સંકેત/ મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખનું પદ હમણાં નહીં જાય, શરદ પવારે આપ્યા સંકેત

મહારાષ્ટ્રમાં એક તરફ કોરોના કહેર આવે તેની વચ્ચે એંટાલીયા કેસ બાદ એક બાદ એક ફૂટી રહેલા ફણગાઓનો રેલો મહારાષ્ટ્રના ગૃહમંત્રી દેશમુખ સુધી પહોંચ્યો છે. મુકેશ અંબાણીના ઘર એંટાલીયાના ફોટા કેસમાં શનિવારે નવો ખુલાસો સામે આવ્યો હતો.

Top Stories
sharad pawar pti મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખનું પદ હમણાં નહીં જાય, શરદ પવારે આપ્યા સંકેત

મહારાષ્ટ્રમાં એક તરફ કોરોના કહેર આવે તેની વચ્ચે એંટાલીયા કેસ બાદ એક બાદ એક ફૂટી રહેલા ફણગાઓનો રેલો મહારાષ્ટ્રના ગૃહમંત્રી દેશમુખ સુધી પહોંચ્યો છે. મુકેશ અંબાણીના ઘર એંટાલીયાના ફોટા કેસમાં શનિવારે નવો ખુલાસો સામે આવ્યો હતો. કે જેમાં મુંબઈના પૂર્વ પોલીસ કમિશ્નર પરમવીર સિંહે મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન દેશમુખ પર સનસનીખેજ આક્ષેપ મુકયો હતો. તેમજ સચિન વધે જ્યારે હોદા પર હતા ત્યારે પાસેથી દર મહિને રેસ્ટોરા, હોટલો અને બાર પાસેથી 100 કરોડ રૂપિયાની માગણી ગૃહ પ્રધાન અનિલ દેશમુખ દ્વારા કરવામાં આવી હતી અને તેઓ કોઈ પણ મુદ્દા પર વઝેનો બચાવ કરતા હતા. આ ઘટનાના પગલે મહારાષ્ટ્રની રાજનીતિમાં ભૂકંપ સર્જાયો હતો તેની વચ્ચે એનસીપી ચીફ શરદ પવારે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાનને પદ પરથી હટાવવામાં આવશે કે કેમ ? તે અંગે આજે મોટો સંકેત વ્યક્ત કર્યો છે.

parmveersingh મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખનું પદ હમણાં નહીં જાય, શરદ પવારે આપ્યા સંકેત

શરદ પવારે મુંબઈના પૂર્વ પોલીસ કમિશ્નર પરમવીરસિંહ પર વિવાદાસ્પદ પોલીસ અધિકારી સચિન વઝેની ફરીથી નિમણૂક કરવા માટે આરોપ લગાવ્યા હતા. જ્યારે પરમવીર સિંહે મુખ્યમંત્રી કાર્યાલય અને લખેલા પત્રમાં તેમના હસ્તાક્ષર ન હોવાનું જણાવી અને પત્ર પર જ પ્રશ્નાર્થ ઉઠાવ્યો હતો. પરંતુ તેણે રાજ્યના ગૃહમંત્રી અનિલ દેશમુખ પર માસિક 100 કરોક રૂપિયાની માગણીનો આક્ષેપ કરતાં ખળભળાટ મચી ગયો હતો. આ મામલે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે મોડી રાત્રે ખુલાસો કરવો પડ્યો હતો જ્યારે એનસીપી ચીફ શરદ પવારે ગૃહમંત્રીને તત્કાળ અસરથી હટાવવાનો ઇનકાર કર્યો હતો.

શરદ પવારે એ બાબતનો સ્વીકાર કર્યો હતો કે ગૃહમંત્રી અને દેશમુખ પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે પરંતુ તેના રાજીનામાને લઇને અંતિમ નિર્ણય મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે જ કરશે.તેમજ તેમણે એ બાબત તરફ ઈશારો કર્યો હતો કે આ પ્રકરણના કારણે સરકારની છબી ખંડિત થાય તેવો કોઈ નિર્ણય લેવામાં નહીં આવે.વધુમાં શરદ પવારે એ બાબતે સ્પષ્ટતા કરી હતી કે પૂર્વ પોલીસ કમિશનર પરમવીર સિંહે ગૃહ મંત્રી અને દેશમુખ પર ગંભીર આક્ષેપો મૂક્યા છે. પરંતુ તેના કોઈ સ્પષ્ટ પુરાવા આપ્યા નથી. આ ઉપરાંત પત્રમાં એ બાબતની સ્પષ્ટતા પણ નથી કે પૈસા કોને મોકલવામાં આવ્યા હતા.આ ઉપરાંત પૂર્વ પોલીસ કમિશનર પોતે અગાઉ એમ જણાવી ચૂક્યા છે કે પત્ર પર તેમના હસ્તાક્ષર પણ નથી.

આ ઉપરાંત શરદ પવારે વધુમાં ઉમેર્યું હતું કે પરમવીર સિંહે ગૃહ મંત્રી અને દેશમુખ પર 100 કરોડ રૂપિયાની વસૂલી માટેનો ગંભીર આરોપ મુક્યો છે પરંતુ સચિન વઝેને પરત પોલીસમાં લેવા માટે તેમને મુખ્યમંત્રી કે ગૃહમંત્રીએ નહીં પરંતુ પોલીસ કમિશનર વીરસિંહે જ લીધા હતા. નિર્ણય લેવાનો આખરી અધિકાર મુખ્યમંત્રીનો છે પરમ વીરસિંહે કમિશનર પદે રહેતા ગૃહ મંત્રી પર આરોપ લગાવ્યા ન હતા. જેના કારણે સરકારની છબી પર કોઈ અસર નહીં પડે. પરંતુ આ એક સરકારને અસ્થિર કરવા માટેનો પ્રયાસ હોઈ શકે છે.

શરદ પવારે એ બાબત તરફ ઈશારો કર્યો હતો કે આગામી બે-ત્રણ દિવસમાં અનિલ દેશમુખને લઈને જરૂર કોઈ નિર્ણય લેવામાં આવી શકે છે.આ માટે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પાર્ટીના નેતાઓ સાથે વાતચીત કરી અને નિર્ણય લેશે. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે પવારે આ કેસની તપાસ મહારાષ્ટ્રના સાપ છબી ધરાવતા પોલીસ અધિકારી રહી ચૂકેલા જુલિયા રિબેરો પાસે કરાવવાની માંગણી કરી છે.