ્યારે અમિત શાહે વડોદરામાં બેઠક કરી હતી, ત્યારે મઘુ શ્રીવાસ્તવે પોતાને જ ટિકિટ મળશે તેવી સત્તાવાર ઘોષણા કરી હતી. પરંતુ ભાજપે તેમની ટિકિટ કાપતા શ્રીવાસ્તવ જીદે ચઢ્યા છે. આ દરમિયાન તેમણે કહ્યું કે, નિર્ણય નહીં બદલે તો અપક્ષ કે અન્ય પક્ષમાંથી લડિશ. ચૂંટણી લડવાનું નક્કી નક્કી અને નક્કી.

મઘુ શ્રીવાસ્તવે પોતાનો રોષ ઠાલવતા કહ્યું કે, હું અપક્ષ તરીકે ચૂંટણી લડ્યો ત્યારે 10,000 થી વધુ મતથી જીત્યો હતો. એ જ રેકોર્ડથી હું જીતીને બતાવીશ. લોકોના પ્રશ્નો જે કી બાકી છે તે પૂર્ણ કરવાના છે. કાર્યકર્તા કહે તે કરીશ. હું લોકોના કામ કરતો આવ્યો છું અને હજુ ક્ષમતા છે. કાર્યકર્તા મને ટિકિટ ના મળતા નારાજ છે. મારે આટલે ચૂંટણી લડવી પડશે. જીતવાનું નક્કી જ છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં બે તબક્કામાં મતદાન યોજાશે. ગુજરાત ચૂંટણી માટે 1 અને 5 ડિસેમ્બરનાં રોજ મતદાન થશે. આ સાથે 8 ડિસેમ્બરના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે. પ્રથમ તબક્કા માટે 14 નવેમ્બર સુધી ભરી શકાશે ફોર્મ. પ્રથમ તબક્કા માટે 15 નવેમ્બર સુધી ફોર્મ ચકાસવામાં આવશે. 17 નવેમ્બર સુધી ફોર્મ પરત ખેંચી શકાશે. બીજા તબક્કા માટે 10 નવેમ્બરે નોટિફિકેશન જાહેર થશે. જેમાં 17 નવેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે. જ્યારે 18 નવેમ્બરે ફોર્મ ચકાસણી હાથ ધરાશે અને 21 તારીખ સુધી ફોર્મ પરત ખેંચી શકશે.