Not Set/ #INDvWI : આવતીકાલે ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે રમાશે બીજી વન-ડે

વિશાખાપટ્ટનમ, ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે રમાઈ રહેલી પાંચ વન-ડે મેચની શ્રેણીની બીજી વન-ડે બુધવારે વિશાખાપટ્ટનમ ખાતે રમાશે. ગુહાવટી ખાતે રમાયેલી પ્રથમ મેચમાં શાનદાર વિજય મેળવી ચુકેલી ભારતીય ટીમ હાલ પોતાના શ્રેષ્ઠ ફોર્મમાંથી પસાર થઇ રહી છે, ત્યારે આ વન-ડે મેચમાં પણ વિરાટ બ્રિગેડ પોતાનો વિજયરથ રાખવા માટે મેદાને ઉતરશે. બીજી બાજુ કેરેબિયન ટીમે પ્રથમ […]

Trending Sports
587526 jason holder virat kohli west indies vs india 1 #INDvWI : આવતીકાલે ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે રમાશે બીજી વન-ડે

વિશાખાપટ્ટનમ,

ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે રમાઈ રહેલી પાંચ વન-ડે મેચની શ્રેણીની બીજી વન-ડે બુધવારે વિશાખાપટ્ટનમ ખાતે રમાશે. ગુહાવટી ખાતે રમાયેલી પ્રથમ મેચમાં શાનદાર વિજય મેળવી ચુકેલી ભારતીય ટીમ હાલ પોતાના શ્રેષ્ઠ ફોર્મમાંથી પસાર થઇ રહી છે, ત્યારે આ વન-ડે મેચમાં પણ વિરાટ બ્રિગેડ પોતાનો વિજયરથ રાખવા માટે મેદાને ઉતરશે.

બીજી બાજુ કેરેબિયન ટીમે પ્રથમ વન-ડે મેચમાં ૫૦ ઓવરમાં ૩૨૨ રનનો વિશાળ સ્કોર ખડકયો હતો, પરંતુ ત્યારબાદ પણ તેઓને હારનો સ્વાદ ચાખવો પડ્યો હતો. ત્યારે હવે વેસ્ટ ઇન્ડીઝની ટીમ બીજી વન-ડેમાં પલટવાર કરવાનો કોશિશ કરશે અને શ્રેણી ૧-૧થી સરભર કરવાનો પ્રયાસ કરશે.

વિરાટ કોહલી બનાવી શકે છે સૌથી ઝડપી ૧૦,૦૦૦ રન

1540188858 AP 18294518620098 #INDvWI : આવતીકાલે ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે રમાશે બીજી વન-ડે
sports-#INDvWI-india-west-indies-second-odi-visakhapatnam-match

ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ પ્રથમ વન-ડે મેચમાં શાનદાર સદી ફટકારવાની સાથે જ ૧૪૦ રન બનાવ્યા હતા અને ભારતને એકતરફી જીત અપાવવામાં મહત્વનો ફાળો ભજવ્યો હતો. બીજી વન-ડે મેચમાં કોહલી પોતાના ૧૦,૦૦૦ રન પુરા કરવાથી માત્ર ૮૧ રન દૂર છે.

જો કોહલી આ મેચમાં ૮૧ રન પુરા કરે છે તો તે સૌથી ઝડપી ૧૦,૦૦૦ રન બનાવવાનો રેકોર્ડ પોતાના નામે કરશે અને સચિન તેંડુલકરને પાછળ છોડી દેશે.

tendulkar 435895 #INDvWI : આવતીકાલે ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે રમાશે બીજી વન-ડે
sports-#INDvWI-india-west-indies-second-odi-visakhapatnam-match

સચિન તેંડુલકરે આ પહેલા ૨૫૯ ઇનિંગ્સમાં ૧૦,૦૦૦ રન પૂર્ણ કર્યા હતા, જયારે વિરાટ કોહલીએ માત્ર ૨૦૪ ઇનિંગ્સમાં જ ૯૯૧૯ રન બનાવી ચુક્યો છે, ત્યારે આ મામલે તે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરને પાછળ છોડી શકે છે.