Not Set/ વિજપોલ ધરાસાઈ થતા સિરેન્દ્રનગર જિલ્લાનાં અનેક ગ્રામ્ય વિસ્તારો વીજળી વિહોણા બન્યા

સુરેન્દ્રનગર જીલ્લામાં તાઉતેએ સૌથી વધુ તબાહી ચોટીલા પથંકમાં મચાવી : અસંખ્ય વિજ પોલો અને વૃક્ષો જમીનદોસ્ત

Gujarat Others
તાઉતે વાવાઝોડું 57 વિજપોલ ધરાસાઈ થતા સિરેન્દ્રનગર જિલ્લાનાં અનેક ગ્રામ્ય વિસ્તારો વીજળી વિહોણા બન્યા

@સચિન પીઠવા, મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જીલ્લામાં ‘તાઉતે’ વાવાઝોડાની સૌથી વધુ અસર ચોટીલા તેમજ ગ્રામ્યવિસ્તારોમાં થઇ હતી. ચોટીલા પથંકમાં રાત્રી દરમિયાન ભારે પવન અને વાવાઝોડા સાથે વરસાદ વરસતા અનેક ગામડાઓના રસ્તા પરના વૃક્ષો ધરાસાઈ થતા ચોટીલા પથંકના અનેક ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા હતા. અને અનેક ગામોમાં વિજ પોલ ધરાસાઈ થતા આ ગામોમાં લાઇટો ડુલ થઇ જતા વિજળી વિહોણા પણ બનતા આ ગામોમાં ઘોર અંધારપટ છવાઇ ગયો હતો.

તાઉતે વાવાઝોડું 58 વિજપોલ ધરાસાઈ થતા સિરેન્દ્રનગર જિલ્લાનાં અનેક ગ્રામ્ય વિસ્તારો વીજળી વિહોણા બન્યા

વાવાઝોડાનું તાંડવ: લીંબડી તાલુકામાં વાવાઝોડાને પગલે મોટા પાયે નુકસાન, અંદાજે 25 લાખથી વધુનાં નુકસાનની આશંકાઓ

સુરેન્દ્રનગર જિલ્લાનાં ચોટીલા પથંકમાં ચોટીલાથી જસદણ તરફ જતા રસ્તા પર આવેલા પાંચવડા ગામ પાસે એક મોટું વૃક્ષ રોડ પર ધરાસાઈ થતા ચોટીલાથી જસદણ તરફ જતા ગામો ચોટીલાથી તદ્દન વિખુટા પડી સંપર્ક વિહોણા બની ગયા હતા. આ બનાવની જાણ ચોટીલા પ્રાંત અધિકારી આર.બી.અંગારીને થતા તેઓ તાકીદે NDRFની ટીમ અને મામલતદાર પી.એલ.ગોઠી સહિત નાયબ કાર્યપાલક ઈજનેર અને ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓની હાજરીમાં વૃક્ષોને જેસીબી સહિતના સાધનો વડે તત્કાલ હટાવવાની કામગીરી હાથ ધરી હતી. તેમજ ચોટીલાનાં જીવાપર આકડીયા જેવા ગ્રામ્યવિસ્તારોમાં અસંખ્ય વિજ પોલો ધરાસાઈ થતા અનેક ગામડાઓમાં વિજળી ડુલ થઇ જતાં ઘોર અંધારપટ સાથે વીજળી વિહોણા બન્યા હતા.

તાઉતે વાવાઝોડું 59 વિજપોલ ધરાસાઈ થતા સિરેન્દ્રનગર જિલ્લાનાં અનેક ગ્રામ્ય વિસ્તારો વીજળી વિહોણા બન્યા

માનવસેવા: લીંબડી બસ સ્ટેન્ડમાં અટવાયેલા ૪૦૦ મુસાફરો માટે માનવ અધિકાર સમિતિ બન્યા મદદરૂપ

ચોટીલા પથંકના ગ્રામ્ય વિસ્તારોમાં વિજ પોલો ધરાસાઈ થયાની જાણ ચોટીલા વીજ કચેરીને થતા વિજ કર્મચારીઓ તત્કાલ સ્થળ પર પહોંચી વિજપોલ ઉભા કરવાની કામગીરી પણ હાથ ધરાઈ હતી. હજી પણ ચોટીલા પથંકના અસંખ્ય ગામડાઓમાં વિજ સેવા પુન: કાર્યરત થઇ શકી નથી.

kalmukho str 15 વિજપોલ ધરાસાઈ થતા સિરેન્દ્રનગર જિલ્લાનાં અનેક ગ્રામ્ય વિસ્તારો વીજળી વિહોણા બન્યા