Not Set/ મહારાષ્ટ્ર/ કોંગ્રેસ-NCP -શિવસેનાની મેરેથોન મિટીંગ પૂર્ણ, કોણ હેશે નવા CM તે હજુ, રાઝ ની વાત જ રહી

કોંગ્રેસ- NCP – શિવસેનાની મેરેથોન મિટીંગમાં પુર્ણ થઇ ગઇ છે. અને મિટીંગમાં સર્વસંમતિ સાથે મોટો નિર્ણય લેવામાં આવ્યો હોવાની સૂત્રો દ્વારા જાણકારી આપવમાં આવી રહી છે. જો કે આ મામલે NCPનાં પ્રમુખ અને પીઢ રાજનેતા શરદ પવાર દ્વારા જણાવવામાં આવ્યું કે, કાલે પણ મિટીંગનો દેર ચાલુ રહેશે અને મિટીંગની વધુ વિગતો જેવી કે રાજ્યપાલ પાસે […]

Top Stories India
13 11 2019 maharashtraprezrule12 19750622 મહારાષ્ટ્ર/ કોંગ્રેસ-NCP -શિવસેનાની મેરેથોન મિટીંગ પૂર્ણ, કોણ હેશે નવા CM તે હજુ, રાઝ ની વાત જ રહી

કોંગ્રેસ- NCP – શિવસેનાની મેરેથોન મિટીંગમાં પુર્ણ થઇ ગઇ છે. અને મિટીંગમાં સર્વસંમતિ સાથે મોટો નિર્ણય લેવામાં આવ્યો હોવાની સૂત્રો દ્વારા જાણકારી આપવમાં આવી રહી છે. જો કે આ મામલે NCPનાં પ્રમુખ અને પીઢ રાજનેતા શરદ પવાર દ્વારા જણાવવામાં આવ્યું કે, કાલે પણ મિટીંગનો દેર ચાલુ રહેશે અને મિટીંગની વધુ વિગતો જેવી કે રાજ્યપાલ પાસે ક્યારે જવુ, સરકાર રચનાનો દાવો વગેરે કાલે જાહેર કરવામાં આવશે.

શદર પવાર દ્વારા તેવી પણ વાત કરવામાં આવી હતી કે, નવા CM માટેનાં જે નામોની ચર્ચા કરવામાં આવી તેમા ઉદ્દવ ઠાકરેનાં નામની પણ ચર્ચા કરવામાં આવી હતી. શિવસેના-એનસીપી-કોંગ્રેસ બેઠક પછી એનસીપી ચીફ શરદ પવાર કહ્યું છે કે, મુખ્યમંત્રી તરીકે ઉદ્ધવ ઠાકરેના નામ પર અમેે બધા જ સહમતિ છીએ. જો કે, મગનું નામ મરી પાડવાનું શરદ પવારે બાકી રખતા વધુ આવતી કાલેનું ટેગ આગળ ઘરી કુશળ રણનીતિજ્ઞ તરીકે પોતાને ફરી પ્રસ્થાપિત કર્યા હતા.

આપને જણાવી દઇએ કે, શિવસેના સુપ્રેમો ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં મહારાષ્ટ્રમાં આગામી સરકારની રચના કરવામાં આવી રહી છે. શુક્રવારે શિવસેના-કોંગ્રેસ-એનસીપીની લાંબી બેઠક બેઠક બાદ એનસીપીના પ્રમુખ શરદ પવારે જાહેરાત કરી હતી. આ બેઠક બાદ એનસીપીના પ્રમુખ શરદ પવારે કહ્યું કે આવતીકાલે (રવિવારે) ત્રણેય પક્ષો વતી સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજાશે.

પવારે વધુમાં જણાવ્યું હતું કે આવતીકાલે રાજ્યપાલને ક્યારે મળવાનું છે અને સરકાર રચવાનો દાવો રજૂ કરવાનો નિર્ણય લેવામાં આવશે. દરમિયાન, પૃથ્વીરાજ ચવ્હાણે મુખ્યમંત્રી પદ અંગે કોઈ જવાબ આપવાનો ઇનકાર કર્યો હતો. જોકે તેમણે કહ્યું હતું કે તમામ મુદ્દાઓ પર સકારાત્મક ચર્ચા કરવામાં આવી હતી.

બેઠકમાં શિવસેના વતી એકનાથ શિંદે, સુભાષ દેસાઇ અને સંજય રાઉત ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે કોંગ્રેસ વતી અહેમદ પટેલ, મલ્લિકાર્જુન ખાર્ગે, કેસી વેણુગોપાલ, અવિનાશ પાંડે, બાલાસાહેબ થોરાટ, પૃથ્વીરાજ ચવ્હાણ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. એનસીપી વતી મંથન માં પ્રફુલ પટેલ, જયંત પાટિલ અને અજિત પવારે ભાગ લીધો હતો.

દરમિયાન, એનસીપીના પ્રમુખ શરદ પવાર અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ દક્ષિણ મુંબઈના નહેરુ સેન્ટરમાં રાજ્યમાં બિન-ભાજપ સરકાર બનાવવા માટે ચર્ચા કરી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે આ બેઠક સામાન્ય લઘુત્તમ કાર્યક્રમ અને નવી સરકારમાં ત્રણ પક્ષકારોના હિસ્સોને અંતિમ સ્વરૂપ આપવા અંગે યોજાઇ હતી.

આ દરમિયાન, કોંગ્રેસ અને એનસીપીએ તેમના ચૂંટણી પૂર્વેના સહયોગી – પીડબ્લ્યુપી, સમાજવાદી પાર્ટી, સ્વાભિમાન પક્ષ અને સીપીઆઈ (એમ) સાથે વાતચીત કરી હતી. એનસીપી નેતા જયંત પાટિલે કહ્યું કે ભાજપને સત્તાથી દૂર રાખવા માટે તેમના પક્ષ અને કોંગ્રેસના યુવા સહયોગીઓએ શિવસેના સાથે સરકાર બનાવવાના વિચારને સમર્થન આપ્યું છે. સપાના નેતા અબુ આઝમીએ દેશમાંથી કોમવાદને ખતમ કરવા પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે, જો શિવસેનાને અમારો ટેકો જોઈએ છે, તો તેને તેની કેટલીક નીતિઓ બદલવી પડશે . અમે કોમીવાદને ખતમ કરવા માટે સરકાર બનાવીશું. તેમણે કહ્યું કે આ સરકારે દલિતો, લઘુમતીઓ, ખેડુતો અને ગરીબો પ્રત્યે ન્યાયી હોવું જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.