ગુનો/ પારસી પંચાયતને બદનામ કરવા બોગસ પત્ર વાયરલ કરનારો શખ્સ ઝડપાયો

પારસી પંચાયતને બદનામ કરવા અને ધાર્મિક લાગણીને ઉશ્કેરનારો ઝડપાયો

Surat
23 પારસી પંચાયતને બદનામ કરવા બોગસ પત્ર વાયરલ કરનારો શખ્સ ઝડપાયો

ભારતમાં હાલ કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે અસમાજિક  તત્તવો દ્વારા પારસી પંચાયતને બદનામ કરવા અને ધાર્મિક લાગણીને ઉશ્કેરવા માટે કોઈ અજાણ્યા શખ્સે ગુજરાત હાઈકોર્ટના નામનો બોગસ લેટર સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. જેથી, આ મામલે સુરતની સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. આ ઘટનામાં પોલીસે એક આરોપીને ઝડપી પાડીને વધુ તપાસ હાથ ધરી છે.

સુરતના શાહપોરમાં રહેતા રોહીન્તન બેજનજી મહેતા પારસી પંચાયત ચીફ એક્ઝીક્યુટીવ ઓફિસર તરીકે ફરજ બજાવે છે. તેઓએ સુરતની સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, 21 એપ્રિલથી 23 એપ્રિલ દરમિયાન કોઈ અજાણ્યા શખ્સે સુરત પારસી પંચાયતને બદનામ કરવા તેમજ પારસી કોમની ધાર્મિક લાગણીને ઉશ્કેવારના ઇરાદે નામદાર ગુજરાત હાઇકોર્ટના નામનો બોગસ લેટર બનાવ્યો છે. જેમાં, નામદાર ગુજરાત હાઇકોર્ટના જસ્ટીસ એ.જે.દેસાઇની બનાવટી સહી કરી હતી અને હાઇકોર્ટનો બનાવટી રાઉન્ડ સીલ મારીને સુરત પારસી પંચાયતને મોકલ્યો હતો.

આ લેટરમાં કોઇપણ આધાર કે પ્રમાણિત પુરાવા વગર કોરોના મહામારી આફતના સમયમાં લોકોને ગેરમાર્ગે દોરવાના હેતુથી અતિશયોક્તિ ભર્યો ઓર્ડર કરવામાં આવ્યો હતો. એટલું જ નહી વોટ્સએપ ગ્રૃપમાં પણ વાયરલ કર્યો હતો.

આ મામલે પોલીસે સત્વરે તપાસ કરી અને તપાસ વધુ વેગવંતી બનાવી હતી .અને આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા. નાનપુરા ટીમલીયાવાડ ખાતે રહેતા આરોપી માહિયાર રતનશા પટેલને ઝડપી પાડ્યો હતો.