Recipe/ ગણેશોત્સવ પર ગણપતિ બાપ્પા માટે બનાવો સ્વાદિષ્ટ મોદક, જાણી લો રેસીપી

ગણેશ મહોત્સવ દરમિયાન બાપ્પાને રોજ અલગ-અલગ પ્રકારની પ્રસાદી ધરાવવામાં આવે છે. એક દિવસ ચૂરમાના લાડુ, એક દિવસ મોદક, મોદક ગણેશજીનો પ્રિય પ્રસાદ.

Food Lifestyle
મોદક

દર વખતે ગણેશોત્સવનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે. ગણેશ મહોત્સવ દરમિયાન બાપ્પાને રોજ અલગ-અલગ પ્રકારની પ્રસાદી ધરાવવામાં આવે છે. એક દિવસ ચૂરમાના લાડુ, એક દિવસ મોદક, એક દિવસ મોતીચૂરના લાડુ. મોદક ગણેશજીનો પ્રિય પ્રસાદ છે. ત્યારે તમે અલગ-અલગ પ્રકારના મોદકનો ભોગ તેમને ધરાવી શકો છો.

સામગ્રી

200 ગ્રામ મેદો

દળેલી ખાંડ 200ગ્રામ

કોપરાનું છીણ 200ગ્રામ

ઈલાયચીનો ભૂકો બે ચમચી

કતરેલા કાજુ બદામ અડધો કપ

કિશમિશ અડધો કપ

મોણ માટે એક ચમચો તેલ

તળવા માટે ઘી

આ પણ વાંચો : માત્ર સારવારમાં જ નહીં, ફિઝીયોથેરાપી દુઃખાવામાં પણ ખેલાડીઓને ફિટ રાખવામાં મદદરૂપ બને છે

બનાવવાની રીત

મેદામાં તેલનુ મોણ નાખીને તેનો રોટલી જેવો લોટ બાંધીને અડધો કલાક સુધી મૂકી રાખો. હવે કોપરાના છીણમાં દળેલી ખાંડ, ઈલાયચીનો ભૂકો, કાજુ-બદામ કતરેલા, કિશમિશ નાખીને તેને મિક્સ કરી લો.

ત્યાર બાદ અડધો કલાક થઇ જાય પછી લોટના લૂઆ કરો. દરેક લૂઆની મધ્યમ આકારની પૂરી વણો.

પછી આ પૂરીમાં ખાંડ અને કોપરાનું મિશ્રણ ભરીને તેને મોદકનો આકાર આપો.

આ રીતે બધા  મોદક તૈયાર કરો. એક કઢાઈમાં ઘી ગરમ કરી લો. ગેસ ધીમો કરી થોડા થોડા કરીને બધા મોદક તળી લો. તૈયાર છે મોદક.

આ પણ વાંચો :ઓશિકા વગર ઊંઘવાથી થાય છે અનેક લાભ, જાણી લો તમે પણ ..

આ પણ વાંચો :વિજ્ઞાનના વિષયોની જેમ જ અર્થશાસ્ત્ર કારકિર્દી માટે બેસ્ટ છે

આ પણ વાંચો :હાર્ટએટેક આવતા પહેલા શરીરમાં આટલા સંકેતો દેખાવા લાગે છે, જાણી લો તમે પણ