Not Set/ રાષ્ટ્રીય મોરચે મમતા બેનરજીનું કદ વધી રહ્યું છે

લડાયક સ્વભાવ અને મક્કમતાના સહારે તેમણે આ સ્થાન મેળવ્યું છે, કોંગ્રેસને તોડીને પોતાના પક્ષને મજબૂત બનાવ્યું તેમાં કશું નવું નથી, ભૂતકાળમાં કોંગ્રેસે સામેના વિપક્ષોને તોડ્યા છે અત્યારે ભાજપ પણ આજ કારણે મજબૂત બન્યો છે

India
amazone 5 રાષ્ટ્રીય મોરચે મમતા બેનરજીનું કદ વધી રહ્યું છે

પશ્ચિમ બંગાળમાં ત્રણ બેઠકોની પેટા ચૂંટણીમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ ભાજપના ઉમેદવાર અને વકિલ પ્રિયંકા ટીબરેવાલને ૫૮૦૦ કરતાં વધુ મતે હરાવી વિજય પ્રાપ્ત કર્યો છે. મતદાન ઓછું થયું ત્યારે પરિણામ અંગે અટકળો શરૂ થઈ હતી. જાે કે અત્યાર સુધીમાં મુખ્યમંત્રીઓ ચૂંટણી કે પેટાચૂંટણી ભાગ્યે જ હારે છે. ૧૯૭૦માં ઉત્તરપ્રદેશના સંસ્થા કોંગ્રેસવાળા મુખ્યમંત્રી પેટાચૂંટણી હાર્યા હતાં. રાષ્ટ્રપતિ શાસનના કારણે પૂર્વ મુખ્યમંત્રીઓ હારવાના દાખલા છે. ગુજરાતમાં પણ ચીમનભાઈ પટેલ હાર્યા હતાં. બાકી કોઈ દાખલા ભાગ્યે જ જાેવા મળે છે. પૂર્વ મુખ્યમંત્રી હારે છે. વર્તમાન ક્યારેય પેટાચૂંટણીમાં હારતા નથી. ગુજરાતમાં ટૂંકા ગાળા માટે મુખ્યમંત્રી રહેનાર ઘનશ્યામભાઈ ઓઝા ૧૯૭૨માં અને શંકરસિંહ વાઘેલા ૧૯૯૬માં મુખ્યમંત્રી તરીકે રાધનપુરમાંથી ચૂંટણી જીત્યા હતા. જ્યારે વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પહેલી વખત ૨૦૦૧માં ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારબાદ રાજકોટ-૨ માંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતાં. ટૂંકમાં મુખ્યમંત્રીઓ પેટાચૂંટણી ભાગ્યે જ હારે છે. જાે કે મમતા બેનરજી નંદીગ્રામમાં પશ્ચિમ બંગાળ વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં હારી ગયા ત્યારે મુખ્યમંત્રી હતા જ. જાે કે તેમના પક્ષને તોતીંગ બહુમતી આવી તેથી ટકી રહ્યા. બીજુ કે મમતા બેનરજીનો મુળભુત વિસ્તાર ભવાનીપુર છે. તેઓ નંદીગ્રામમાં પડકાર ઝીલવા જતાં ૧૯૦૦ મતથી પોતાના જુના સાથીદાર સામે હાર્યા. જાે કે હવે ભવાનીપૂર માંથી ત્રીજીવાર જીત મેળવીને મમતા બેનરજીએ ખાતુ સરભર કર્યુ છે.

