Recipe/ ઘરે બનાવો આ સ્પેશ્યલ કુલચા, ઉત્તર ભારતમાં ફેમસ છે આ ડિશ

જો તમે આ કુલચાને સવારમાં ગરમા-ગરમ ચા સાથે ખાશો તો ચોક્કસથી આખો દિવસ તાજગીમય પસાર થશે. કુલચા એ ઉત્તર ભારતીય ભોજન છે.

Food Lifestyle
Untitled 178 ઘરે બનાવો આ સ્પેશ્યલ કુલચા, ઉત્તર ભારતમાં ફેમસ છે આ ડિશ

જો તમે આ કુલચાને સવારમાં ગરમા-ગરમ ચા સાથે ખાશો તો ચોક્કસથી આખો દિવસ તાજગીમય પસાર થશે. કુલચા એ ઉત્તર ભારતીય ભોજન છે. સામાન્ય ભાષામાં કહીએ તો તે એક જાતની રોટીનો પ્રકાર છે. ઉત્તર ભારતમાં મટર કુલચા ખુબ જ ખાવામાં આવે છે.

Untitled 179 ઘરે બનાવો આ સ્પેશ્યલ કુલચા, ઉત્તર ભારતમાં ફેમસ છે આ ડિશ

સામગ્રી

2 કપ મેંદો
-1 ટેબલ સ્પૂન દહીં
-1/4 ટી સ્પૂન ખાવાનો સોડા
-1 ટી સ્પૂન ખાંડ
-1/2 કપ દૂધ
-મીઠું સ્વાદાનુસાર

200 ગ્રામ પનીર
-1 ટી સ્પૂન લાલ મરચું પાવડર
-1/2 ટી સ્પૂન ચાટ મસાલો
-મીઠું સ્વાદાનુસાર

Untitled 180 ઘરે બનાવો આ સ્પેશ્યલ કુલચા, ઉત્તર ભારતમાં ફેમસ છે આ ડિશ

બનાવવાની રીત

સૌપ્રથમ મેંદાના લોટમાં મીઠું, દહીં, સોડા, ખાંડ અને દૂધ નાખીને બરાબર મિક્સ કરીને કણક જેવો કુલચાનો લોટ તૈયાર કરી લો. લોટને કપડામાં ઢાંકીને લગભગ કલાક સુધી ઢાંકીને મૂકી રાખો. ત્યાં સુધીમાં સ્ટફિંગ માટે પનીર તૈયાર કરી લો. તેના માટે એક બાઉલમાં પનીરને મસળી લો. તેમાં લાલ મરચું, ચાટ મસાલો અને મીઠું નાખીને બરાબર મિક્ષ કરી લો. હવે તૈયાર કરેલા કુલચાના લોટમાંથી નાના-નાના લુઆ કરી લો. તેમાંથી નાની પૂરી જેવું તૈયાર કરો. તૈયાર થયેલી પૂરીમાં વચ્ચે પનીરનું સ્ટફિંગ મૂકીને તેમાંથી ફરી બોલ તૈયાર કરી લો. આ બોલને પાંચ મિનિટ માટે એક બાજુ પર મૂકી રાખો. હવે આ બોલને અટામણમાં રગદોળીને તેમાંથી ગોળ પરાઠા વળી લો. હવે આ કુલચાને બેકિંગ ટ્રેમાં મૂકી દો. તેના પર થોડું પાણી અને લાલ મરચું પાવડર છાંટો. આ કુલચાને પ્રીહિટેડ ઓવનમાં પાંચથી સાત મિનિટ માટે બેક કરી લો. ગરમા-ગરમ કુલચાને બટર લગાવીને સર્વ કરો.

Untitled 181 ઘરે બનાવો આ સ્પેશ્યલ કુલચા, ઉત્તર ભારતમાં ફેમસ છે આ ડિશ

આ પણ વાંચોઃ Sisodiya-Custody/ મનીષ સિસોદિયાની જ્યુડિસિયલ કસ્ટડી 12 મે સુધી લંબાવાઈ

આ પણ વાંચોઃ સ્પેસ ટેન્કર/ લો હવે વારંવાર ઉપગ્રહ મોકલવાનો ખર્ચ બચશે, સ્પેસમાં જ ખૂલશે ‘પેટ્રોલ પમ્પ’

આ પણ વાંચોઃ Rcapital-LIC-EPFO/ અનિલ અંબાણીની કંપનીમાં ડૂબી જશે LIC અને EPFOના પૈસા!