West Bengal/ CM મમતા બેનર્જીની સુરક્ષામાં બેદરકારી બાદ મોટો ફેરફાર, આ IPS બન્યા CMના સુરક્ષા ઈન્ચાર્જ

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની સુરક્ષામાં મોટી ખામી બાદ તેમની સુરક્ષા વ્યવસ્થામાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. તેમના સિક્યોરિટી ઈન્ચાર્જ વિવેક સહાયે સીએમ સુરક્ષાના ચાર્જમાંથી રાજીનામું આપી દીધું છે

Top Stories India
9 9 CM મમતા બેનર્જીની સુરક્ષામાં બેદરકારી બાદ મોટો ફેરફાર, આ IPS બન્યા CMના સુરક્ષા ઈન્ચાર્જ

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની સુરક્ષામાં મોટી ખામી બાદ તેમની સુરક્ષા વ્યવસ્થામાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. તેમના સિક્યોરિટી ઈન્ચાર્જ વિવેક સહાયે સીએમ સુરક્ષાના ચાર્જમાંથી રાજીનામું આપી દીધું છે અને તેમના સ્થાને આઈપીએસ પિયુષ પાંડેને સીએમ સુરક્ષા ઈન્ચાર્જ બનાવવામાં આવ્યા છે અને તેમને નવી જવાબદારી સોંપવામાં આવી છે. અન્ય  IPS મનજ વર્મા પીયૂષને CM નિવાસની સુરક્ષામાં મદદ કરશે.

ઉલ્લેખનીય છે કે શનિવારે રાત્રે લગભગ એક વાગ્યે કોલકાતાના કાલીઘાટમાં સીએમ મમતા બેનર્જીના આવાસમાં એક શંકાસ્પદ વ્યક્તિ ઘુસ્યો હતો. જો કે, તેને જોતા જ સુરક્ષાકર્મીઓએ તેને પકડીને કાલીઘાટ પોલીસને હવાલે કર્યો, આ મોટી બેદરકારી સામે આવી છે. મુખ્યમંત્રીની સુરક્ષામાં આ બેદરકારીને ગંભીરતાથી લઈને આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.

કોલકાતાના કાલીઘાટમાં શનિવારે રાત્રે એક અજાણ્યો વ્યક્તિ મમતા બેનર્જીના ઘરમાં ઘૂસ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, વ્યક્તિને કસ્ટડીમાં લઈને પૂછપરછ કરવામાં આવી રહી છે. સીએમ આવાસમાં પ્રવેશવા પાછળના તેમના ઈરાદા વિશે માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. કાલીઘાટના આવાસમાં ઘૂસેલા વ્યક્તિ પાસે લોખંડનો સળિયો પણ હતો. પોલીસે મંગળવારે આ જાણકારી આપી હતી.

પોલીસના એક અધિકારીએ જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે હાફિઝ-ઉલ-મુલ્લા નામનો વ્યક્તિ રવિવારે મોડી રાત્રે મમતા બેનર્જીના ઘરની દિવાલ તોડીને ઘૂસી ગયો હતો અને એક હોલની સામે બેઠો હતો જ્યાં મમતા બેનર્જી પ્રેસ કોન્ફરન્સ કરે છે. સોમવારે સવારે સુરક્ષાકર્મીઓએ તેને જોયો અને તેને પકડી લીધો.