મુંબઈ/ ધીરુભાઈ અંબાણી સ્કૂલને ઉડાવી દેવાની ધમકી આપનાર વ્યક્તિની ધરપકડ, મોરબીમાંથી ઝડપાયો આરોપી

બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ વિસ્તારમાં આવેલી ધીરુભાઈ અંબાણી સ્કૂલને ગઈકાલે એટલે કે બુધવારે સાંજે લગભગ 4.30 વાગ્યે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી.

Top Stories India
ધીરુભાઈ અંબાણી સ્કૂલને

મુંબઈ (Mumbai) ના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ(Bandra Kurla Complex) વિસ્તારમાં આવેલી ધીરુભાઈ અંબાણી સ્કૂલ (Dhirubhai Ambani School) ને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર આરોપી આખરે ઝડપાઈ ગયો છે. સ્કૂલને ઉડાવી દેવાની ધમકી આપનાર આરોપી વિક્રમ સિંહ (Vikram Singh) ની ગુજરાતના મોરબીમાંથી ધરપકડ કરવામાં આવી છે. મુંબઈ પોલીસે આ માહિતી આપી છે. ધમકી બાદ પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. પોલીસ આરોપીની શોધમાં હતી. આખરે તે પકડાઈ ગયો.

જણાવી દઈએ કે બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ વિસ્તારમાં આવેલી ધીરુભાઈ અંબાણી સ્કૂલને ગઈકાલે એટલે કે બુધવારે સાંજે લગભગ 4.30 વાગ્યે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. આ કેસમાં મુંબઈ પોલીસે આઈપીસીની કલમ 505 (1) (બી) અને 506 હેઠળ કેસ નોંધ્યો હતો.

પોલીસે કહ્યું કે ધમકીના દિવસે જ આરોપીની ઓળખ થઈ હતી. તેની ગુજરાતના મોરબીમાંથી ધરપકડ કરવામાં આવી છે. આરોપીએ ફોન કરીને કહ્યું કે તેણે સ્કૂલમાં ટાઈમ બોમ્બ રાખ્યો છે અને આ સ્કૂલ ટુંક સમયમાં ઉડાવી દેવામાં આવશે. આ પછી તરત જ ફોન કરનારે કોલ ડિસ્કનેક્ટ કરી દીધો.

આરોપીએ તરત જ શાળાના લેન્ડલાઈન નંબર પર બીજીવાર ફોન કર્યો અને ફોન કરનારને જણાવ્યું કે તે ગુજરાતમાંથી ફોન કરી રહ્યો છે અને તે આવું કરી રહ્યો છે જેથી પોલીસ આવીને તેને પકડી લે. જો તે આવું કરશે, તો તે પ્રખ્યાત થશે. બધાનું ધ્યાન તેના પર રહેશે. તે ઈચ્છે છે કે લોકો તેના વિશે થોડું વધારે જાણે. આ પછી તેણે કોલ ડિસ્કનેક્ટ કરી દીધો. સ્કૂલ ઓથોરિટીએ આ અંગે મુંબઈ પોલીસને ફરિયાદ કરી હતી.

આ પણ વાંચો:શ્રીજી ડેરીમાં પોલીસ અને ફૂડ વિભાગના દરોડા, 325 કિલો નકલી ઘીનો જથ્થો કર્યો જપ્ત

આ પણ વાંચો:શ્રીજી ડેરીમાં પોલીસ અને ફૂડ વિભાગના દરોડા, 325 કિલો નકલી ઘીનો જથ્થો કર્યો જપ્ત

આ પણ વાંચો:ગાંધીના ગુજરાતમાં દારૂની રેલમછેલ, વડોદરામાં રિક્ષામાંથી દારૂની બોટલો પડી રસ્તા પર