મહારાષ્ટ્ર/ કડક લોકડાઉન લાગુ થઇ શકે છે, CM ઉદ્ધવ ઠાકરેના મંત્રીએ કહ્યું  – નિર્ણય બે દિવસમાં લેવામાં આવશે

મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરે આગામી બે દિવસમાં રાજ્યમાં કડક લોકડાઉન અંગે નિર્ણય લઈ શકે છે. કેબીનેટ પ્રધાન વિજય વડેટ્ટીવારે કહ્યું કે હાલમાં જે પ્રતિબંધો લાદવામાં આવ્યા છે તેનથી ખૂબ સારા પરિણામ નથી મળી રહ્યા. 

Top Stories India
indonesia 20 કડક લોકડાઉન લાગુ થઇ શકે છે, CM ઉદ્ધવ ઠાકરેના મંત્રીએ કહ્યું  - નિર્ણય બે દિવસમાં લેવામાં આવશે

મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરે આગામી બે દિવસમાં રાજ્યમાં કડક લોકડાઉન અંગે નિર્ણય લઈ શકે છે. કેબીનેટ પ્રધાન વિજય વડેટ્ટીવારે કહ્યું કે હાલમાં જે પ્રતિબંધો લાદવામાં આવ્યા છે તેનથી ખૂબ સારા પરિણામ નથી મળી રહ્યા.  ઉદ્ધવ સરકારના મંત્રીએ કહ્યું કે, દિલ્હીમાં લાદવામાં આવેલા લોકડાઉન ના પરિણામો જોયા પછી જ રાજ્યમાં આ પ્રકારનો નિર્ણય લેવામાં આવશે. તેમણે કહ્યું હતું કે હાલનું કર્ફ્યુ અપેક્ષિત રીતે કોરોના કેસો સાથે લડવામાં મદદ કરી રહ્યું નથી. તેમણે કહ્યું કે, આગામી એકથી બે દિવસમાં રાજ્યમાં કડક લોકડાઉન અંગે સરકાર નિર્ણય લઈ શકે છે.

વિજય વડેત્તીવારે કહ્યું કે સીએમ ઉદ્ધવ ઠાકરે તમામ સંબંધિત પક્ષો સાથે વાતચીત કર્યા પછી જ આ મામલે નિર્ણય લેશે. તેમણે કહ્યું કે અગાઉ રાજ્યના ઉદ્યોગપતિઓ અને દુકાનદારોએ લોકડાઉનનો વિરોધ કર્યો હતો, પરંતુ હવે તે આવા નિર્ણયની સાથે છે. તેમણે કહ્યું કે મારો વિભાગ દિલ્હીમાં લાદવામાં આવેલા લોકડાઉનના પરિણામોની સમીક્ષા કરી રહ્યો છે. દિલ્હીમાં લોકડાઉન સાથે ટ્રેનો, બસો અને આવશ્યક સેવાઓ કેવી રીતે ચલાવવામાં આવી તે વિશે અમે માહિતી એકઠી કરી રહ્યા છીએ. કોઈપણ નિર્ણય પર પહોંચતા પહેલા અમે સંપૂર્ણ અભ્યાસ કરીશું અને તે પછી જ અમે કોઈ નિર્ણય લઈશું.

મહારાષ્ટ્ર સરકારે 14 એપ્રિલથી 15 દિવસના મીની લોકકડાઉનની જાહેરાત કરી છે. જોકે, પ્રતિબંધ હોવા છતાં, રાજ્યમાં કોરોનાની ગતિ રોકાવાનું નામ નથી લઈ રહી અને આ કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. સીએમ ઉદ્ધવ ઠાકરેએ 13 મી એપ્રિલની રાત્રે સોશિયલ મીડિયા દ્વારા રાજ્યની જનતાને સંબોધન કરતી વખતે મીની લોકડાઉનની જાહેરાત કરી હતી. આ સમયગાળા દરમિયાન, મહારાષ્ટ્રમાં આવશ્યક સેવાઓ ઉપરાંત, કોઈને પણ જવા માટે પ્રતિબંધિત છે. જો કે, તેમણે લોકડાઉન અથવા કર્ફ્યુ જેવા શબ્દોના ઉપયોગને ટાળીને આ પ્રતિબંધોને ‘બ્રેક ચેન’ અભિયાન ગણાવ્યું હતું.