Not Set/ મહારાષ્ટ્ર/ ફ્લોર ટેસ્ટ પાસ કર્યા બાદ અજીત પવારનું મોટું નિવેદન

શનિવારે મહારાષ્ટ્રમાં એનસીપી-કોંગ્રેસ-શિવસેના સરકારને વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ પાસ કરવામાં મોટી સફળતા મળી હતી. પરંતુ આ સરકારની રચના પહેલા અજિત પવારે દેવેન્દ્ર ફડણવીસને જે રીતે પોતાનો બળવાખોર ટેકો બતાવ્યો, તે પછી તેમણે ઉદ્ધવ ઠાકરે સરકારની ફ્લોર ટેસ્ટ પાસ કરવા પર મોટી વાત કહી છે. અજિત પવારે કહ્યું કે અમે ફ્લોર ટેસ્ટની પહેલી પાસ કરી છે, હવે […]

Top Stories India
Ajit Pawar મહારાષ્ટ્ર/ ફ્લોર ટેસ્ટ પાસ કર્યા બાદ અજીત પવારનું મોટું નિવેદન

શનિવારે મહારાષ્ટ્રમાં એનસીપી-કોંગ્રેસ-શિવસેના સરકારને વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ પાસ કરવામાં મોટી સફળતા મળી હતી. પરંતુ આ સરકારની રચના પહેલા અજિત પવારે દેવેન્દ્ર ફડણવીસને જે રીતે પોતાનો બળવાખોર ટેકો બતાવ્યો, તે પછી તેમણે ઉદ્ધવ ઠાકરે સરકારની ફ્લોર ટેસ્ટ પાસ કરવા પર મોટી વાત કહી છે. અજિત પવારે કહ્યું કે અમે ફ્લોર ટેસ્ટની પહેલી પાસ કરી છે, હવે અમારી બીજી પરીક્ષા વિધાનસભા અધ્યક્ષની છે, અમને વિશ્વાસ છે કે અમે આ ટેસ્ટને પણ સરળતાથી પાસ કરીશું.

આપને જણાવી દઈએ કે શનિવારે વિધાનસભામાં ઉદ્ધવ ઠાકરે સરકારની ફ્લોર ટેસ્ટ દરમિયાન ભાજપનાં 105 ધારાસભ્યો ગૃહની બહાર નીકળ્યા હતા. પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ધારાસભ્યો સાથે ખુદ ગૃહની બહાર નીકળવુ પસંદ કર્યુ હતુ. ભાજપનાં ધારાસભ્યોએ હંગામી સ્પીકરની બદલીનો વિરોધ કર્યો હતો. ભાજપનાં ધારાસભ્યોએ એનસીપીનાં દિલીપ વલસે પાટિલનો ભાજપનાં પ્રોટેમ સ્પીકર કાલિદાસ કોલમ્બકરને બદલે ફ્લોર ટેસ્ટ કરાવવાનો વિરોધ કર્યો હતો અને તેઓ ગૃહમાંથી બહાર નીકળી ગયા હતા. આપને જણાવી દઈએ કે વિધાનસભા અધ્યક્ષ પદ માટેની ચૂંટણી આજે યોજાવાની છે.

એનસીપીનાં પ્રવક્તા નવાબ મલિકે ભાજપનાં ધારાસભ્યોનાં વોકઆઉટની ટીકા કરતા કહ્યું હતું કે શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો, વિધાનસભા સત્ર યોજવામાં આવ્યો હતો, રાજ્યપાલની સંમતિથી પ્રોટેમ સ્પીકરની પસંદગી કરવામાં આવી હતી અને ત્યારબાદ ગૃહમાં ફ્લોર ટેસ્ટ કરવામાં આવ્યો હતો. ભાજપ ફક્ત પોતાનો ચહેરો બચાવવા માંગે છે. જણાવી દઇએ કે વિધાનસભા ફ્લોર ટેસ્ટ દરમિયાન 169 ધારાસભ્યોએ મહા વિકાસ આઘાડીને સમર્થન આપ્યું હતું. જ્યારે ચાર લોકો પર મતદાન કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને શિવસેનાનાં સુભાષ દેસાઇએ ગૃહનાં સભ્ય ન હોવાને કારણે મત આપ્યો ન હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.