jio next 5 રાષ્ટ્રીય મોરચે મમતા બેનરજીનું કદ વધી રહ્યું છે

બંગાળમાં ૨૦૧૧ની ચૂંટણીમાં ડાબેરીઓનો ૩૦ વર્ષ જૂનો કિલ્લો ધ્વસ્ત કરીને મુખ્યમંત્રી બનનારા મમતા બેનરજી ૨૦૧૬ની ચૂંટણી એકલા હાથે લડ્યા હતાં. જ્યારે ૨૦૨૨માં પણ એકલા હાથે લડ્યા હતા. આમ સત્તાની હેટ્રીક કરનાર મમતા બેનરજી એક એવા મુખ્યમંત્રી તરીકે ઉપસ્યા છે કે જે ગમે તેવી અને ઘણા નિષ્ણાતો જેને આસૂરી કક્ષાની કહે છે તેવી તાકાત સામે લડીને પણ ચૂંટણી જીતી શકે છે. ભલે પેટા ચૂંટણીમાં મોટો પડકાર નહોતો પણ સામાન્ય ચૂંટણીમાં ટીએમસી સામે ૨૦૦ પ્લસ બેઠકો જીતવાના દાવા સાથે ભાજપે મોટી ફોજ ઉતારી હતી. ૨૦થી વધુ પ્રધાનોએ બંગાળમાં ધામા નાખ્યા હતા. વડાપ્રધાને ૩૦ અને ગૃહમંત્રીએ ૫૦થી વધુ રેલી રોડ શો કર્યા હતા. આમ છતાં મમતા બેનરજીએ સત્તા મેળવી અને હવે પેટા ચૂંટણીમાં જીત સાથે સત્તા જાળવી રાખી છે.

MAMATA રાષ્ટ્રીય મોરચે મમતા બેનરજીનું કદ વધી રહ્યું છે
છેલ્લા થોડા સમયથી ભાજપ સામે મજબૂત વિપક્ષ ઉભો કરવા માટે મથી રહેલા મમતા બેનરજીનું કદ આ પેટાચૂંટણીના પરિણામ બાદ વધ્યું છે. ઘણા પરિબળો કહે છે કે મુસ્લિમોના કારણે મમતા જીતે છે. પરંતુ ભવાનીપુરમાં તો માત્ર ૨૦ ટકા મુસ્લિમો છે. જાે કે ૪૬ ટકા બંગાળીઓ છે. જાે આનું કોઈ નાત-જાતને જાેડ્યા વગર વિશ્લેષણ કરવું હોય તો બંગાળી મતદારોએ મમતાને જીતાડ્યા છે. તેની સાથે પરપ્રાંતિય અને અન્ય મતદારોએ પણ પોતાનો ટેકો આપ્યો છે. મમતાને મળેલા ૮૪ હજાર મત આ વાતનો પુરાવો છે. ટૂંકમાં બંગાળની અસ્મિતા અને લોકશાહી બચાવોનો નારો મમતા બેનરજીને ફળ્યો છે. હિંસાને મુદ્દો બનાવી મમતાને પછાડવા માગનારા પરિબળોના હાથ હેઠાં પડ્યા છે. હવે મમતા બેનરજી અને ટીએમસી અન્ય રાજ્યોમાં આગળ વધશે.

