Rajasthan/ એક શાળા લોકાર્પણ પ્રસંગે મહેન્દ્રસિંહ ધોનીએ આપી હાજરી, જુઓ વીડિયો

આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમનાં ભૂતપૂર્વ કેપ્ટન અને ખેલાડી મહેન્દ્રસિંહ ધોન પોતાના અંગત જીવનમાં વ્યસ્ત થઇ ગયા છે.

Sports
Mantavya 45 એક શાળા લોકાર્પણ પ્રસંગે મહેન્દ્રસિંહ ધોનીએ આપી હાજરી, જુઓ વીડિયો

આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમનાં ભૂતપૂર્વ કેપ્ટન અને ખેલાડી મહેન્દ્રસિંહ ધોન પોતાના અંગત જીવનમાં વ્યસ્ત થઇ ગયા છે. ત્યારે ઘણીવાર તેમના વીડિયો કે જે તેમના પત્નિ સાક્ષી ધોની સોશિયલ મીડિયામાં અપલોડ કરે છે, જે મારફતે ધોનીનાં ફેન તેમને જોઇ શકે છે અને જાણી શકે છે તે આજે કેવુ જીવન જીવે છે. ત્યારે આજે પણ તેમનો રૂતબો ભારતીય ટીમમાં છે તેઓ જ બની રહ્યો છે. જેનુ તાજુ ઉદાહરણ રાજસ્થાનમાં જોવા મળ્યુ હતુ.

Cricket / ઈંગ્લેન્ડ વિરુદ્ધ ચોથી ટેસ્ટ મેચમાં અશ્વિન તોડી શકે છે મોટો રેકોર્ડ, જાણો કયો?

આપને જણાવી દઇએ કે, રાજસ્થાનનાં સાચોર જિલ્લાનાં જાખલ ગામ પંચાયતમાં શાળા લોકાર્પણ પ્રસંગે ભારતીય ક્રિકેટર પૂર્વ કપ્તાન મહેન્દ્રસિંહ ધોનીએ હાજરી આપી હતી. અહી વન અને પર્યાવરણ મંત્રી સુખરામ બિસનોઇ, સાંસદ દેવજી પટેલે પણ સ્કૂલનાં લોકાર્પણ વિધિમાં હાજરી આપી હતી. ભારતીય ક્રિકેટ ટીમનાં પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની પહોંચ્યા ત્યારે તેમને જોવા માટે લોકોનાં ટોળેટોળા ઉમટી પડ્યા હતા. યુવાવર્ગનાં લોકપ્રિય ક્રિકેટરને જોવા માટે લોકોની પડાપડી થતા પોલિસને નાછૂટકે ધોકા વાળી કરવી પડી હતી.

Cricket / ટીમ ઈન્ડિયાનાં ઝડપી બોલર જસપ્રીત બુમરાહ જલ્દી જ લગ્નગ્રંથીથી જોડાશે

ઉલ્લેખનીય છે કે, ધોની આજે પણ તેના ફેન્સ માટે નંબર વન છે. તે હાલમાં ભારતીય  ટીમનો હિસ્સો નથી પરંતુ તેમ છતા તેમની લોકપ્રિયતામાં કોઇ કમી આવી નથી. ધોની ભલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સન્યાસ લીધો હોય પણ તેઓ IPL માં ચેન્નઇની ટીમને લીડ કરતા જોવા મળે છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