Cricket/ વર્લ્ડકપ વિજેતા કેપ્ટને કર્યા લગ્ન, નજીકનાં મિત્રો રહ્યા હાજર, જુઓ Photos અને Video

હવે લગ્નની સીઝન શરૂ થઇ ગઇ છે ત્યારે હવે ક્રિકેટર ઉન્મુક્ત ચંદે પણ સાત ફેરા ફરી લીધા છે. ઉન્મુક્તની કેપ્ટનશિપ હેઠળ ભારતને ICC U19 વર્લ્ડકપ જીતવામાં સફળતા મળી હતી.

Sports
ઉન્મુક્ત ચંદ

ભારતનાં ભૂતપૂર્વ ખેલાડી અને અંડર-19 વર્લ્ડકપ વિજેતા કેપ્ટન ઉન્મુક્ત ચંદે રવિવાર, 21 નવેમ્બરનાં રોજ ન્યુટ્રિશનિસ્ટ અને ફિટનેસ ટ્રેનર સિમરન ખોસલા સાથે લગ્ન કર્યા છે. આ 28 વર્ષીય યુવકે સોશિયલ મીડિયા પર આ માહિતી શેર કરી છે.

આ પણ વાંચો – India vs Newzealand / મેચમાં એક ક્ષણ એવી આવી કે કોચ દ્રવિડે ખુશ થઇને ફિલ્ડિંગ કોચની થપથપાવી પીઠ

આપને જણાવી દઇએ કે, હવે લગ્નની સીઝન શરૂ થઇ ગઇ છે ત્યારે હવે ક્રિકેટર ઉન્મુક્ત ચંદે પણ સાત ફેરા ફરી લીધા છે. ઉન્મુક્તની કેપ્ટનશિપ હેઠળ ભારતને ICC U19 વર્લ્ડકપ જીતવામાં સફળતા મળી હતી. હવે તેમના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે જે ઝડપથી વાયરલ થઈ રહી છે. જણાવી દઈએ કે ઉન્મુક્ત ચંદે 21 નવેમ્બરની સાંજે સિમરન ખોસલા સાથે લગ્ન કર્યા હતા. આ લગ્ન સમારોહમાં તેમના સંબંધીઓ અને ઘણા નજીકનાં મિત્રો હાજર રહ્યા હતા. રિપોર્ટ્સ અનુસાર, સિમરન વ્યવસાયે ફિટનેસ અને સ્પોર્ટ્સ ન્યુટ્રિશન કોચ છે.

Instagram will load in the frontend.

સિમરને પણ તેના લગ્નની ઘણી તસવીરો અને વીડિયો શેર કર્યા છે. તેણે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તે તેના વરરાજાની રાહ જોતી વખતે ડાન્સ કરતી જોવા મળી રહી છે. આ વીડિયોમાં તે દુલ્હનની જેમ સજ્જ છે અને બાલ્કનીમાં ઉભી વરરાજાની રાહ જોઈ રહી છે. પછી તે ડાન્સ કરવાનું શરૂ કરે છે.

Instagram will load in the frontend.

આ સાથે, તેણીએ તેના ચાહકો અને ફોલોવર્સ સાથે તેની હલ્દી અને મહેંદી સેરેમનીની ઘણી ઝલક પણ શેર કરી છે. 28 વર્ષીય ઉન્મુક્ત લાંબા સમયથી સિમરન સાથે રિલેશનશિપમાં હતા. આખરે તેઓએ એકબીજા માટે બનવાનું નક્કી કર્યું. લગ્ન સમારોહમાં તેના કેટલાક નજીકનાં મિત્રો અને સંબંધીઓએ હાજરી આપી હતી.

https://www.instagram.com/reel/CWgmoyIhAQn/?utm_source=ig_web_copy_link

ટ્વિટર પર લગ્નની તસવીરો શેર કરતાં ઉન્મુક્તે લખ્યું, “આજે અમે આજીવન માટે એક થવાનો નિર્ણય લીધો છે. ઉન્મુક્તનાં ચાહકો તેને આ માટે અભિનંદન આપી રહ્યા છે. ઉન્મુક્ત અને સિમરનનાં લગ્નમાં ફક્ત નજીકનાં મિત્રો અને પરિવારનાં સભ્યો જ હાજર રહ્યા હતા. થોડા દિવસો પહેલા સિમરને ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો પણ શેર કર્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે તે તેના પ્રેમી સાથે લગ્ન કરી રહી છે અને તેમના ત્રણ વર્ષનાં સંબંધોને આગળ લઈ રહી છે.

નોંધનીય છે કે ,ઉન્મુક્ત ચંદે આ વર્ષે (2021) ઓગસ્ટમાં ભારતીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. જે બાદ તે ક્રિકેટ રમવા અમેરિકા ગયો હતો. આપને જણાવી દઈએ કે, ભૂતપૂર્વ અંડર-19 ભારતીય કેપ્ટન ઉન્મુક્ત ચંદે અમેરિકાની માઈનર લીગમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. ઓસ્ટ્રેલિયાની બિગ બેશ લીગ (BBL)નાં મેલબોર્ન રેનેગેડ્સ દ્વારા તેને પોતાની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. આશ્ચર્યજનક વાત એ છે કે, ઉન્મુક્ત ચંદ BBL લીગ રમનાર પ્રથમ ભારતીય પુરૂષ ક્રિકેટર બન્યો છે. નોંધનીય છે કે ઉન્મુક્તની કેપ્ટન્સીમાં ભારતે વર્ષ 2012માં અંડર-19 વર્લ્ડકપ જીત્યો હતો. તે સમયે તેને દેશનો આગામી વિરાટ કોહલી કહેવામાં આવી રહ્યો હતો. તે પછી, તે IPLમાં દિલ્હી, મુંબઈ અને રાજસ્થાન તરફથી રમ્યો પરંતુ તેનું પ્રદર્શન કંઈ ખાસ રહ્યું ન હતું.