પ્રહાર/ નસીરુદ્દીન શાહના નિવેદન પર ગુસ્સે થયા મનોજ તિવારી, કહ્યું- કોઈ સમસ્યા હોય તો કોર્ટમાં જઈ શકો છો

નસીરુદ્દીન શાહ પોતાના નિવેદનોને કારણે અવારનવાર ચર્ચામાં રહેતા હોય છે. તાજેતરમાં, કેરેલા સ્ટોરી અંગેના તેમના નિવેદન માટે તેમની ઘણી ટીકા પણ થઈ હતી. ભાજપના નેતા અને અભિનેતા મનોજ તિવારીએ પણ તેમના પર નિશાન સાધ્યું હતું.

Trending Entertainment
નસીરુદ્દીન શાહ

નસીરુદ્દીન શાહ બોલિવૂડના એવા કલાકારોમાંથી એક છે, જે પોતાના મનની વાત ખૂબ જ નિખાલસતાથી કરે છે. આ કારણે કેટલીકવાર તેમના નિવેદનો તેમના પર જ ઉલટા પડતા હોય છે અને તેમને લોકોની ટીકાનો સામનો કરવો પડે છે.ઘણા સ્ટાર્સ બાદ નસીરુદ્દીન શાહે પણ સુદીપ્તો સેન દ્વારા દિગ્દર્શિત ફિલ્મ ‘ધ કેરલા સ્ટોરી’ પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. જેમાં તાજેતરની વાતચીતમાં, તેમને ફિલ્મની સફળતાને એક ખતરનાક ટ્રેન્ડ ગણાવ્યો અને તેની તુલના નાઝી જર્મની સાથે કરી હતી.

તેમના આ નિવેદન પર ભાજપના નેતા અને ભોજપુરી સિનેમાના સુપરસ્ટાર મનોજ તિવારીએ પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરતા અભિનેતા પર નિશાન સાધ્યું છે અને તેના ઈરાદાને યોગ્ય ઠેરવ્યો નથી.

નસીરુદ્દીન શાહના નિવેદન પર ગુસ્સે થયા મનોજ તિવારી

મનોજ તિવારીને જ્યારે નસીરુદ્દીન શાહના ‘ધ કેરલા સ્ટોરી’ પર આપેલા નિવેદન વિશે પૂછવામાં આવ્યું  ત્યારે તેમને એક મીડિયા પોર્ટલ સાથે વાત કરતા અભિનેતાના નિવેદન પર ગુસ્સો વ્યક્ત કર્યો અને કહ્યું, “તે એક સારા અભિનેતા છે,  પરંતુ તેમની નિયત સારી નથી અને આ વાત હું ખુબ જ ભારે મન સાથે કહી રહ્યો છુ,

પોતાની વાતને આગળ વધારતા મનોજ તિવારીએ કહ્યું, ” નસીર સાહેબે પોતાનો અવાજ ત્યારે કેમ ન ઉઠાવ્યો જ્યારે ફિલ્મોમાં બતાવવામાં આવતું હતું કે દુકાન પર બેઠેલો એક રખડતો માણસ ત્યાંથી પસાર થતી મહિલાઓને હેરાન કરતો હતો”. ત્યારબાદ  તેમના મુદ્દા પર ભાર મૂકતા, તેમને કહ્યું કે ‘ધ કેરલા સ્ટોરી’ અને ધ કાશ્મીર ફાઇલ્સ રીયલ સ્ટોરી પર આધારિત ફિલ્મો છે.

naseeruddin%20siddiqui નસીરુદ્દીન શાહના નિવેદન પર ગુસ્સે થયા મનોજ તિવારી, કહ્યું- કોઈ સમસ્યા હોય તો કોર્ટમાં જઈ શકો છો

જો તેમને કોઈ સમસ્યા હોય તો તે કોર્ટમાં જઈ શકે છે – મનોજ તિવારી

નસીરુદ્દીન શાહના નિવેદન પર પોતાનો ગુસ્સો વ્યક્ત કરતાં મનોજ તિવારીએ વધુમાં કહ્યું કે, “જો તેમને કોઈ સમસ્યા હોય તો તેમને કોર્ટમાં જવું જોઈએ. કોઈ પણ બાબત પર ટિપ્પણી કરવી ખૂબ જ સરળ છે. તે જે રીતે પોતાની વાત કહે છે, એ મુજબ તેમને ભારતીય નાગરિક અને એક સારા માણસ હોવની છાપ નથી બનાવી.

manoj%20tiwari%201 નસીરુદ્દીન શાહના નિવેદન પર ગુસ્સે થયા મનોજ તિવારી, કહ્યું- કોઈ સમસ્યા હોય તો કોર્ટમાં જઈ શકો છો

શું હતું નસીરુદ્દીન શાહનું ‘ધ કેરલા સ્ટોરી’ અંગેનું નિવેદન?

નસીરુદ્દીન શાહે  હાલમાં જ એક ખાસ વાતચીત દરમિયાન ધ કેરળ સ્ટોરી વિશે પૂછવામાં આવ્યું ત્યારે નિવેદન આપ્યું હતું કે ભૂમિ, રુમાશા અને ફરાઝ જેવી ત્રણેય જોવાલાયક ફિલ્મો બોક્સ ઓફિસ પર ફ્લોપ ગઈ હતી.

એ ફિલ્મો જોવા કોઈ નહોતું ગયું, પણ જ્યારે ‘ધ કેરલા સ્ટોરી’ બહાર આવી ત્યારે ભારે માત્રામાં લોકો ગયા હતા, પણ મેં હજી સુધી જોઈ નથી. મારો તે ફિલ્મ જોવાનો કોઈ ઈરાદો પણ નથી, કારણ કે તેમને આ ફિલ્મ વિશે ઘણું વાંચી લીધું છે.”

આ પણ વાંચો:આ સેલીબ્રીટી ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવા માટે લે છે કરોડો રૂપિયાનો ચાર્જ

આ પણ વાંચો:અંબાણી પરિવારમાં ફરી ગુંજી કિલકારીઓ, શ્લોકા અને આકાશ બીજી વખત બન્યા માતા-પિતા

આ પણ વાંચો:મલાઈકા અરોરા થઈ પ્રેગ્નન્ટ, અર્જુન કપૂરે કહ્યું આખું સત્ય!

આ પણ વાંચો:સોનાક્ષી સિન્હાએ દરિયા કિનારે ખરીદ્યું આલિશાન ઘર, નવા ઘરમાં શિફ્ટ થતાં જ થઇ હેરાન