building collapsed/ અમરાવતીમાં મોટો અકસ્માત: જૂની ઈમારત ધરાશાયી થતાં ચારનાં મોત, ઘણા લોકો ફસાયા હોવાની આશંકા

અમરાવતીના પ્રભાત ટોકીઝ સિનેમા વિસ્તારમાં બની હતી. ઘટનાની માહિતી મળતા જ પાલિકા પ્રશાસન અને પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.

Top Stories India
ઈમારત

મહારાષ્ટ્રના અમરાવતીમાં એક જૂની ઈમારત ધરાશાયી થઇ હોવાની ઘટના રવિવારે (30 ઓક્ટોબર) સામે આવી છે. આ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા છે અને ત્રણથી ચાર લોકો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા છે. આ ઘટના અમરાવતીના પ્રભાત ટોકીઝ સિનેમા વિસ્તારમાં બની હતી. ઘટનાની માહિતી મળતા જ પાલિકા પ્રશાસન અને પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. યુદ્ધના ધોરણે બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે.

મળતી માહિતી મુજબ આ ઈમારત ઘણા વર્ષો જૂની હતી. આ ઈમારતનું નામ રાજદીપ બાગ હાઉસ છે. બિલ્ડિંગનો કાટમાળ હટાવવાની કામગીરી ચાલી રહી છે. કાટમાળમાંથી અત્યાર સુધીમાં બે લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

દુકાનદાર અને સ્થાનિક રહેવાસી જીતેન્દ્ર સિંહે જણાવ્યું કે આજે જે ઈમારત પડી તે 80 વર્ષ જૂની છે. આ બિલ્ડીંગમાં રહેતા તમામ લોકોને ઈમારત ખાલી કરવાની સલાહ આપવામાં આવી હતી કારણ કે ઈમારત ધરાશાયી થવાનો ભય છે, પરંતુ લોકોએ તેની વાત સાંભળી ન હતી.

આ પણ વાંચો:રોહિત શર્માએ મેદાનમાં ઉતરતાની સાથે જ રચ્યો ઈતિહાસ, T20 વર્લ્ડ કપમાં આવું કરનાર પ્રથમ ખેલાડી બન્યો

આ પણ વાંચો: PM મોદીએ ગુજરાતને આપી વધુ એક ભેટ, વડોદરામાં C-295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનો કર્યો શિલાન્યાસ

આ પણ વાંચો:થંભી જશે રેલ, વીજળી માટે ઝંખશે લોકો, PAKને બરબાદીના આરે લઇ આવ્યું ચીને