Not Set/ મહારાષ્ટ્ર/ ચૂંટણી જંગ બન્યો લોહીયાળ, સાંસદને સરેઆમ એક શખ્શે માર્યા છરીનાં ઘા

દેશનાં બે રાજ્યો હરિયાણા અને મહારાષ્ટ્રમાં ચૂંટણી થવાની છે, ત્યારે રાજનીતિક પક્ષનાં નેતા, કાર્યકરો અને સભ્યો પ્રચાર પ્રસારમાં વ્યસ્ત થઇ ગયા છે. જેમા મહારાષ્ટ્રની ચૂંટણીની વાત કરીએ તો અહી ભાજપ-શિવસેના અને કોંગ્રેસ-એનસીપી વચ્ચે પૂરજોર પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે. આ વચ્ચે મહારાષ્ટ્રનાં ઉસ્માનાબાદનાં સાંસદ ઓમરાજે નિમ્બલકર પર હુમલો કરવામા આવ્યો હોવાનુ સામે આવી રહ્યુ […]

Top Stories India
pjimage 2019 10 16T133143.345 મહારાષ્ટ્ર/ ચૂંટણી જંગ બન્યો લોહીયાળ, સાંસદને સરેઆમ એક શખ્શે માર્યા છરીનાં ઘા

દેશનાં બે રાજ્યો હરિયાણા અને મહારાષ્ટ્રમાં ચૂંટણી થવાની છે, ત્યારે રાજનીતિક પક્ષનાં નેતા, કાર્યકરો અને સભ્યો પ્રચાર પ્રસારમાં વ્યસ્ત થઇ ગયા છે. જેમા મહારાષ્ટ્રની ચૂંટણીની વાત કરીએ તો અહી ભાજપ-શિવસેના અને કોંગ્રેસ-એનસીપી વચ્ચે પૂરજોર પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે. આ વચ્ચે મહારાષ્ટ્રનાં ઉસ્માનાબાદનાં સાંસદ ઓમરાજે નિમ્બલકર પર હુમલો કરવામા આવ્યો હોવાનુ સામે આવી રહ્યુ છે.

મહારાષ્ટ્રમાં ચૂંટણીની તૈયારીઓએ હવે જોર પકડ્યુ છે, ત્યારે પક્ષ હોય કે વિપક્ષ દરેક પાર્ટીઓ મતદારોને પોતાની તરફ ખેંચવા માટે ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. આ વચ્ચે ઉસ્માનબાદનાં સાંસદ ઓમરાજે નિમ્બલકર ઉપર છરી વડે હુમલો કરવામાં આવ્યો છે. તે પડોલી ગામમાં શિવસેનાનાં ઉમેદવાર કૈલાસ પાટિલ માટે ચૂંટણી પ્રચાર કરી રહ્યા હતા. આ પ્રચાર દરમિયાન એક યુવકે ઓમરાજે નિમ્બલકર સાથે હાથ મિલાવ્યો હતો અને પછી બીજા હાથમાં છુપાયેલા છરીથી હુમલો કર્યો હતો. સાંસદ ઓમરાજેનાં હાથ અને પેટ પર હુમલો કરવામાં આવ્યો હતો. જો કે અહી હુમલો કરનાર યુવક ત્યાંથી ફરાર થવામાં સફળ થયો હતો. હુમલા બાદ તુરંત સાંસદ ઓમરાજેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને આરોપી યુવકની શોધખોળ ચાલુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવો મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.