RCB Win/ મેક્સવેલ અને ડુ પ્લેસિસની તોફાની બેટિંગ અને હર્ષલની ચુસ્ત બોલિંગથી બેંગ્લુરુનો રોયલ્સ સામે વિજય

રોયલ ચેલેન્જ બેંગ્લોરે આઇપીએલમાં તેની વિજયકૂચ જારી રાખી છે. આઇપીએલ 2023માં રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં બેંગ્લોરે સાત રને વિજય મેળવ્યો હતો. રાજસ્થાન રોયલ્સને બેંગ્લોર સામે જીતવા માટે અંતિમ ઓવરમાં 20 રન કરવાના હતા, પરંતુ તે ફક્ત 12 રન જ કરી શક્યું હતું.

Top Stories Sports
Fa મેક્સવેલ અને ડુ પ્લેસિસની તોફાની બેટિંગ અને હર્ષલની ચુસ્ત બોલિંગથી બેંગ્લુરુનો રોયલ્સ સામે વિજય

રોયલ ચેલેન્જ બેંગ્લોરે આઇપીએલમાં તેની વિજયકૂચ જારી રાખી છે. આઇપીએલ 2023માં RCB Win રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં બેંગ્લોરે સાત રને વિજય મેળવ્યો હતો. રાજસ્થાન રોયલ્સને બેંગ્લોર સામે જીતવા માટે અંતિમ ઓવરમાં 20 રન કરવાના હતા, પરંતુ તે ફક્ત 12 રન જ કરી શક્યું હતું. પહેલા ત્રણ બોલમાં તો દસ રન આવ્યા હતા, તેના લીધે મેચ રોમાંચક બની હતી, પરંતુ અશ્વિન આઉટ થતા અને તેના પછી આવેલ અબ્દુલ બાશિત એક જ રન કરી શકતા અને અંતિમ બોલે પણ એક રન આવતા બેંગ્લુરુ મેચ જીતી ગયું હતું. બેંગ્લુરુ તરફથી હર્ષલ પટેલ 4 ઓવરમાં 32 રન આપી ત્રણ વિકેટ ઝડપી સૌથી સફળ બોલર રહ્યો હતો.

આ પહેલા રાજસ્થાન રોયલ્સે ટોસ જીતીને બેટિગમાં ઉતરવાનો નિર્ણય લીધો ત્યારે બોલ્ટે કોહલીને ખાતુ RCB Win ખોલાવ્યા વગર જ પેવેલિયન ભેગો કરતા બેંગ્લોરને મોટો ઝાટકો લાગ્યો હતો. તેના પછી શાહબાઝ એહમદ આઉટ થતાં બીજા ઝોટકા વાગ્યો હતો. પણ તેના પછી ફા ડુ પ્લેસિસ અને મેક્સવેલે બાજી સંભાળી હતી.  બંનેએ તોફાની બેટિંગ કરી હતી. બંને રમતા હતા ત્યારે તો એમ જ લાગતું હતું કે બેંગ્લોર સવા બસો રન સરળતાથી બનાવશે. બંને વચ્ચે ત્રીજી વિકેટની 144 રનની ભાગીદારી નોંધાઈ હતી.

મેક્સવેલે 44 બોલમાં છ ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી 175ના સ્ટ્રાઇક રેટે 77 રન કર્યા હતા. RCB Win  જ્યારે 39 બોલમાં આઠ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 158ના સ્ટ્રાઇક રેટે 62 રન કર્યા હતા. જો કે બંનેના આઉટ થયા પછી બેંગ્લોરે આશ્ચર્યજનક રીતે ધબડકો કરતા 200 રન પણ પૂરા કરી શક્યુ ન હતુ અને ઇનિંગ્સના અંતે 9 વિકેટે 189 રન કર્યા હતા. રાજસ્થાન રોયલ્સ તરફથી બોલ્ટ અને શર્માએ બે-બે અને અશ્વિન તથા ચહલે એક-એક વિકેટ ઝડપી હતી.

આ પણ વાંચોઃ Narcotis-Raid/ નશેડીઓમાં પેઇન કિલર અને ઊંઘની દવાની નશા માટે ભારે માંગઃ દિલ્હીની ટીમે રેડ પાડી

આ પણ વાંચોઃ અમૃતપાલસિંઘ/ નશામુક્તિ કેન્દ્રોનો ઉપયોગ કરી પ્રાઇવેટ આર્મી બનાવવા માંગતો હતો અમૃતપાલ

આ પણ વાંચોઃ કુમારસ્વામીની તબિયત લથડી/ કુમારસ્વામીને પ્રચાર ભારે પડ્યોઃ હોસ્પિટલાઇઝ કરવા પડ્યા