Politics/ મનસુખ માંડવિયાનો રાહુલને જવાબ- રસીની અછત નથી, તમારી પાસે પરિપક્વતાનો અભાવ છે

કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ રવિવારે કોંગ્રેસનાં નેતા રાહુલ ગાંધીને સલાહ આપી હતી કે, જુલાઈમાં 13 કરોડથી વધુ વેક્સિન ડોઝ આપનારા આરોગ્ય કર્મચારીઓનાં અથાક પ્રયત્નો પર ગર્વ કરો.

Top Stories India
1 2 મનસુખ માંડવિયાનો રાહુલને જવાબ- રસીની અછત નથી, તમારી પાસે પરિપક્વતાનો અભાવ છે

કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ રવિવારે કોંગ્રેસનાં નેતા રાહુલ ગાંધીને સલાહ આપી હતી કે, જુલાઈમાં 13 કરોડથી વધુ વેક્સિન ડોઝ આપનારા આરોગ્ય કર્મચારીઓનાં અથાક પ્રયત્નો પર ગર્વ કરો. ટ્વીટમાં તેમણે એમ પણ કહ્યું હતું કે, રસીકરણ અભિયાન ઓગસ્ટથી વધુ તીવ્ર બનશે અને આ સિદ્ધિ માટે આપણે આપણા આરોગ્ય કર્મચારીઓ પર ગર્વ અનુભવવો જોઈએ.

આ પણ વાંચો – રાજકારણ / ત્રીજા મોરચાની જાહેરાત કરનાર ઓમપ્રકાશ ચૌટાલાને બિહારના સીએમ નીતિશકુમર મળતાં રાજકીય અટકળો શરૂ

અગાઉ રવિવારે, ગાંધીએ કોવિડ રસીઓની કથિત અછત પર કટાક્ષ કર્યો હતો અને રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પૂરતો સ્ટોક પૂરો ન પાડવા બદલ સરકારની નિંદા કરી હતી. એક ટ્વીટમાં, તેમણે કહ્યું, “જુલાઈ ગઈ અને રસીની અછત દૂર થઈ નથી” અને હેશટેગ ‘વ્હેર આર વેક્સીન્સ’ નો ઉપયોગ કર્યો. જેને લઇને કેન્દ્રિય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ જવાબ આપ્યો, ભારતે જુલાઈમાં 13 કરોડથી વધુ વેક્સિન આપી છે. કોરોના સામે રસીકરણ અભિયાનને આ મહિનાથી વેગ આપવામાં આવશે. આ સિદ્ધિ બદલ અમારા આરોગ્ય કર્મચારીઓની સિદ્ધિ પર અમને ગર્વ છે. તમારે પણ ભારત અને આરોગ્ય કર્મચારીઓ પર પણ ગર્વ કરવો જોઈએ. “મેં સાંભળ્યું કે તમે 130 મિલિયન લોકોમાંના એક છો જેમને જુલાઈમાં રસી આપવામાં આવી હતી, પરંતુ તમે આપણા વૈજ્ઞાનિકો માટે એક શબ્દ પણ કહ્યો નહીં, લોકોને રસીકરણ માટે અપીલ કરી નહીં. તેનો અર્થ એ કે તમે તેમના નામ પર રાજકારણ કરી રહ્યા છો. “

આ પણ વાંચો – અમાનવીય કૃત્ય / આંધ્રપ્રદેશમાં 300 શ્વાનને ઝેરનું ઇન્જેકશન આપીને મારી નાંખ્યા,ગ્રામ પંચાયતના આદેશથી આ કૃત્ય કરવામાં આવ્યું

તેમણે દાવો કર્યો, હકીકતમાં રસીઓની કોઈ અછત નથી, તમારી પાસે પરિપક્વતાનો અભાવ છે. દરમ્યાન, આરોગ્ય મંત્રાલયનાં ડેટા દર્શાવે છે કે છેલ્લા 24 કલાકમાં કુલ 60,15,842 કોવિડ વેક્સિન ડોઝ આપવામાં આવી હતી, જે કુલ 47,02,98,596 થઈ ગઈ હતી. એક ટ્વીટમાં, આરોગ્ય મંત્રાલયે કહ્યું કે, ભારતે કોવિડ રોગચાળા સામે રસીકરણ અભિયાનમાં એક સીમાચિહ્ન હાંસલ કર્યું છે, દેશભરમાં 47 કરોડથી વધુ લોકોને સફળતાપૂર્વક રસીકરણ કરાવ્યું છે.