Gujarat election 2022/ મહુવામાં ભાજપમાં મોટો કડાકો: સુતા શિવભાઈને ટિકિટ ન અપાતા કાર્યકરોનો વિરોધ

મહુવા ભાજપ તાલુકા સંગઠન શહેર સંગઠન મહુવા ભાજપના તમામ ચૂંટાયેલા નગર પાલિકા અને તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના તમામ મોરચાના સભ્યોએ રાજીનામા આપ્યા છે

Top Stories Gujarat
Mahua મહુવામાં ભાજપમાં મોટો કડાકો: સુતા શિવભાઈને ટિકિટ ન અપાતા કાર્યકરોનો વિરોધ

નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના તમામ સભ્યોના રાજીનામા

મહુવા ભાજપ તાલુકા સંગઠન શહેર સંગઠન મહુવા ભાજપના તમામ ચૂંટાયેલા નગર પાલિકા અને તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના તમામ મોરચાના સભ્યોએ રાજીનામા આપ્યા છે.તળાજા ના ઉમેદવાર શિવાભાઈ ને ટિકિટ આપતા રોષ પ્રવર્તે છે. મહુવા ગત ટર્મના ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના મંત્રી રાધવ ભાઈ મકવાણાને ટિકિટ ન મળતાં તમામ ટીમે સામૂહિક રાજીનામાં આપ્યા છે.

નગરપાલિકાના સભ્યો 24 તાલુકા પંચાયતના 18 સભ્યોએ રાજીનામા આપ્યા. જિલ્લા પંચાયતના મહુવા વિધાનસભાના ચાર સભ્યોએ રાજીનામા આપ્યા. મહુવા તાલુકા શહેર અને ગ્રામ્યની ટીમ તેમજ તમામ સંગઠનો અને છ મોરચા સહિત અંદાજીત 1000 કાર્યકરો રાજીનામા આપશે. તમામ ટીમ જિલ્લાના પ્રમુખને રાજીનામા દેવા શિહોર જવા રવાના થયા છે.