Not Set/ મધ્યપ્રદેશ સરકારની થઇ ફજેતી, સ્થાપના દિવસનાં નિમંત્રણ કાર્ડ લેવા પડ્યા પાછા

1 નવેમ્બર એટલે મધ્યપ્રદેશનો સ્થાપના દિવસ છે. મધ્યપ્રદેશનાં તમામ જિલ્લા અને તાલુકા દ્વારા સ્થાપના દિવસની ધામધુમથી ઉજવણી કરવાની પૂર્ણ તૈયારીએ કરી દેવામાં આવી છે. મધ્યપ્રદેશમાં હાલ કોંગ્રેસની સરકાર છે. મઘ્ય પ્રદેશની સરકારનું નેતૃત્વ કોંગ્રેસનાં વરિષ્ઠ અને પીઢ નેતા કમલનાથ કરી રહ્યા છે. સ્થાપના દિવસ આમતો સરકારી કાર્યક્રમ હોય છે અને જેતે પ્રદેશની સરકાર આવા કાર્યક્રમની […]

Top Stories India
pjimage 1 મધ્યપ્રદેશ સરકારની થઇ ફજેતી, સ્થાપના દિવસનાં નિમંત્રણ કાર્ડ લેવા પડ્યા પાછા

1 નવેમ્બર એટલે મધ્યપ્રદેશનો સ્થાપના દિવસ છે. મધ્યપ્રદેશનાં તમામ જિલ્લા અને તાલુકા દ્વારા સ્થાપના દિવસની ધામધુમથી ઉજવણી કરવાની પૂર્ણ તૈયારીએ કરી દેવામાં આવી છે. મધ્યપ્રદેશમાં હાલ કોંગ્રેસની સરકાર છે. મઘ્ય પ્રદેશની સરકારનું નેતૃત્વ કોંગ્રેસનાં વરિષ્ઠ અને પીઢ નેતા કમલનાથ કરી રહ્યા છે. સ્થાપના દિવસ આમતો સરકારી કાર્યક્રમ હોય છે અને જેતે પ્રદેશની સરકાર આવા કાર્યક્રમની રૂપ રેખા બનાવતી હોય છે અને ઉજ્વણી પણ કરવામાં આવતી હોય છે. ત્યારે હોશંગાબાદમાં સ્થાપના દિવસનાં નિમંત્રણ કાર્ડ મામલે કોંગ્રેસ-ભાજપ આમને સામને જેવો ક્યાસ જોવામાં આવ્યો હતો.

વાત જાણે એમ છે કે, મધ્યપ્રદેશનાં હોશંગાબાદમાં રાજ્યનાં સ્થાપના દિવસ (નવેમ્બર 1) ની ઉજવણી માટે પ્રકાશિત આમંત્રણ કાર્ડ પર દિન દયાળ ઉપાધ્યાયની છબી છાપવા આવી હતી. કાર્ડનું વિતરણ પણ થઇ ગયું હતું. કોંગ્રેસ સરકારનું ધ્યાન(બની શકે) તે બાબત પર રહી રહીને ગયું અને કોંગ્રેસ દ્વારા નિમંત્રણ કાર્ડ પર દિન દયાળ ઉપાધ્યાયની છબી છાપવાનો ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. જો કે હાલ મધ્યપ્રદેશમાં કોંગ્રેસ સત્તા પર હોવાથી નવા કાર્ડ તાબડતોબ છાપવામાં આવ્યા હતા અને પંડિત દિન દયાળ ઉપાધ્યાયની છબી હટાવી ગાંધી જ્યંતિનાં 150માં વર્ષની ઉજ્વણીના ચિન્હવાળા નવા કાર્ડથી જૂના કાર્ડ બદલામાં આવ્યા હતા.

આમ તો તે વાત પણ છે જ કે, કોંગ્રેસને ન કરવા હોય તો પણ છબરડા થઇ જાય અને વિરોધપક્ષ તેનાં આવા કામોને તિર તરીકે ઉપયોગ પણ કરે, તે કોઇ નવી વાત રહી નથી. પાછલા અમુક વર્ષોથી કોંગ્રેસ દ્વારા કોઇને કોઇ રીતે આવા અનેક છબરડાઓ કરવામાં આવ્યા અને તેનુ પરિણામ પણ વેઠવામાં આવ્યું. સરકાર આ છબરડાનાં કારણે એવી તો વિષ્ઠામણ ભરી સ્થિતિમાં મુકાઇ કે લોકોને આપેલા કાર્ડ જઇ જઇને પાછા લેવા પડ્યા અને નવા કાર્ડ આપવા પડ્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.