Not Set/ ઉન્નવ બન્યું રેપની રાજધાની,બળાત્કારના 86 કેસો સામે આવ્યા

ઉન્નાવમાં આ વર્ષે જાન્યુઆરીથી નવેમ્બરની વચ્ચે (2019) બળાત્કારના 86 કેસ નોંધાયા છે. જો તમે આંકડા પર નજર નાખો તો ઉન્નાવને  ઉત્તરપ્રદેશમાં’બળાત્કારની રાજધાની’ કહેવું ખોટું નથી. ઉન્નાવમાં લગભગ 31 લાખ લોકો વસે છે.ઉન્નાવ લખનૌથી 63 કિમી અને કાનપુરથી માત્ર 25 કિમી દૂર આવેલું છે. અહેવાલો અનુસાર જાન્યુઆરીથી નવેમ્બરની વચ્ચે ઉન્નાવમાં જ મહિલાઓ પર જાતીય સતામણીના 185 […]

India
rape

ઉન્નાવમાં આ વર્ષે જાન્યુઆરીથી નવેમ્બરની વચ્ચે (2019) બળાત્કારના 86 કેસ નોંધાયા છે. જો તમે આંકડા પર નજર નાખો તો ઉન્નાવને  ઉત્તરપ્રદેશમાં’બળાત્કારની રાજધાની’ કહેવું ખોટું નથી. ઉન્નાવમાં લગભગ 31 લાખ લોકો વસે છે.ઉન્નાવ લખનૌથી 63 કિમી અને કાનપુરથી માત્ર 25 કિમી દૂર આવેલું છે. અહેવાલો અનુસાર જાન્યુઆરીથી નવેમ્બરની વચ્ચે ઉન્નાવમાં જ મહિલાઓ પર જાતીય સતામણીના 185 કેસ નોંધાયા છે.

ઉન્નાવમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગર પર  બળાત્કારનો આરોપ લાગતા ઉન્નાવનું નામ ભારત અને વિદેશમાં ગાજતું થયું.

ઉન્નાવમાં હવે બીજી સામૂહિક બળાત્કાર બાદ આરોપી દ્વારા પીડિતાને જીવિત સળગાવી દેવાના મામલાએ તેને ફરી દેશભરના મીડિયામાં ચર્ચાનો વિષય બનાવ્યો છે. જણાવીએ કે પીડિતાનું શુક્રવારે સફદરજંગ હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. આ બધા વચ્ચે, આવા ઘણા કિસ્સાઓ છે જે મીડિયામાં ચમક્યા નથી.

‘પોલીસનું રાજકીયકરણ’ થઇ ચુક્યું છે

ઉન્નાવમાં બળાત્કાર અને છેડતીના આરોપસર અસોહા, અજગૈન, માળી અને બાંગરમઉમાં કેસ નોંધાયા છે. મોટાભાગના કેસોમાં આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને જામીન પર મુકત કરવામાં આવ્યા છે.અજગૈનનો રહેવાસી રાઘવ રામ શુક્લા કહે છે, ‘ઉન્નાવમાં પોલીસનું સંપૂર્ણ રાજકીયકરણ થઈ ચૂક્યું છે. રાજનીતિના માસ્ટર્સની ઇચ્છા વિના પોલીસ એક ઇંચ પણ આગળ વધી શકતા નથી. આ વાત ગુનેગારોના મનોબળને વેગ આપે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.