Panchmahal/ પંચમહાલના મોરવા હડફમાં સામૂહિક આપઘાતનો બનાવ

પિતાએ બે પુત્રો સાથે કુવામાં ઝંપલાવ્યું

Top Stories Gujarat
Beginners guide to 2024 06 15T200003.158 પંચમહાલના મોરવા હડફમાં સામૂહિક આપઘાતનો બનાવ

Panchmahal News : પંચમહાલના મોરવા હડફમાં સામૂહિક આત્મહત્યાના બનાવને પગલે આ વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. જેમાં પિતાએ તેમના બે પુત્રો સાથે ડુવામાં ઝંપલાવ્યું હતું. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે સ્થાનિકોની મદદથી કુવામાંથી બે મૃતદેહ બહાર કાઢ્યા હતા જ્યારે અન્ય મૃતદેહની શોધ ચાલી રહી છે.

આ બનાવની વિગત મુજબ મોરવા હડફમાં ખાબડા ગામમાં પિતાએ બે પુત્રો સાથે કુવામાં ઝંપલાવીને આપઘાત કર્યો હતો. પ્રાથમિક તપાસમાં ઘરકંકાસને કારણે પિતાએ પુત્રો સાથે આ અંતિમ પગલું ભર્યું હોવાનું કહેવાય છે.

આ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. બાદમાં સ્થાનિકોની મદદથી કુવામાંથી બે મૃતદેહ બહાર કાઢ્યા હતા. જ્યારે ત્રીજા મતદેહને શોધવાની કામગીરી ચાલી રહી છે. ખાબડા ગામના ગણેશ ફળિયામાં બનેલી આ ઘટનામાં એક પુત્રની ઉમર 12 વર્ષ અને બીજા પુત્રની ઉંમર 4 વર્ષની હોવાનું પોલીસે જણાવ્યું હતું. જ્યારે તેમના પિતાની ઉમર 32 વર્ષની હોવાનું પોલીસે કહ્યું હતું.

પોલીસે બહાર કઢાયેલા બે મૃતદેહોનો પોસ્ટમોર્ટમ માટે મોરવા ખસેડ્યા હતા. આ અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: NEET કૌભાંડમાં ગુજરાતનો રૂ. 2.3 કરોડનો વહીવટ

આ પણ વાંચો: ગિફ્ટ સિટીનું વિસ્તરણ નહીં થાય, ઊંચા ભાવે જમીનો ખરીદનારાને મોટો ફટકો

આ પણ વાંચો: સિક્કિમના લાચુંગમાં વડોદરાનો પરિવાર ફસાયો

આ પણ વાંચો: ગુજરાત યુનિ.એ 17 કરોડની ગેરરીતિના મામલે કમલજીત લખતરિયાને સસ્પેન્ડ કર્યા