Not Set/ મહારાષ્ટ્ર/ રાજીનામા પછી નવી સરકારનું સ્વરૂપ સામે આવ્યું, બે ડેપ્યુટી સીએમ હશે

મહારાષ્ટ્રમાં સરકારની રચના અંગેનું રાજકીય નાટક સતત ચાલી રહ્યું છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને ડેપ્યુટી સીએમ અજીત પવાર દ્વારા ફ્લોર ટેસ્ટ પહેલા રાજીનામું આપી દેવામાં આવ્યું. 3 દિવસ કે લગભગ 80 કલાકની ભાજપ સરકાર વિખેરાઇ જતા, નવી સરકાર કેવા હશે તે બહાર આવી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર એવા અહેવાલો છે કે શિવસેના-એનસીપી-કોંગ્રેસ સરકારમાં બે ડેપ્યુટી […]

Top Stories India
maharashtra.jpg2 મહારાષ્ટ્ર/ રાજીનામા પછી નવી સરકારનું સ્વરૂપ સામે આવ્યું, બે ડેપ્યુટી સીએમ હશે

મહારાષ્ટ્રમાં સરકારની રચના અંગેનું રાજકીય નાટક સતત ચાલી રહ્યું છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને ડેપ્યુટી સીએમ અજીત પવાર દ્વારા ફ્લોર ટેસ્ટ પહેલા રાજીનામું આપી દેવામાં આવ્યું. 3 દિવસ કે લગભગ 80 કલાકની ભાજપ સરકાર વિખેરાઇ જતા, નવી સરકાર કેવા હશે તે બહાર આવી રહ્યું છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર એવા અહેવાલો છે કે શિવસેના-એનસીપી-કોંગ્રેસ સરકારમાં બે ડેપ્યુટી સીએમ બનાવવામાં આવશે. એક ડેપ્યુટી સીએમ કોંગ્રેસના અને બીજા એનસીપીના હશે, જ્યારે ઉદ્ધવ ઠાકરે સંપૂર્ણ પાંચ વર્ષ મુખ્યમંત્રી પદના શપથ લેશે. કોંગ્રેસમાંથી બાલાસાહેબ થોરાટ અને એનસીપીના જયંત પાટિલને કોંગ્રેસ વતી ડેપ્યુટી સીએમ બનાવવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 105, શિવસેનાને 56, એનસીપીને 54 અને કોંગ્રેસને 44 બેઠકો મળી હતી. ભાજપ અને શિવસેનાએ મળીને 145 નો આંકડો પાર કર્યો. પરંતુ શિવસેનાએ 50-50 ફોર્મ્યુલાની માંગ મૂકતા(જે મુજબ અઢી વર્ષ સરકાર ચલાવવાનું એક મોડેલ હતું). શિવસેનાએ કહ્યું કે ભાજપ સાથે કરાર આ ફોર્મ્યુલા પર કરવામાં આવ્યો હતો, પરંતુ ભાજપનો દાવો છે કે આવી કોઈ કરાર થયો નથી. આના કારણે મતભેદ એટલા બધા થયા કે બંને પક્ષોની વર્ષો જુની મિત્રતા તૂટી ગઈ.  અને મરાઠી રાજકારણમાં નવો આધ્યાય શરૂ થયો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.