Not Set/ મહીસાગર ભાજપ પ્રમુખ દશરથસિંહ બારીયાએ મહારાણા પ્રતાપ ની જન્મ જયંતી ઉપર વાટ્યો ભાંગરો,  આપી શ્રદ્ધાંજલિ

મહીસાગર ભાજપના પ્રમુખ દશરથસિંહ બારીયાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છે અને મહારાણા પ્રતાપ ની જન્મ જયંતી ઉપર તેમને શ્રધ્ધાંજલિ પાઠવી છે. જેને લઇ  લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. ત

Ahmedabad Gujarat
dasharath sinh 1 મહીસાગર ભાજપ પ્રમુખ દશરથસિંહ બારીયાએ મહારાણા પ્રતાપ ની જન્મ જયંતી ઉપર વાટ્યો ભાંગરો,  આપી શ્રદ્ધાંજલિ

નેતાઓ વારંવાર જાહેર ની અંદર પોતાના જ્ઞાનનો ભાંગરો વાટતા જોવા મળતા હોય છે તેવામાં મહીસાગર ભાજપ પ્રમુખે પણ પોતાના અધૂરા જ્ઞાનનો જાહેરમાં ભાંગરો વાટયો છે આજરોજ મહારાણા પ્રતાપ જન્મ જયંતી નિમિત્તે તેમને સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરી અને શ્રદ્ધાંજલિ પાઠવી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર મહીસાગર ભાજપના પ્રમુખ દશરથસિંહ બારીયાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છે અને મહારાણા પ્રતાપ ની જન્મ જયંતી ઉપર તેમને શ્રધ્ધાંજલિ પાઠવી છે. જેને લઇ  લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. તમણે સોશિયલ મીડિયા ઉપર મહારાણા પ્રતાપ ના ફોટા સાથે લખ્યું છે કે મોગલ સલ્તનતને તાબે ન થનાર મેવાડના રાજવી, ધર્મ રક્ષક, પરમ વીર યોદ્ધા,  પરાક્રમી મહા યોદ્ધા મહારાણા પ્રતાપ ને કોટી કોટી નમન રાજસ્થાન રાજ્યમાં આવેલા મેવાડના મુકુટ મહારાણા પ્રતાપ ની 481 જયંતિ ઉપર તેઓને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ…

dasharath sinh મહીસાગર ભાજપ પ્રમુખ દશરથસિંહ બારીયાએ મહારાણા પ્રતાપ ની જન્મ જયંતી ઉપર વાટ્યો ભાંગરો,  આપી શ્રદ્ધાંજલિ

આમ જિલ્લા પ્રમુખ દ્વારા મેવાડના મુકુટ સમાન મહારાણા પ્રતાપને  જન્મ જયંતી ઉપર શ્રધ્ધાંજલિ પાઠવી દશરથ બારીયા લોકોમાં હાંસીને પાત્ર બન્યા છે તો લોકોનો તેમની ઉપર ભારોભાર રોષ પણ  જોવા મળી રહ્યો છે