મુલાકાત/ મનસુખ માંડવિયા આવતીકાલે ગુજરાતમાં,ભારત બાયોટેકના અંકલેશ્વર પ્લાન્ટની COVAXINની પ્રથમ બેચ કરશે રિલીઝ

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાની ભારત બાયોટેકના અંકલેશ્વર ખાતેની મુલાકાત અત્યંત મહત્વની ગણી શકાય કારણ કે સૌ પ્રથમ વેક્સિન બેચની રિલીઝ સાથે COVAXIN ના ઉત્પાદનમાં પણ ઝડપી વધારો થશે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના ‘ બધાને વેક્સિંન, મફત વેક્સિન’ ના સંકલ્પને દ્રઢતા મળશે.

Top Stories Gujarat
mandaviya 3 1 મનસુખ માંડવિયા આવતીકાલે ગુજરાતમાં,ભારત બાયોટેકના અંકલેશ્વર પ્લાન્ટની COVAXINની પ્રથમ બેચ કરશે રિલીઝ

જન્માષ્ટમીના તહેવાર સમયે એક તરફ દેશમાં કોરોનાની ત્રીજી લહેર ત્રાટકવાના ભણકારા વાગી રહ્યા છે. ત્યારે લોકો જન્માષ્ટમી ઉજવવા માટે તલપાપડ થઈ રહ્યા છે. એવામાં લોકોના સ્વાસ્થ્ય પર જોખમ ઊભું થાય તેવી દહેશત રહેલી છે. આ બાબતને ધ્યાનમાં લઈને દેશમાં વેક્સિન બનાવવાને લઈને સરકાર સતર્ક જોવા મળી રહી છે.ભારત સરકારના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી મનસુખ માંડવિયા આવતીકાલે ગુજરાત પહોંચશે. કોરોનાની વેક્સિન – COVAXIN બનાવતી કંપની ભારત બાયોટેકના અંકલેશ્વર ખાતે આવેલા પ્લાન્ટની મુલાકાત કરશે.

Politics / વિધાનસભાની ચૂંટણીના કાઉન્ટડાઉન વચ્ચે UP સરકારનું કેબિનેટ વિસ્તરણ, સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં

ગુજરાત માટે એ બાબત ગૌરવ સમાન ગણી શકાય કે ભારત બાયોટેકે ગુજરાતના અંકલેશ્વર ખાતે પોતાનો COVAXIN બનાવવાનો નવો પ્લાન્ટ કાર્યરત કર્યો છે. આ પ્લાન્ટમાં બનેલી COVAXINની સૌપ્રથમ બેચને આવતીકાલે સ્વાસ્થ્ય મંત્રી દ્વારા રિલીઝ કરવામાં આવશે.કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાની ભારત બાયોટેકના અંકલેશ્વર ખાતેની મુલાકાત અત્યંત મહત્વની ગણી શકાય કારણ કે સૌ પ્રથમ વેક્સિન બેચની રિલીઝ સાથે COVAXIN ના ઉત્પાદનમાં પણ ઝડપી વધારો થશે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના ‘ બધાને વેક્સિંન, મફત વેક્સિન’ ના સંકલ્પને દ્રઢતા મળશે.

ફાયરિંગ / કાબુલ એરપોર્ટના એન્ટ્રી ગેટ પર ફાયરિંગ થતાં અફરાતફરીનો માહોલ,લોકોમાં ભારે દહેશત

અત્રે ઉલ્લેખનીય છે કે ગઈકાલે દેશમાં માત્ર એક જ દિવસમાં 1 કરોડ કરતાં વધારે કોરોનાની વેક્સિનના ડોઝ લગાવાયા અને ‘દુનિયાની સૌથી મોટી વેક્સિન ડ્રાઈવ’માં એક ઐતિહાસિક કીર્તિમાન સ્થપાયો છે, ત્યારે હવે કોરોનાને ભગાડવામાં પણ એક નવો કિર્તિમાન પ્રસ્થાપિત થાય તેવી આશા લોકો રાખી રહ્યા છે.

Politics / TMC સાંસદ અભિષેક બેનર્જીએ મોદી સરકારને ફેંક્યો પડકાર

majboor str 15 મનસુખ માંડવિયા આવતીકાલે ગુજરાતમાં,ભારત બાયોટેકના અંકલેશ્વર પ્લાન્ટની COVAXINની પ્રથમ બેચ કરશે રિલીઝ