Not Set/ મહારાષ્ટ્ર/ ભાજપના ધારાસભ્યો વિધાનસભામાં ‘હું પણ સાવરકર’ લખેલી ટોપી પહેરીને આવ્યા

કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીના વીર સાવરકર પરના નિવેદનને લઈને રાજકીય વાતાવરણ ગરમાયું છે.  શનિવારે દિલ્હીના રામલીલા મેદાનમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ‘મારું નામ રાહુલ ગાંધી છે, રાહુલ સાવરકર નથી’  એવા કરેલા વિધાનના જવાબમાં ભાજપના મહારાષ્ટ્રના ધારાસભ્યો આજે સોમવારે સવારે વિધાનસભામાં હું પણ સાવરકર લખેલી ટોપી પહેરીને આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્ર વિધાનસભાનું […]

Top Stories India
vijaybhai 1 મહારાષ્ટ્ર/ ભાજપના ધારાસભ્યો વિધાનસભામાં ‘હું પણ સાવરકર’ લખેલી ટોપી પહેરીને આવ્યા

કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીના વીર સાવરકર પરના નિવેદનને લઈને રાજકીય વાતાવરણ ગરમાયું છે.  શનિવારે દિલ્હીના રામલીલા મેદાનમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ‘મારું નામ રાહુલ ગાંધી છે, રાહુલ સાવરકર નથી’  એવા કરેલા વિધાનના જવાબમાં ભાજપના મહારાષ્ટ્રના ધારાસભ્યો આજે સોમવારે સવારે વિધાનસભામાં હું પણ સાવરકર લખેલી ટોપી પહેરીને આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્ર વિધાનસભાનું શિયાળુ સત્ર નાગપુરમાં ચાલી રહ્યું છે. આજે સવારે વિધાનસભાની બેઠક શરૂ થઇ ત્યારે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડનવીસની આગેવાનીમાં ભાજપના સભ્યો કેસરી રંગની ટોપી પહેરીને આવ્યા હતા. આ ટોપી પર  લખેલું હતું ‘મી પણ સાવરકર’ (હું પણ સાવરકર છું)

ઉલ્લેખનીય છે કે, શનિવારે ભારત બચાવો રેલી દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું હતું કે હું વીર સાવરકર નથી, જે માફી માંગે. રાહુલ ગાંધીએ ઝારખંડમાં એક જાહેર સભાને સંબોધન કરતાં કહ્યું કે ‘મેક ઈન ઈન્ડિયા’ હવે ‘રેપ ઈન્ડિયા’ બની ગયુ છે.

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની

અને બસ ત્યારથી અક વિવાદ નો મધપુડો છેડાયો છે. પછી કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીના નેતૃત્વમાં મહિલા ભાજપના સાંસદોએ હંગામો મચાવ્યો હતો. મહિલા સાંસદોએ રાહુલ ગાંધીને માફી માંગવા જણાવ્યું હતું. આજ બાબતને અનુલક્ષીને  રાહુલ ગાંધીએ ભારત બચાવ રેલીમાં વીર સાવરકર વિશે આવું નિવેદન આપ્યું હતું.

મહારાષ્ટ્રના નવા મુખ્ય પ્રધાન શિવસેનાના ઉદ્ધવ ઠાકરે

જે અંગે રવિવારે નાગપુરમાં મહારાષ્ટ્રના નવા મુખ્ય પ્રધાન શિવસેનાના ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે વીર સાવરકરના મુદ્દે અમારા અગાઉના વિચારોમાં કોઈ  ફેરફાર થયો નથી. વીર સાવરકરનું અપમાન કોઇ મરાઠી માણસ સહન નહીં કરે.

વીર સાવરકરના પૌત્ર રણજિત સાવરકર

તો વીર સાવરકરના પૌત્ર રણજિત સાવરકરને પોતાના દાદાનું અપમાન કરવાના કહેવાતા આરોપ બદલ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સામે માનહાનિનો કેસ કોર્ટમાં દાખલ કર્યો હતો. રણજિતે મિડિયાને કહ્યું હતું કે શિવસેના નીતિમત્તા અને સત્તા એ બેમાંથી એક પસંદગી કરે સત્તા માટે વીર સાવરકરનું અપમાન સહન કરી લે તો મરાઠી પ્રજા શિવસેનાને માફ નહીં કરે. હું આ મુદ્દે ઉદ્ધવ ઠાકરેને પણ મળવાનો છું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.