Not Set/ ભીમ આર્મીનાં પ્રમુખ ચંદ્રશેખર પર માયાવતીનાં આક્ષેપ, આ એક ષડયંત્ર…

બહુજન સમાજ પાર્ટીનાં પ્રમુખ માયાવતીએ ભીમ આર્મીનાં વડા ચંદ્રશેખર પર આકરા પ્રહારો કર્યા છે, રવિવારે માયાવતીએ ચંદ્રશેખર અને નાગરિકતા સુધારણા અધિનિયમ પર અનેક ટ્વીટ્સ કરી હતી, માયાવતીએ કહ્યું કે, હવે નવા સીએએ અને એનઆરસીનાં વિરોધમાં કેન્દ્ર સરકારની એનડીએમાં પણ વિરોધનો અવાજ ઉઠવા લાગ્યો છે, તેથી બસપા માંગ કરી રહી છે કે તેઓ પોતાની જીદ છોડી […]

Top Stories India
mayawati ભીમ આર્મીનાં પ્રમુખ ચંદ્રશેખર પર માયાવતીનાં આક્ષેપ, આ એક ષડયંત્ર...

બહુજન સમાજ પાર્ટીનાં પ્રમુખ માયાવતીએ ભીમ આર્મીનાં વડા ચંદ્રશેખર પર આકરા પ્રહારો કર્યા છે, રવિવારે માયાવતીએ ચંદ્રશેખર અને નાગરિકતા સુધારણા અધિનિયમ પર અનેક ટ્વીટ્સ કરી હતી, માયાવતીએ કહ્યું કે, હવે નવા સીએએ અને એનઆરસીનાં વિરોધમાં કેન્દ્ર સરકારની એનડીએમાં પણ વિરોધનો અવાજ ઉઠવા લાગ્યો છે, તેથી બસપા માંગ કરી રહી છે કે તેઓ પોતાની જીદ છોડી અને આ નિર્ણયો પાછા ખેંચે, તેમજ વિરોધીઓને અપીલ કરી કે તેઓ શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરે.

Image result for mayawati and chandra shekhar

માયાવતીએ વધુમાં લખ્યું છે કે, દલિતો સામાન્ય રીતે માને છે કે ભીમ આર્મીનાં ચંદ્રશેખર, વિરોધી પાર્ટીઓનાં હાથે રમીને ખાસ કરીને બીએસપીનાં મજબૂત રાજ્યોમાં ષડયંત્ર કરતા ચૂંટણીની નજીક અહી પાર્ટીનાં વોટોને પ્રભાવિત કરનારા મુદ્દાઓ પર પ્રદર્શન કરી અને બાદમાં જેલ ચાલ્યો જાય છે.

જેમ કે તે યુપીનાં રહેવાસી છે, પરંતુ સીએએ/એનઆરસી પર તે યુ.પી. ની જગ્યાએ દિલ્હીનાં જામા મસ્જિદવાળા પ્રદર્શનમાં સામેલ થઇને જબરદસ્તી પોતાની ધરપકડ કરાવે છે કારણ કે અહી થોડા સમય બાદ વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે.

ઉલ્લેખનીય છે કે, નાગરિકત્વનાં કાયદાનાં વિરોધમાં શનિવારે ધરપકડ કરાયેલા ભીમ આર્મીનાં વડા ચંદ્રશેખર આઝાદને કોર્ટે 14 દિવસ જેલમાં મોકલી દીધા છે. પોલીસે ચંદ્રશેખરને દિલ્હીની તીસ હજારી કોર્ટમાં રજૂ કર્યો. આઝાદનાં વકીલે અહીં જામીન માંગ્યા હતા પરંતુ પોલીસે તેનો વિરોધ કર્યો હતો. જે બાદ તેને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં જેલમાં મોકલવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, નાગરિકત્વનાં કાયદાનાં વિરોધમાં શનિવારે ધરપકડ કરાયેલા ભીમ આર્મીનાં વડા ચંદ્રશેખર આઝાદને કોર્ટે 14 દિવસ જેલમાં મોકલી દીધા છે. પોલીસે ચંદ્રશેખરને દિલ્હીની તીસ હજારી કોર્ટમાં રજૂ કર્યો. આઝાદનાં વકીલે અહીં જામીન માંગ્યા હતા પરંતુ પોલીસે તેનો વિરોધ કર્યો હતો. જે બાદ તેને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં જેલમાં મોકલવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.