meeting/ રાષ્ટ્રપતિની ચૂંટણીને લઈને મમતા બેનર્જીએ આવતીકાલે બોલાવી વિપક્ષની બેઠક, કોંગ્રેસ પણ થશે સામેલ

તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના વડા અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સંયુક્ત રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર અંગે ચર્ચા કરવા માટે 15 જૂને વિપક્ષની બેઠક બોલાવી છે

Top Stories India
6 2 2 રાષ્ટ્રપતિની ચૂંટણીને લઈને મમતા બેનર્જીએ આવતીકાલે બોલાવી વિપક્ષની બેઠક, કોંગ્રેસ પણ થશે સામેલ

તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના વડા અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સંયુક્ત રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર અંગે ચર્ચા કરવા માટે 15 જૂને વિપક્ષની બેઠક બોલાવી છે. આ બેઠક માટે મમતા બેનર્જી મંગળવારે દિલ્હી પહોંચ્યા હતા. જયારે બુધવારે યોજાનારી બેઠક પહેલા, સીએમ મમતા બેનર્જીએ આજે ​​દિલ્હીમાં મહારાષ્ટ્રના નેતા શરદ પવાર સાથે મુલાકાત કરી. શરદ પવાર અને મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસ પાર્ટી (TMC) એ મીટિંગના ફોટા ટ્વિટર પર શેર કર્યા છે.

બેઠક અંગે શરદ પવારે કહ્યું કે મમતા બેનર્જી આજે દિલ્હીમાં મારા નિવાસસ્થાને મને મળ્યા હતા. અમે અમારા દેશને લગતા વિવિધ મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરી હતી. જયારે તૃણમૂલ કોંગ્રેસે લખ્યું કે બંને દિગ્ગજ નેતાઓએ આવતીકાલે યોજાનારી તમામ પ્રગતિશીલ વિપક્ષી દળોની બેઠક માટે મંચ તૈયાર કર્યો. વિભાજનકારી શક્તિઓ સામે લડવાનો અમારો સંકલ્પ વધુ મજબૂત બને છે. બંગાળના મુખ્યમંત્રીએ બેઠક માટે લગભગ 22 પક્ષોને બોલાવ્યા છે. આ બેઠક તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનર્જી દિલ્હીના કોન્સ્ટિટ્યૂશનલ ક્લબમાં યોજશે.

નોંધનીય છે કે મમતા બેનર્જીએ જે 22 નેતાઓને પત્ર લખ્યો છે તેમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને CPI(M)ના મહાસચિવ સીતારામ યેચુરીનો સમાવેશ થાય છે. આ બેઠકમાં કોંગ્રેસના નેતાઓ પણ હાજરી આપશે. મલ્લિકાર્જુન ખડગે, જયરામ રમેશ અને રણદીપ સુરજેવાલા બેઠકમાં પક્ષનું પ્રતિનિધિત્વ કરશે.