Not Set/ ભાજપના થયા “જવાહર”

જૂનાગઢ, જવાહર ચાવડા ૧૪મી વિધાનસભા ચુંટણી 2017માં માણાવદર વિધાનસભા વિસ્તારમાં જીત મેળવી હતી. જવાહર ચાવડાએ ભાજપના નીતિન ફળદુને 29763 વોટથી હરાવ્યા હતા. લોકસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસને ઝટકો મળતાની સાથે 15 મહિનામાં કોંગ્રેસના ચાર સભ્યોના રાજીનામા, હજુ વધુ એક કોંગ્રેસના MLA રાજીનામુ આપે તેવી શક્યતા, લોકસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસ માટે એક મોટો ઝટકો સમાન માણાવદરના ધારાસભ્ય […]

Top Stories Gujarat Others Politics
jawahar chavda resign from congress ભાજપના થયા "જવાહર"

જૂનાગઢ,

જવાહર ચાવડા ૧૪મી વિધાનસભા ચુંટણી 2017માં માણાવદર વિધાનસભા વિસ્તારમાં જીત મેળવી હતી. જવાહર ચાવડાએ ભાજપના નીતિન ફળદુને 29763 વોટથી હરાવ્યા હતા.

લોકસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસને ઝટકો મળતાની સાથે 15 મહિનામાં કોંગ્રેસના ચાર સભ્યોના રાજીનામા, હજુ વધુ એક કોંગ્રેસના MLA રાજીનામુ આપે તેવી શક્યતા,

લોકસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસ માટે એક મોટો ઝટકો સમાન માણાવદરના ધારાસભ્ય પદેથી જવાહર ચાવડાએ વિધાનસભા અધ્યક્ષનાઆપ્યું રાજીનામુ. જવાહર ચાવડાના પિતાનું નામ પણ રાજકારણમાં મોટું નામ. ભાજપમાં જોડાઈ શકે છે ધારાસભ્ય જવાહર ચાવડા, સતત ચાર ટર્મથી ધારાસભ્ય તરીકે ચૂંટાતા આવ્યા છે.

વિધાનસભા અધ્યક્ષના નિવાસસ્થાને અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને આપ્યું રાજીનામુ સોપ્યું છે. જવાહર ચાવડા ભાજપમાં જોડાઈ શકે તેવી શક્યતા. આજે સાંજે શપથ લે તેવી શક્યતાસુત્રો ધ્વારા જાણવા મળ્યું છે કે, જવાહર ચાવડા મળી શકે છે  કેબિનેટ મંત્રી પદ, આજે સાંજે શપથ વિધિની સંભાવના.

પ્રાપ્ત માહિતી અનુસાર, મંત્રી મંડળની શપથવિધિ અંગે હજુ અવઢવ, જવાહર ચાવડા કદાચ લોકસભાની ચૂંટણી લડે તેવી શક્યતા, આજે સાંજે વિધિવત ભાજપમાં જોડાશે.

વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે. જવાહર ચાવડાએ સ્વેચ્છાએ આપ્યું રાજીનામુ.  જવાહર ચાવડાએ રાજીનામાનું કોઈ કારણ નથી આપ્યું.

આપને જણાવી દઈએ કે, જવાહર ચાવડા 3 વાગે પહોંચશે કમલમ, જવાહર ચાવડા ભાજપનો ખેસ ધારણ કરી  જવાહર ચાવડા ભાજપમાં જોડાશે, દક્ષિણ ગુજરાતના પ્રવાસે હોવાથી પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી પ્રેસમાં નહીં રહે હાજર, કે. સી. પટેલ અને ભરત પંડ્યા રહેશે હાજર. ભાજપ તરફથી 4 વાગે યોજાશે પ્રેસ કોન્ફરન્સ

વધુ વાંચો:

આંતરકલહથી કંટાળી પક્ષપલટો કરતાં ધારાસભ્યો, માણાવદરના કોંગ્રેસના MLA જવાહર ચાવડા ભાજપમાં જોડાશે