Dharm & Bhakti: જ્યોતિષ શાસ્ત્ર (Astrology) અનુસાર, કોઇ પણ વ્યક્તનો જન્મ જે માસમાં થયો હોય એ પરથી એનું સમગ્ર વ્યક્તિત્વ (May Born Personality) અને ભવિષ્ય વિશે સરળતાથી જાણી શકાય છે. મે મહિનો શરુ થઇ ચૂક્યો છે અને જે પણ વ્યક્તિઓનો જન્મ આ માસમાં થયો હોય એમની અંદર એ જાણવાની એક પ્રબળ ઇચ્છા અવશ્ય હશે કે એમનું વ્યક્તિત્વ કેવું છે?
તમને અહિં જણાવી દઇએ કે આ માસમાં જન્મ લેનારા લોકો આકર્ષક અને લોકપ્રિય હોય છે અને સ્વભાવથી રાજસી પ્રકૃતિના હોય છે. એમને સજીધજીને રહેવું પસંદ હોય છે. તો ચાલો, આ મે બોર્ન લોકોના વ્યક્તિવ્યના અન્ય પાસાઓ વિશે જાણીએ…
મેમાં જન્મેલા લોકોનું વ્યક્તિત્વ (May Born Personality)
પોતાની જીદથી એ સપના (Dream)ને સાચા કરવાનું ઝૂનૂન ધરાવતા હોય છે. જો એક વખત કંઇક કરવાનું નક્કી કરી લે તો એ પાછળ ફરીને જોતા પણ નથી! આ જ એમની જાદુઈ તાકાત છે કે એ અસંભવને પણ સંભવ કરી દેખાડે છે!

1. જીદ્દી સ્વભાવના હોય
મે માસમાં જન્મેલા લોકોની સૌથી મોટી તાકાત જ એમની જીદ (Stubbornness) છે. એમનું વ્યક્તત્વ મેગ્નેટિક હોય છે અને આના જ કારણે સૌ કોઇ એમની તરફ આકર્ષાય છે અને એમની ડ્રેસિંગ સેન્સ તથા વાત કરવાની ઢબ અત્યંત ખાસ હોય છે જેથી લોકો ઘણા પ્રભાવિત રહે છે.
2. સાફદિલ હોય
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, આવા લોકોનું હૃદય ઘણું સાફ હોય છે. જે એમના મનમાં હોય એ જ એમની વાણીમાં પણ હોય છે! જો કે, એમને ગુસ્સો (Anger) પણ વધારે આવે છે પણ એટલી વાત સારી હોય છે કે એમનો ક્રોધ લાંબા સમય સુધી ટકતો નથી.

3. વૈભવી જીવન પસંદ
મે માસમાં જન્મેલા લોકોને લક્ઝુરિયસ લાઇફ ઘણી જ પસંદ હોય છે અને આ જ કારણ છે કે, એમને મોંઘી વસ્તુઓ આકર્ષિત કરે છે. વિશેષ બાબત એ છે કે, આવા લોકો સુખ-સુવિધાઓ મેળવવા માટે ઘણી મહેનત પણ કરે છે.
4. લીડરશિપ ક્વોલિટી
આ મહિનામાં જન્મેલા લોકો ક્રિએટિવ ફીલ્ડ, બિઝનેસ અને મેનેજમેન્ટમાં સૌથી વધુ નામ કમાય છે. એમનામાં જે નેતૃત્વના ગુણો છે એ ઓછી ઉંમર (Young age)માં જ એમને સફળતાના શિખરે પહોંચાડે છે.

5. નાણાકીય બાબતોમાં નસીબદાર
પૈસાના મામલે આ લોકો ઘણા જ ભાગ્યવાન હોય છે. પરંતુ, પોતાના ખર્ચીલા સ્વભાવના કારણે એમને ક્યારેક-ક્યારેક મુશ્કેલી પણ થાય છે. આ લોકો પોતાની વાતથી ફરી જતા નથી અને મૈત્રી નિભાવવામાં તો એમનો કોઈ જ જવાબ હોતો નથી!
Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.
આ પણ વાંચો: હસ્તરેખાઓ તમારા વિશે શું કહે છે? ભાગ્યરેખાઓ પરથી નક્કી થાય છે તમારૂં જીવન!
આ પણ વાંચો:
