Crime/ માત્ર ગુટખાની ચોરી કરતા ઈસમની ધરપકડ કરતી મણિનગર પોલીસ

શહેરમાં ગુટકા તંબાકુ ચોરીના બનાવો સામને આવતા પોલીસે દરેક પાનના ગલ્લાની આસપાસ વૉચ ગોઠવીને તસ્કરોને પકડવાની તજવીજ હાથ ધરી છે.ગઈ કાલે પણ પાલડી વિસ્તારમાંથી બે ઈસમો ગુટકા તંબાકૂની ચોરી કરતા રંગેહાથે પોલીસની પકડમાં આવી ગયા હતા.પોલીસે બંનેની ધરપકડ કરીને તેમની સામે ગુનો દાખલ કર્યો હતો. આ બનાવ બાદ મણિનગર પોલીસની પણ પ્રસંશનીય કામગીરી સામને આવી […]

Ahmedabad Gujarat
tobacco 21 laws માત્ર ગુટખાની ચોરી કરતા ઈસમની ધરપકડ કરતી મણિનગર પોલીસ

શહેરમાં ગુટકા તંબાકુ ચોરીના બનાવો સામને આવતા પોલીસે દરેક પાનના ગલ્લાની આસપાસ વૉચ ગોઠવીને તસ્કરોને પકડવાની તજવીજ હાથ ધરી છે.ગઈ કાલે પણ પાલડી વિસ્તારમાંથી બે ઈસમો ગુટકા તંબાકૂની ચોરી કરતા રંગેહાથે પોલીસની પકડમાં આવી ગયા હતા.પોલીસે બંનેની ધરપકડ કરીને તેમની સામે ગુનો દાખલ કર્યો હતો. આ બનાવ બાદ મણિનગર પોલીસની પણ પ્રસંશનીય કામગીરી સામને આવી છે.

મણિનગર પોલીસે બાતમીના મળી હતી કે એક કારમાં ચોરી કરેલી સિગરેટના ખોખા લઈને એક ઈસમ ઝઘડિયા બ્રિજ ઉપરથી પસાર થવાનો છે જેથી પોલીસે બાતમીના આધારે બ્રિજ ઉપર વૉચ ગોઠવીંને ઉભા હતા.તે જ દરમિયાન બાતમીના વર્ણન વાળી કાર બ્રિજ ઉપરથી પસાર થતા પોલીસે તે કારને અટકાવીને કારમાં ચેકીંગ કરતા અંદરથી બે ખોખા સિગરેટના (જેની કુલ કિંમત 6500/-) મળી આવ્યા હતા. પોલીસે સિગરેટના ખોખા વિશે યુવક જોડે પુછપરછ કરતા યુવક સીધો જવાબ આપી શક્યો નહતો.

જેથી પોલીસે તે યુવકની અટકાયત કરીને પોલીસ સ્ટેશન લઇ જઈને વધુ પુછપરછ હાથ ધરતા પોલીસને જાણવા મળ્યું હતું કે આરોપીએ શહેરના એલીઝ્બ્રીજ, સાબીરમતી, ચાંદખેડા, શાહીબાગ સહિતના વિસ્તારોમાં ગુટખાની ચોરીઓમાં પકડાઈ ચુક્યો છે અને તેને પાસા પણ થઇ ચુકી છે. આરોપી કિશોર પંચાલની કબૂલાતના આધારે તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