મોટા સમાચાર/ સંસદની સુરક્ષામાં મોટી ચૂક, લોકસભાની કાર્યવાહી દરમિયાન પ્રેક્ષક ગેલેરીમાંથી બે લોકો કૂદ્યા, હાથમાં હતા ટીયર ગેસ

સંસદમાં આજે અરાજકતા સર્જાઈ હતી જ્યારે બે અજાણ્યા વ્યક્તિ પ્રેક્ષક ગેલેરીમાંથી અચાનક ગૃહમાં ઘુસી ગયો હતો. આ ઘટના એવા સમયે બની છે જ્યારે આજે દેશની સંસદ પર હુમલાની 22મી વરસી છે.

Top Stories India
સુરક્ષામાં મોટી ચૂક

સંસદની સુરક્ષામાં મોટી ચૂકનો મામલો સામે આવ્યો છે. પ્રેક્ષક ગેલેરીમાંથી એક અજાણ્યો વ્યક્તિ ગૃહમાં કૂદી પડ્યો. આ મામલો એવા સમયે સામે આવ્યો છે જ્યારે આજે સંસદ પર હુમલાની 22મી વર્ષગાંઠ છે.કોંગ્રેસ સાંસદ અધીર રંજન ચૌધરીએ કહ્યું કે, બે યુવકો પ્રેક્ષક ગેલેરીમાંથી કૂદ્યા અને તેમના દ્વારા કંઈક ફેંકવામાં આવ્યું, જેના કારણે ગેસ નીકળી રહ્યો હતો. સાંસદોએ તેને પકડી લીધો અને સુરક્ષાકર્મીઓ તેને બહાર લઈ ગયા. ગૃહની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. આ ચોક્કસપણે સુરક્ષા ભંગ છે કારણ કે આજે આપણે 2001 માં તેમના જીવનનું બલિદાન આપનાર લોકોની પુણ્યતિથિ ઉજવી રહ્યા છીએ.

કહેવામાં આવી રહ્યું છે કે કાર્યવાહી દરમિયાન જે બે લોકો પ્રવેશ્યા તેમાંથી એકનું નામ સાગર છે. બંને સાંસદના નામે લોકસભા મુલાકાતી પાસ પર આવ્યા હતા. સાંસદ દાનિશ અલીએ જણાવ્યું કે બંને લોકો મૈસૂરથી બીજેપી સાંસદ પ્રતાપ સિંહાના નામે લોકસભા વિઝિટર પાસથી આવ્યા હતા.

Untitled 10 2 સંસદની સુરક્ષામાં મોટી ચૂક, લોકસભાની કાર્યવાહી દરમિયાન પ્રેક્ષક ગેલેરીમાંથી બે લોકો કૂદ્યા, હાથમાં હતા ટીયર ગેસ

કોંગ્રેસ સાંસદ અધીર રંજન ચૌધરીએ કહ્યું કે, બે યુવકો પ્રેક્ષક ગેલેરીમાંથી કૂદ્યા અને તેમના દ્વારા કંઈક ફેંકવામાં આવ્યું, જેના કારણે ગેસ નીકળી રહ્યો હતો. સાંસદોએ તેને પકડી લીધો અને સુરક્ષાકર્મીઓ તેને બહાર લઈ ગયા. ગૃહની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. આ ચોક્કસપણે સુરક્ષા ભંગ છે કારણ કે આજે આપણે 2001 માં તેમના જીવનનું બલિદાન આપનાર લોકોની પુણ્યતિથિ ઉજવી રહ્યા છીએ.


whatsapp ad White Font big size 2 4 સંસદની સુરક્ષામાં મોટી ચૂક, લોકસભાની કાર્યવાહી દરમિયાન પ્રેક્ષક ગેલેરીમાંથી બે લોકો કૂદ્યા, હાથમાં હતા ટીયર ગેસ


આ પણ વાંચો:ત્રણ રાજ્યોમાં શાનદાર જીત, હવે ગુજરાતમાં લોકસભા ચૂંટણીની તૈયારીમાં વ્યસ્ત ભાજપ

આ પણ વાંચો:અમદાવાદ મેટ્રો 13 ડિસેમ્બરે ત્રણ કલાક માટે રહેશે બંધ, આ છે મુખ્ય કારણ

આ પણ વાંચો:મોરબી જિલ્લા મહિલા દૂધ ઉત્પાદક સંઘની ચૂંટણીમાં હળવદની બંને બેઠકો બિનહરીફ

આ પણ વાંચો:હેલિકોપ્ટરમાં જાન લઈને પહોંચ્યો ગુજ્જુ વરરાજો, લોકોમાં સર્જાયું ભારે કુતુહલ