સુરત/ ચોમાસામાં મચ્છરના ઉપદ્રવને ઘટાડવા મનપાનું તંત્ર એક્શનમાં

વરસાદની સિઝનમાં મચ્છરજન્ય રોગચાળો માથું ઊંચકતો હોય છે. ત્યારે મચ્છરજન્ય રોગોના નિયંત્રણ માટે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવે છે.

Top Stories Gujarat Surat
Untitled 12 2 ચોમાસામાં મચ્છરના ઉપદ્રવને ઘટાડવા મનપાનું તંત્ર એક્શનમાં

@અમિત રૂપાપરા 

સુરતમાં ચોમાસામાં મચ્છરજન્ય રોગને લઈ મનપા તંત્ર એક્શનમાં આવ્યું. વેકટર બોન્ડ ડિઝીસ વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી. સુરતમાં તમામ ઝોન વિસ્તારમાં અલગ અલગ જગ્યા પર સર્વે કરાયો.1660 ઓપન પ્લોટમાં તપાસ કરવામાં આવી. 1212 ઓપન પ્લોટમાં વરસાદી પાણીનો ભરાવો જોવા મળ્યો હતો. 15 પ્લોટમાં મચ્છરના બ્રિડિંગ મળતા સ્થળ પર જ તેનો નાશ કરાયો છે. 656 જવાબદારોને વરસાદી પાણીના ભરાવાને લઈ નોટિસ આપવામાં આવી છે. ઉપરાંત 65000 દંડ વસુલવામાં આવ્યો છે.

Untitled 12 3 ચોમાસામાં મચ્છરના ઉપદ્રવને ઘટાડવા મનપાનું તંત્ર એક્શનમાં

વરસાદની સિઝનમાં મચ્છરજન્ય રોગચાળો માથું ઊંચકતો હોય છે. ત્યારે મચ્છરજન્ય રોગોના નિયંત્રણ માટે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવે છે. ત્યારે વાહક જન્ય રોગ નિયંત્રણ વિભાગ દ્વારા મચ્છરજન્ય રોગોના નિયંત્રણ માટે સુરત શહેરના અલગ અલગ ઝોન વિસ્તારમાં ખુલ્લા પ્લોટોમાં જ્યાં જ્યાં વરસાદી પાણીનો ભરાવો થાય છે તે તે જગ્યા ઉપર તપાસ હાથ ધરવામાં આવી હતી.

Untitled 12 4 ચોમાસામાં મચ્છરના ઉપદ્રવને ઘટાડવા મનપાનું તંત્ર એક્શનમાં

સુરત મહાનગરપાલિકાના વાહકજન્ય રોગ નિયંત્રણ વિભાગ દ્વારા શહેરમાં 1660 સ્થળો પર તપાસ હાથ ધરવામાં આવી હતી અને તેમાંથી 1212 ઓપન પ્લોટમાં વરસાદી પાણી ભરાયું હોવાનું જાણવા મળ્યું હતું. તો 15 પ્લોટમાં મચ્છરોના બ્રીડિંગનો નાશ કરવામાં આવ્યો હતો અને 656 જેટલા જવાબદાર ઈસમોને નોટિસ ઇસ્યુ કરી 65 હજાર રૂપિયાનો વહીવટી ખર્ચ પણ વસૂલવામાં આવ્યો હતો.

Untitled 12 5 ચોમાસામાં મચ્છરના ઉપદ્રવને ઘટાડવા મનપાનું તંત્ર એક્શનમાં

આ ઉપરાંત શહેરમાં જે જે ખુલ્લા પ્લોટ માં મચ્છરનો ઉપદ્રવ વધુ જોવા મળ્યો હતો તે જગ્યા ઉપર પાણીમાં માછલી છોડવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી. જેથી કરી શહેરમાં મચ્છરજન્ય રોગોનું ફેલાવો અટકે. સુરત મહાનગરપાલિકાના જંતુનાશક વિભાગના અધિકારીઓ દ્વારા કહેવામાં આવ્યું હતું કે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા અઠવાડિયામાં એક વખત ખુલ્લા પ્લોટો તેમજ બાંધકામ સાઈટો તેમજ અલગ અલગ સોસાયટીઓમાં તપાસ હાથ ધરવામાં આવે છે અને જે જગ્યા પર પાણીનો ભરાવો થયો હોય ત્યાંથી જો મચ્છરના લારવા મળી આવે તો તેનો નાશ કરવામાં આવે છે અને જવાબદાર લોકો સામે કાર્યવાહી પણ કરવામાં આવે છે.

આ પણ વાંચો:બનાસકાંઠામાં વીજ કરંટ લાગતા એક જ પરિવારના 3 સભ્યોના કરુણ મોત

આ પણ વાંચો:સોશિયલ મીડિયામાં ફેમસ થવાના ચક્કરમાં સારી રિલ્સ માટે કપડા માટે પૈસાની જરૂરિયાત પડતા ચોરીના રવાડે ચઢેલા ચાર ઈસમો ઝડપાયા

આ પણ વાંચો:સુરતમાં લાલચ આપી 7 લાખ કરતા વધુની કરાઈ ઠગાઈ, મહારાષ્ટ્રથી આરોપીની ધરપકડ

આ પણ વાંચો:રાજકોટમાં 4 વર્ષથી યુવતી સાથે આચર્યું દુષ્કર્મ, 26 જૂનથી છે લાપતા યુવતી