Not Set/ મહાશિવરાત્રી/ કેવી રીતે પ્રસન્ન કરશો શિવજી ને….?

શિવરાત્રિ એટલે ભગવાન શંકરને સમર્પિત દિવસ. દર મહિનાની વદ ચૌદસ (અમાસ પહેલાનો દિવસ) શિવરાત્રિ કહેવાય છે, જ્યારે લોકો જેને સામાન્ય રીતે શિવરાત્રિ તરીકે ઉજવે છે તે દિવસ મહા વદ ચૌદસ ખરેખર મહા શિવરાત્રિનું પર્વ છે. શિવરાત્રિને દિવસે દ્વાપરયુગનો પ્રારંભ થયો હતો તેમ માનવામાં આવે છે અને વળી પ્રથમ જ્યોતિર્લિંગ પણ શિવરાત્રિને દિવસે જ પ્રગટ થયું હતું. શિવરાત્રિ પર શિવજીને પ્રસન્ન કરવા માટે અહીં એક ઉપાય જણાવવામાં આવી રહ્યો […]

Uncategorized
પાટણ 4 મહાશિવરાત્રી/ કેવી રીતે પ્રસન્ન કરશો શિવજી ને....?

શિવરાત્રિ એટલે ભગવાન શંકરને સમર્પિત દિવસ. દર મહિનાની વદ ચૌદસ (અમાસ પહેલાનો દિવસ) શિવરાત્રિ કહેવાય છે, જ્યારે લોકો જેને સામાન્ય રીતે શિવરાત્રિ તરીકે ઉજવે છે તે દિવસ મહા વદ ચૌદસ ખરેખર મહા શિવરાત્રિનું પર્વ છે. શિવરાત્રિને દિવસે દ્વાપરયુગનો પ્રારંભ થયો હતો તેમ માનવામાં આવે છે અને વળી પ્રથમ જ્યોતિર્લિંગ પણ શિવરાત્રિને દિવસે જ પ્રગટ થયું હતું.

Image result for shivling

શિવરાત્રિ પર શિવજીને પ્રસન્ન કરવા માટે અહીં એક ઉપાય જણાવવામાં આવી રહ્યો છે. ઉપાય મુજબ શિવલિંગને દસ વસ્તુઓથી સ્નાન કરવાનું છે. અહીં જાણો આ દસ વસ્તુઓ કઇ-કઇ છે અને તેનાથી શું-શું લાભ પ્રાપ્ત થઇ શકે છે.

Image result for shivling

આ છે દસ પવિત્ર વસ્તુઓઃ-

1- જળ, 2- દૂધ, 3- દહીં, 4- મધ, 5- ઘી, 6- ખાંડ, 7- અત્તર, 8- ચંદન, 9- કેસર, 10-ભાંગ

આ બધી જ વસ્તુઓને એક સાથે મિક્સ કરીને અથવા એક-એક વસ્તુઓથી શિવજીને સ્નાન કરાવી શકાય છે.

શિવપુરાણમાં જણાવવામાં આવ્યું છે કે આ વસ્તુઓથી શિવલિંગને સ્નાન કરાવવાથી બધી જ મનોકામના પૂર્ણ થઇ શકે છે. સ્નાન કરાવતી સમયે ऊँ नम: शिवाय મંત્રનો જાપ પણ કરવો જોઇએ

Image result for shivling

આ ઉપાયથી શું-શું લાભ પ્રાપ્ત થાય છેઃ-

– મંત્રોનું ઉચ્ચારણ કરી શિવલિંગ પર જળ અર્પણ કરવાથી આપણો સ્વભાવ શાંત બને છે. આચરણ સ્નેહમય રહે છે.
– મધ અર્પણ કરવાથી વાણીમાં મિઠાસ આવે છે.

– દૂધ અર્પણ કરવાથી ઉત્તમ સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય છે.

– દહીં અર્પણ કરવાથી આપણો સ્વભાવ ગંભીર બને છે.

– શિવલિંગ પર ઘી અર્પણ કરવાથી આપણી શક્તિ વધે છે.

– અત્તરથી સ્નાન કરાવવાથી વિચાર પવિત્ર બને છે.

– શિવજીને ચંદન અર્પણ કરવાથી આપણું વ્યક્તિત્વ આકર્ષક બને છે. સમાજમાં માન-સન્માન પ્રાપ્ત થાય છે.

– કેસર અર્પણ કરવાથી આપણને સૌમ્યતા પ્રાપ્ત થાય છે.

– ભાંગ અર્પણ કરવાથી આપણા વિકાર અને અશુદ્ધિઓ દૂર થાય છે.

– ખાંડ અર્પણ કરવાથી સુખ અને સમૃદ્ધિમાં વધારો થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.