Mantavya news-Republic day/ ભારતીયોની જવાબદારી છે કે લોકશાહીના મૂલ્યોની જાળવણી કરેઃ નરહરિ અમીન

દેશના 74માં પ્રજાસત્તાક દિનની Mantavya News Republic day ઉજવણી મંતવ્ય ન્યૂઝ ચેનલ દ્વારા ભાજપના રાજ્યસભાના સાંસદ નરહરિ અમીન સાહેબની હાજરીમાં કરવામાં આવી હતી.

Ahmedabad Gujarat
Namin Dhwajvandan ભારતીયોની જવાબદારી છે કે લોકશાહીના મૂલ્યોની જાળવણી કરેઃ નરહરિ અમીન
  • મંતવ્ય ન્યૂઝ ચેનલ પરિવાર દ્વારા 74મા પ્રજાસત્તાક દિનની ઉજવણી
  • ભારત આજે વિશ્વની સૌથી મોટી લોકશાહી, વિશ્વની આશાભરી મીટ ભારત પર
  • લોકો સુધી સાચા સમાચાર પહોંચે તે જોવાની જવાબદારી મીડિયાની છે

Namin Dove ભારતીયોની જવાબદારી છે કે લોકશાહીના મૂલ્યોની જાળવણી કરેઃ નરહરિ અમીન

દેશના 74માં પ્રજાસત્તાક દિનની Mantavya News Republic day ઉજવણી મંતવ્ય ન્યૂઝ ચેનલ દ્વારા ભાજપના રાજ્યસભાના સાંસદ નરહરિ અમીન સાહેબની હાજરીમાં કરવામાં આવી હતી. આ પ્રસંગે ચેનલના ઓનર જિજ્ઞેશ પટેલ, ડાયરેક્ટર અર્જુન પટેલ, એડિટર-ઇન-ચીફ લોકેશકુમાર, એસોસિયેટ એડિટર પ્રફુલ ત્રિવેદી સહિત તમામ સ્ટાફ મેમ્બરોની હાજરીમાં Mantavya News Republic day ધ્વજવંદન સમારંભ યોજાયો હતો. મુખ્ય અતિથિ અને ભાજપના સાંસદ નરહરિ અમીન સાહેબે ધ્વજ ફરકાવ્યો હતો.

Namin Ballon ભારતીયોની જવાબદારી છે કે લોકશાહીના મૂલ્યોની જાળવણી કરેઃ નરહરિ અમીન

આ પ્રસંગે નરહરિ અમીન સાહેબે જણાવ્યું હતું કે ભારતના 74મા પ્રજાસત્તાક દિનની ઉજવણી  નિમિત્તે દેશવાસીઓને અભિનંદન. તેમણે કહ્યું હતું કે આપણા પૂર્વજોએ ભારે બલિદાન અને દેશદાઝથી દેશ આઝાદ કર્યો હવે દેશને વિકાસના પથ પર આગળ લઈ જવાની જવાબદારી આપણા શિરે છે. 140 કરોડથી વધારે ભારતીયોની હવે જવાબદારી છે કે તે દેશના લોકશાહીના મૂલ્યો, બિનસાંપ્રદાયિકતા અને બંધુત્વની ભાવનાની જાળવણી કરે તથા રાષ્ટ્રહિતની મશાલ તેના હૈયામાં સદાય પ્રજ્જવલિત રાખે.

Mantavya republic day ભારતીયોની જવાબદારી છે કે લોકશાહીના મૂલ્યોની જાળવણી કરેઃ નરહરિ અમીન

આપણો દેશ હવે વિકાસના પથ પર ઝડપથી આગળ વધી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશને નોલેજ ઇકોનોમી બનાવવા માંગે છે તથા દરેક મોરચે આત્મનિર્ભર બનાવવા માંગે છે, દેશનો દરેક નાગરિક જ્યાં સુધી આત્મનિર્ભર બને નહી ત્યાં સુધી તેમનું દેશને આત્મનિર્ભર બનાવવાનું ધ્યેય પૂરું નહી થાય. આજે આપણે વિશ્વનો સૌથી મોટો લોકશાહી દેશ છીએ અને સમગ્ર વિશ્વ આપણા તરફ એક આશાભરી મીટ માંડી રહ્યું છે.

Namin dance ભારતીયોની જવાબદારી છે કે લોકશાહીના મૂલ્યોની જાળવણી કરેઃ નરહરિ અમીન

તેમણે જણાવ્યું હતું કે પ્રસારમાધ્યમોને ચોથી જાગીર ગણવામાં આવે છે. પ્રજાના પ્રશ્નોને વાચા આપવાનું અને સરકારના કાર્યો લોકો સુધી પહોંચાડવાનું કામ માધ્યમો કરે છે. પ્રસારમાધ્યમો લોકશાહીનો મહત્વનો સીમાસ્તંભ છે. તેથી મંતવ્ય ન્યૂઝ પણ આ જ દિશામાં સદાય અગ્રેસર રહે તે શુભેચ્છા.

Mantavya Team ભારતીયોની જવાબદારી છે કે લોકશાહીના મૂલ્યોની જાળવણી કરેઃ નરહરિ અમીન

આ પ્રસંગે નાનકડો રંગારંગ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. તેમા ક્રૃષ્ણા ડાન્સ એકેડેમીના ડાન્સરોએ નૃત્ય કર્યુ હતું. જ્યારે દીપલ નાણાવટીએ રાષ્ટ્રપ્રેમના ગીતો ગાયા હતા. આ પ્રસંગે મંતવ્ય ન્યૂઝ ચેનલના ઓનર જિજ્ઞેશ પટેલે જણાવ્યું હતું કે પ્રજાસત્તાકના 74મા જન્મદિનની ઉજવણી થઈ રહી છે ત્યારે મીડિયાની જવાબદારી ઘણી મહત્વની છે. દરેક ઘટનાનું વાસ્તવિક નિરુપણ મહત્વનું છે. લોકો સુધી સાચા સમાચાર પહોંચે તે જવાબદારી હવે ન્યૂઝ ચેનલોની પણ છે. મંતવ્ય આ દિશામાં પૂરી તાકાતથી કામ કરી રહ્યું છે.

આ પણ વાંચોઃ

ગુજરાતના આ ત્રણ વ્યક્તિઓને પણ પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા,જાણો તેમના વિશે

જાણો, રીપબ્લિક ડેની ઉજવણી 26 જાન્યુઆરી એ જ કેમ કરાય છે

આજે 74 પ્રજાસત્તાક દિવસ નિમિત્તે કર્તવ્ય પથ જોવા મળશે સેનાની તાકાત અને દેશની સંસ્કૃતિ