મમતા
મમતા બેનરજી મુળભૂત કોંગેસી છે. જાે કે ઈતિહાસ કહે છે તે પ્રમાણે સામ્યવાદીઓને બાદ કરતાં બાકીના તમામ પક્ષોના મૂળ કોંગ્રેસમાં જ છે. જેમાં ભાજપ પણ આવી જાય છે. ઈતિહાસકાર કહે છે અને આઝાદી પહેલાના અખબારોના ઉલ્લેખો જાેઈએ તો આર.એસ.એસ.ના ઘણા નેતાઓ કોંગ્રેસી જ હતાં. ઘણા વિશ્લેષકોએ પેટા ચૂંટણીના પરિણામ અંગે ટીવી ચેનલો પર ચાલતા વિશ્લેષણ દરમિયાન કહ્યું હતું કે મમતા બેનરજી એક એવા નેતા બની રહ્યા છે કે જે દેશને મજબૂત વિકલ્પ પૂરો પાડી શકે તેમ છે. વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૦૧૨માં સતત ત્રીજીવાર વિધાનસભામાં ભાજપને બહુમતી અપાવનાર નેતા બની સત્તાની હેટ્રીક સર્જી હતી. ૨૦૦૯માં ભાજપને ૧૪૫ બેઠકો સંસદમાં મળી હતી. ભલે ભાજપ એ તે વખતે રાષ્ટ્રીય પક્ષ હતો જ. ચારથી પાંચ રાજ્યોમાં તેનું શાસન હતું. શીવસેના અકાલીદળ, ટીડીપી અને કેટલાક મજબૂત પ્રાદેશીક પક્ષો તેના સાથીદાર હતા અને કોંગ્રેસ સામે ભયંકર કહી શકાય તેવો એન્ટી ઈન્કમ્બન્સી વેવ હતો. ભાવવધારો અને મોંઘવારીના પ્રશ્ને અચ્છે દિનનો વાયદો ચાલી ગયો અને ભાજપ જીત્યુ પરંતુ વિશ્વમાં ભલે વડાપ્રધાન મોદીએ ગમે તેવી નામના મેળવી હોય પરંતુ તેઓ ઘરઆંગણે ધારણા મુજબ શરૂ થયા નથી. ‘અચ્છે દિન’ માત્ર ભાજપ તેના કાર્યકરો અને તેના સમર્થકોના આવ્યા છે. ગણ્યા ગાંઠ્યા ઉદ્યોગપતિઓના આવ્યા છે. વિદેશમાં ગમે તેટલી ખ્યાતિ મળે પણ ધરઆંગણે ભાવવધારો વિક્રમસર્જક સપાટીએ હોય ત્યારે ભૂખ્યા પેટે કે અર્ધ ભૂખ્યા પેટે વિકાસના ગાણા ગવાય નહિ. મમતા બેનરજીએ હવે વ્યાપ વધારવા કવાયત શરૂ કરી છે. આસામમાં સંગઠન બનાવ્યું છે. ત્રિપુરા અને ગોવામાં સંગઠન વિસ્તાર્યું છે. ભલે આ ત્રણેય રાજ્યોમાં કોંગ્રેસના ભોગે કે કોંગ્રેસીઓનો પોતાના પક્ષમાં ભેળવી પોતાની તાકાત વધારી છે. એમ તો સાંસદની ૨૦૧૪ની ચૂંટણી પહેલા ૧૪ કોંગ્રેસી સાંસદોને ભાજપે ખેંચ્યા હતા. ગુજરાતમાં તો ઘણા કોંગ્રેસી નેતાઓ ભાજપમાં ભળી પ્રધાન બન્યા હતા. રૂપાણી પ્રધાનમંડળમાં ૭ પૂર્વ કોંગ્રેસીઓ પ્રધાન હતાં. ભુપેન્દ્રભાઈ પટેલના વર્તમાન પ્રધાનમંડળમાં પણ ત્રણ પૂર્વ કોંગ્રેસી પ્રધાનો તો છે જ.

મમતા દીદી
આ સંજાેગોમાં મતા બેનરજી કોંગ્રેસ સીધો સાથ ન આપે તો કોંગ્રેસીઓને પોતાના પક્ષમાં ખેંચીને પોતાની તાકાત મજબૂત બનાવે તો રાજકારણની રીતે કશું ખોટું નથી. પશ્ચિમ બંગાળમાં ભાજપની ત્રણમાંથી ૭૫ બેઠકો થઈ તેનું કારણ ટીએમસી કોંગ્રેસ અને ડાબેરીઓમાં કરેલી તોડફોડ જ છે તે હકિકત છે અને હવે તો ભાજપમાંથી ટીએમસીમાં ઘરવાપસી કરનારાઓનું લિસ્ટ લાંબુ થયું છે.

સ્પષ્ટ બાબત એ છે કે હવે મમતા ભાજપને પડકારનારા મજબૂત વિપક્ષી નેતા બની રહ્યા છે તે વાત તો હવે મોટાભાગના રાજકીય વિશ્લેષકો તો ઠીક પરંતુ ભાજપના નેતાઓ પણ સ્વીકારે છે. એક વિશ્લેષક કહે છે તે પ્રમાણે મમતા બેનરજી, કેજરીવાલ, શરદ પવાર, જગન મોહન રેડ્ડી અને અન્ય કેટલાક પ્રાદેશીક નેતાઓ એક મંચ પર આવી જાય તો જે કામ ૨૦૧૯માં કોંગ્રેસ ન કરી શકે તે કામ ૨૦૨૪માં ચોક્કસ થઈ શકે છે. ટૂંકમાં એક વાત નોંધવી જ પડે કે મમતા બેનરજીનું કદ વધી રહ્યું છે.

NCBનો દાવો / આર્યન ખાન કોડવર્ડમાં ચેટ કરતો હતો, ફોનમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ સ્મગલિંગના પણ પુરાવા મળ્યા

ક્રુઝ ડ્રગ્સ પાર્ટી / આર્યને દરોડા બાદ આંખોના લેન્સ કવરમાં તો છોકરીઓએ સેનેટરી પેડમાં આ રીતે છુપાવ્યું હતુ ડ્રગ