Viral video/ ‘નાચ મેરી રાની’ સોંગ પર મહિરા શર્માએ કર્યો જબરદસ્ત ડાન્સ, જુઓ

મહિરા શર્માના આ ડાન્સ વીડિયોને ચાહકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. તે જ સમયે, નોરા ફતેહી અને ગુરુ રંધાવાના વીડિયોને અત્યાર સુધીમાં 45 મિલિયનથી વધુ વ્યૂ મળી ચૂક્યા છે.

Videos
a 142 'નાચ મેરી રાની' સોંગ પર મહિરા શર્માએ કર્યો જબરદસ્ત ડાન્સ, જુઓ

બોલિવૂડની ડાન્સ ક્વીન નોરા ફતેહીનું તાજેતરમાં રિલીઝ થયેલ ગીત ‘નાચ મેરી રાની’ સોશિયલ મીડિયા પર છવાયેલું છે. ગુરૂ રંધાવાના ‘નાચ મેરી રાની’ ગીતથી નોરા ફતેહીએ યુટ્યુબ પર હંગામો મચાવ્યો છે. સોશિયલ મીડિયા પર ચાહકો અને સેલેબ્સ પણ આ ગીત પર પોતાના ડાન્સ મૂવ્સ બતાવી રહ્યા છે. બિગ બોસમાં જોવા મળી રહેલી મહિરા શર્માએ પણ આ ગીત પર લટકા-ઝટકા બતાવ્યા હતા, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર છવાયેલો છે.

આ પણ વાંચો : ‘ધ વ્હાઇટ ટાઇગર’માં પ્રિયંકા-રાજકુમાર પર ભારે પડી ગૌરવ આદર્શની એક્ટિંગ

મહિરા શર્માના આ ડાન્સ વીડિયોને ચાહકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. તે જ સમયે, નોરા ફતેહી અને ગુરુ રંધાવાના વીડિયોને અત્યાર સુધીમાં 45 મિલિયનથી વધુ વ્યૂ મળી ચૂક્યા છે.

Instagram will load in the frontend.

આપને જણાવી દઇએ કે નોરા ફતેહી પોતાના ડાન્સથી દર્શકોના દિલો પર જાદુ કરી રહી છે અને ફરી એકવાર આ ગીત સાથે તે પ્રેક્ષકોની સામે પોતાનો જલવો બતાવી રહી છે. નોરાના આ વીડિયોને રિલીઝ થયાના થોડા કલાકોમાં જ 1.1 કરોડ વ્યૂ મળી ગયા છે. આ ગીતને યુટ્યુબની ટ્રેડિંગ લિસ્ટમાં પણ સમાવવામાં આવ્યું હતું. ગીતના સંગીતકાર તનિષ્ક બાગચી છે.

Instagram will load in the frontend.

આ પણ વાંચો : આ તસ્વીરોમાં સ્ટાઇલિશ જોવા મળી રશ્મિ દેસાઇ, સોશિયલ મીડિયા પર છવાયો આ લૂક

વીડિયોમાં, નોરા ફતેહી રોબોટની જેમ નજર આવી રહી છે, જે ગુરુની ધૂન પર થિરકતી જોવા મળે છે. વીડિયો બોસ્કો માર્ટિસ દ્વારા કોરિયોગ્રાફ કરવામાં આવ્યું છે અને આ ગીત નિકિતા સાથે ગુરુએ ગાયું છે.