કોરોના સંક્રમણ/ મહારાષ્ટ્રના મંત્રી ધનંજય મુંડેને ફરી થયો કોરોના, ટ્વિટ પર લોકોને કરી અપીલ

કોરોનાથી સ્વસ્થ થયાના મહિના બાદ ફરી એકવાર મહારાષ્ટ્રના મંત્રી ધનંજય મુંડે કોરોના પોઝિટીવ થયા છે. ધનંજય મુંડેએ ટ્વિટર પર આં માહિતી આપી છે.

Top Stories India
A 238 મહારાષ્ટ્રના મંત્રી ધનંજય મુંડેને ફરી થયો કોરોના, ટ્વિટ પર લોકોને કરી અપીલ

કોરોનાથી સ્વસ્થ થયાના મહિના બાદ ફરી એકવાર મહારાષ્ટ્રના મંત્રી ધનંજય મુંડે કોરોના પોઝિટીવ થયા છે. ધનંજય મુંડેએ ટ્વિટર પર આં માહિતી આપી છે. તેમણે તેમનો કોરોના ટેસ્ટ કરાવ્યો, જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આપને જણાવી દઈએ કે જૂન 2020 માં ધનંજય મુંડેને કોરોના ચેપ લાગ્યો હતો, ત્યારબાદ તેઓ પણ કોરોનાથી સ્વસ્થ થયા હતા. પરંતુ તેઓને ફરીથી કોરોના ચેપ લાગ્યો છે.

ઉદ્ધવ ઠાકરેની અધ્યક્ષતાવાળી મહારાષ્ટ્ર સરકારમાં ધનંજય મુંડે કેબિનેટ મંત્રી છે. તેઓએ ટ્વિટ કરીને લખ્યું છે કે મારો કોરોના રિપોર્ટ બીજી વખત પોઝિટીવ આવ્યો છે. મારા સંપર્કમાં આવતા બધાએ જલ્દીથી તેનું પરીક્ષણ કરાવવું જોઈએ અને સાથે જ ક્વોરૅન્ટીન થવું જોઈએ. તેમણે લખ્યું કે ગભરાશો નહીં, કોરોનાના હળવા લક્ષણો છે. લોકોએ ફેસમાસ્ક પહેરવો જોઈએ અને સામાજિક અંતરને અનુસરવું જોઈએ.

આ પણ વાંચો :મિથુન ચક્રવર્તી નહીં લડે ચૂંટણી? BJP ની લિસ્ટમાંથી નામ ગાયબ

જણાવીએ કે, મહારાષ્ટ્રમાં કોરોના ચેપના કેસમાં ફરી એકવાર વધારો થયો છે. આવી સ્થિતિમાં ક્વોરૅન્ટીન  મુંડેની ફરીથી કોરોના પોઝિટીવ થવા પર અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.

જણાવીએ કે દેશના ઘણા રાજ્યો જેવા કે મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, કર્ણાટક અને દિલ્હીમાં ફરીથી કોરોના ચેપના કેસ ઝડપથી વધી રહ્યા છે. મંગળવારે મહારાષ્ટ્રમાં કોરોનાના નવા 28,699 કેસ નોંધાયા છે, અને 13165 લોકો સાજા થયા. તે જ સમયે, રવિવારે મહારાષ્ટ્રમાં કોરોનોવાયરસના 30,535 નવા કેસ નોંધાયા છે.

આ પણ વાંચો :બાંગ્લાદેશમાં રોહિંગ્યા શિબિરમાં હજારો મકાનો બળીને ખાખ, 15 મોત, 400થી વધારે ગુમ